॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-62: Ātmā-Realization, Fidelity and Servitude
Mahima
10 July 1961, Mumbai. Yogiji Mahārāj wrote an inspiring letter from Mumbai (which was published in the Swāminārāyan Prakāsh) to the Satsang community: “Become a servant of servants. The attributes of a true servant (dās) have been described in Gadhadā I-14 and Gadhadā II-62; one should read and think about this. Therefore, sadhus and devotees should keep the strength of Mahārāj and Swāmi and perfect their devotion of servitude (dāsatva-bhakti).”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/206]
તા. ૧૦/૭/૧૯૬૧, મુંબઈથી સ્વામીશ્રીએ એક સુંદર પ્રેરણા પત્ર ‘સ્વામિનારાયણ પ્રકાશ’ દ્વારા સમગ્ર સત્સંગ સમાજ પર લખ્યો. તેમાં જણાવ્યું, “... તો દાસના દાસ થાવું. ગઢડા પ્રથમ ૧૪ ને ગઢડા મધ્ય ૬૨, તેમાં દાસના લક્ષણ કહ્યાં છે, તે વાંચી વિચારવું. માટે સંતો તથા હરિભક્તો, મહારાજ તથા સ્વામીનું બળ રાખીને દાસત્વ-ભક્તિ સિદ્ધ કરાવી.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૬]
Nirupan
September 1956, Nārāyan Sarovar. Yogiji Mahārāj said, “After becoming a devotee, we should learn the qualities of a sadhu and offer devotion with servitude. Based on this, think of these Vachanāmruts - Gadhadā I-14 and Gadhadā II-62. In Gadhadā II-62, Shriji Mahārāj uses very subtle words: ‘One only likes the darshan of his Ishtadev, likes to hear his talk, likes his nature, and likes to stay only with him.’ Despite behaving like this, one would be eager to follow any āgnā. Only such devotion with servitude is of value.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/109]
સપ્ટેમ્બર, ૧૯૫૬. નારાયણ સરોવર. યોગીજી મહારાજ કહે, “ભક્ત થઈ સાધુતા શીખવી અને દાસત્વભક્તિ કરવી તે ઉપર ગઢડા પ્રથમ ૧૪ અને ગઢડા મધ્ય ૬૨ – એ બે વચનામૃત વિચારવાં. મધ્ય ૬૨માં તો શ્રીજીમહારાજે બહુ જ ઝીણા શબ્દો મૂક્યા છે, ‘પોતાના ઇષ્ટદેવનાં જ દર્શન ગમે, વાતો ગમે, સ્વભાવ ગમે અને પાસે રહેવું ગમે.’ એમ વર્ત્યા છતાં આજ્ઞામાં ટૂક ટૂક થઈ જાય. આવી દાસત્વભક્તિ હોય તો જ શોભે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૦૯]