॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-63: Gaining Strength
Mahima
1 January 1959. Writing a letter of inspiration to the youths of Mumbai, Yogiji Mahārāj wrote: “All of you are not from this world, but you are from a higher realm (parlok). Be ecstatic about it. One should read and ponder over Vachanāmrut Gadhadā II-63. Fountains of joy will spring. Victory will resound.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/470]
તા. ૧/૧/૧૯૫૯, યોગીજી મહારાજે મુંબઈના યુવકોને પ્રેરણાપત્ર લખ્યો તેમાં જણાવ્યું, “... તમો બધા આ લોકના નથી, પરલોકના છો. તેનો કેફ રાખવો. ગઢડા મધ્ય ૬૩મું વાંચી વિચારવું. આનંદના ફુવારા છુટશે. જયજયકાર થઈ જશે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૪૭૦]
Nirupan
Yogiji Mahārāj said, “The means to gain strength in is Gadhadā II-63: faith in service of God, affection toward the Sant, and the nine types of bhakti coupled with the knowledge of his greatness. Keep these three firm and practice satsang with pure feelings. Pure feelings means, Mahārāj who resides in Akshardhām is manifest today in the form of the Sant. Practicing satsang with that thought is practicing with pure feelings. When that happens, then dharma, gnān, vairāgya, and bhakti are perfected. Only when one gains the company of such an Ekāntik Satpurush can one perfect ekāntik dharma. Therefore, recognize him and worship God.”
[Yogi Vāni: 3/14]
યોગીજી મહારાજ કહે, “બળ પામવાનો ઉપાય ગઢડા મધ્ય ૬૩માં કહ્યો છે: સેવાને વિષે અતિશય શ્રદ્ધા, સંતને વિષે પ્રીતિ અને માહાત્મ્યે યુક્ત નવધા ભક્તિ. આ ત્રણ દૃઢ કરીને રાખવાં અને શુદ્ધભાવે સત્સંગ કરવો. તે શુદ્ધભાવ એટલે, જે અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે, તે આજે આપણને સંત દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે; એવી નિષ્ઠાએ સહિત સત્સંગ એ જ શુદ્ધભાવે સત્સંગ. તે થાય ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ થઈ જાય. એવા એકાંતિક પુરુષ મળે તો જ એવો ધર્મ સિદ્ધ થાય. માટે ઓળખીને ભજન કરી લેવું.”
[યોગીવાણી: ૩/૧૪]