॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૫: પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું

નિરૂપણ

બ્રાહ્મીસ્થિતિની અલમસ્તાઈથી તા. ૧૧/૨ના રોજ ગઢડા અંત્ય પ્રકરણના ૩પમાં વચનામૃત પર કથામૃત રેલાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું:

“ભગવાન અને સંત આગળ સરળ રહીએ, તે કહે તેમ કરી નાંખીએ તો સુખ મળે. સાપ બધે વાંકો ચાલે પણ દરમાં સીધો થઈ જાય. ત્યાં વાંકો ચાલે તો છોલાય ને કીડીઓ વળગી પડે. તેમ બીજે વાંકા-ચૂંકા ચાલીએ તો ચાલે પણ જેની પાસે મોક્ષ લેવો છે તેની આગળ સીધા ચાલવું. સરળતા રાખી કામ કરવું. જે સેવા સોંપે તે કરીને રાજી કરવા. હજારો સંત આગળ સરળ કેમ થવું? પણ એક સત્પુરુષની આગળ સરળ વર્તે તો બધાની આગળ વર્તાય. અંગ પાડી દીધું હોય તો બધે થવાય. સરળતા હોય તો ભજનનું સુખ આવે. ‘આ મૂકી દો, આ કરો’ તો તેમ કરે, જો મોક્ષનો ખપ હોય તો! સરળ વર્તવાનો સ્વભાવ છે તેને દુઃખ ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૨૩]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase