॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Kariyani-10: Checking the Pulse; Austerities
Prasang
1973. Pramukh Swami Maharaj was observing dhārnā-pārnā. Fifteen days had passed when the attendant sadhus thought that Swamishri should refrain from such austerity due to his age and burden of his travels. On August 7 in Akshar Bhuvan, the sadhus pressed Swamishri to cease his dhārnā-pārnā.
In the beginning, Swamishri did not relent to their pressure. Ultimately, Swamishri gave in to please them. However, he continued eating once daily. But, Swamishri still felt he should not have given up doing dhārnā-pārnā.
On August 8, during the morning discourse, Swamishri spoke on Kariyani-10: “In this Vachanamrut, Shriji Maharaj explains that one who has a zeal for austerities will not back down, no matter what obstacles come in the way. However, the sadhus have broken my enthusiasm.”
Swamishri thought greatly of others who do even little; however, he always felt he did little though he did a lot. Therefore, he felt disturbed when he encountered obstacles in his austerities, sevā, bhakti, etc.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/262]
૧૯૭૩. સ્વામીશ્રીને ધારણાં-પારણાંનું વ્રત ચાલુ હતું. મહિનાના આ વ્રતમાં પંદર દિવસ પૂરા થયેલા. પણ સંતોને થયું કે: “આ ઉંમરે અને આ ભીડામાં સ્વામીશ્રી વ્રત કરે તે ઠીક નહીં.” તેથી તા. ૭/૮ના રોજ અક્ષર ભુવનના બીજા માળે આવેલી સંતોની રૂમમાં સ્વામીશ્રી બિરાજેલા ત્યારે તેઓને આ વ્રત મુકાવવા સૌએ ખૂબ આગ્રહ કર્યો.
શરૂઆતમાં તો સ્વામીશ્રીએ મચક આપી નહીં, પણ અંતે સંતો ન કચવાય તે હેતુથી તેઓએ નમતું જોખ્યું. છતાં એકટાણાં તો ચાલુ જ રાખ્યાં! તોય ધારણાં-પારણાનું વ્રત ન કરી શકવાનો ખેદ મનમાં પૂરેપૂરો રહી ગયો હશે, તેથી તા. ૮/૮ની સવારની કથામાં તેઓએ કારિયાણીના દસમા વચનામૃત પર નિરૂપણ કરતાં તપના ઇશકની ખૂબ વાતો કરી કહ્યું પણ ખરું કે: “આ વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે કે જેને તપનો ઇશક હોય તેને વચમાં ગમે તેટલા અંતરાય આવે તો પણ પાછો હઠે નહીં. પણ સંતોએ અમારો ઇશક મોળો પાડી દીધો!”
કોઈ અલ્પ કરે તેને ઘણું માની લેતા સ્વામીશ્રી, પોતે ઘણું કરતા હોય તેઓને તે અતિ અલ્પ જ લાગતું! તેથી તપ, વ્રત, સેવા, ભક્તિ વગેરેમાં આવતી રુકાવટ તેઓને ખૂબ ખટકતી.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૨૬૨]
Nirupan
February 17, 1974. It was the day of Ekadashi, so Swamishri explained Vachanamrut Kariyani 10 (the one about austerities):
God is please with austerities, so fasting is for our benefit. As much work one reaps from the body is for our benefit. Farmers loan their bullocks to one another. When one gets to use their loaned bullock, they wake up early and make the bullock work till night. The next day, they take advantage of the bullock in the same way. Similarly, this body is like a bullock. Whatever work can be done should be done - one should please God with the body. One who want to please God will not find it difficult to fast.
“One who does so with faith and enthusiasm will receive merits. One who believes it to be a burden on their shoulders does not receive merits. No matter what medicine is applied to the body, it will die anyway; even if one is burdened or has indigestion. Everyone - young and old - want to go to Akshardham. Everyone should perform austerities. The body will die. If one dies performing austerities, there is no problem. Even in austerities, one should do so with devotion.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/326]
તા. ૧૭/૨ના દિવસે એકાદશી હતી. તેથી તપનું વચનામૃત – કારિયાણી પ્રકરણનું દસમું વંચાવી તે પર જ વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું:
“ભગવાન તપથી રાજી થાય છે તો ભલે તપ થતું. દેહ પાસેથી જેટલું કામ લઈએ એટલું સારું. સાંઢેલ બળદ એકબીજાને આપે. જે દા’ડે વારો હોય તે દા’ડે ખેડૂત સવારે વહેલો ઊઠે ને સાંજે વધારે ખેંચે. બીજો બીજે દિવસે ખેંચે. તેમ આ દેહ સાંઢેલ બળદિયું છે. જેટલું કામ લઈએ તેટલું કામનું. ભગવાન રાજી થતા હોય તો તેમ કરીને રાજી કરી લેવા. ભગવાનને રાજી કરવા છે તેને વ્રત, ઉપવાસ કઠણ પડતા નથી.
“શ્રદ્ધા, ઉત્સાહથી કરે તો ફળ પ્રાપ્ત થાય. માથે આવી પડ્યું, કરવું પડશે તે વેઠ ગણાય. કસ્તૂરી વગેરે દવા કરીશું તોપણ દેહ પડવાનો તો છે જ. ભલે કષ્ટ પડે. અપચો, અજીર્ણ થયું તો ભલે થાય. નાના-મોટા બધાને અક્ષરધામમાં જવું છે. માટે બધાએ તપ કરવું. દેહ તો પડવાનું છે. તપ કરતાં પડે તો વાંધો નથી. તપમાં પણ ભગવાનને વિષે ભક્તિનો ભાવ રાખવો.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૨૬]
Nirupan
To Tolerate Is Penance
July 6, 1979. Pramukh Swami Maharaj arrived in Atladra on the day of Devshayani Ekadashi. He explained Vachanamrut Kariyani 10:
“When one is thirty and one does not get water for two or four hours and yet one does not complain, that is considered penance. When food is delayed or one does not get food and yet one does not hurry, that is penance. If one does not have a proper place to sleep and one makes do with the arrangements, that is penance. These are all subtle forms of penance. Therefore, one should tolerate.
“When one presses a switch, the fan turns on instantly. Similarly, when one stands near God (to pray), then there should be an explosion (prayer should be answered instantly). However, how much research was done to make the fan? Without accepting the bondage of niyams, God is not pleased. One accepts the bondage of their household, wives, jobs, and society. However, no one accepts the bondage of God. Therefore, one should observe the niyams and worship God.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/75]
સહન કરવું તે તપ
તા. ૬-૭-૧૯૭૯. વડોદરાથી માણેજા થઈને અટલાદરા પધારેલા પ્રમુખસ્વામી મહારાજે તા. ૬/૭ના રોજ ઊજવેલા દેવશયની એકાદશીના ઉત્સવમાં વચનામૃત કારિયાણી ૧૦ના આધારે કથામૃતનું પાન કરાવતાં જણાવ્યું કે:
“તરસ લાગી હોય ને બે-ચાર કલાક કદાચ પાણી ન મળે ને ધમપછાડા ન કરીએ તો તે તપ કર્યું કહેવાય. ખાવાનું મોડું થયું હોય અથવા કો’ક દિવસ ન મળ્યું હોય તો તે માટે ઉતાવળા ન થઈ જઈએ તે તપ. સૂવાનું બરાબર ન મળ્યું હોય ને ચલાવી લઈએ તે તપ. આ બધાં સૂક્ષ્મ તપ છે. માટે સહન કરવું તે તપ.
“સ્વીચ દાબીએ ને તરત પંખો થાય છે. તેમ દરેકને એમ છે કે ભગવાન પાસે જઈ જરા ઊભો રહું ને તરત ભડકો થવો જોઈએ. પણ પંખો ફેરવવા કેટલી શોધખોળ કરવી પડી હશે? નિયમનું બંધન સ્વીકાર્યા વગર ભગવાન રાજી ન થાય. ઘરનું, બૈરાંનું, નોકરીનું, સમાજનું બંધન સ્વીકારાય છે, પણ ભગવાનનું બંધન સ્વીકારવું કઠણ પડે છે. માટે નિયમમાં રહી ભગવાન ભજવા.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૭૫]