॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૩: પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું

નિરૂપણ

જાન્યુઆરી, ૧૯૬૪. કથા પ્રસંગમાં ગ. પ્ર. ૨૩ વચનામૃતમાં વાત આવી કે મૂર્તિને અતિશય પ્રકાશમાન ભાળે. તે સમજાવતાં સ્વામીશ્રી કહે, “પ્રકાશમાન ભાળે એટલે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને વિશે અતિશય દિવ્યભાવ વર્તે.

“મહિમા શું? ચરણારવિંદ ધોવે એ કાંઈ મહિમા નથી. માથું આપી દીએ ઈ ખરો મહિમા.”

વચનામૃત વંચાવતા હતા તે પહેલાં માઇકમાં બોલ્યા, “સંતો-હરિભક્તો કથામાં આવી જાય, કથા ઊપડે છે!

“આખા સંપ્રદાયનું ધોરણ આ એક વચનામૃત ઉપર છે. સર્વે સાંભળો. વિચારીને બોલે છે મહારાજ, ‘વાત પચશે કે નહીં? શું થશે?’ મુદ્દાની વાતમાં વિચાર કરવો પડે.

“બ્રહ્મ હારે એકતા કરવાની છે. ત્રણ દેહથી સ્વરૂપ જુદું માનવું. વેદાંતી ‘જીવ એ બ્રહ્મ છે’ એમ માને. તેમાં ભાવના ક્યાં રહી? બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવું. કોઈ ‘સારા, ખોટા’ કહે, તોય. ‘હું ગુણાતીત છું.’ ‘દસ વધારે ગાળો કહો ને!’ એમ ધારવું... એક અનાદિ સહજાનંદ. ‘એક’ શબ્દ શું કામ મૂક્યો? ભગવાન એક જ છે...”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૩]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase