share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૨૩ થી ૨૩

એક હરિજને પ્રશ્ન પૂછ્યો જે, “ગોલોકને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે, તે કેમ સમજવું?” પછી સ્વામી બોલ્યા જે, “જેની જેવી સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય. તેમાં કેટલાકે તો બદરિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો વૈકુંઠલોકને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય, પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે.” તે ઉપર પ્રથમનું ૬૩ ત્રેસઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “જુઓને, મહારાજ લખી ગયા છે કે, જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય ને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય ને સાપને મધ્યે સમળા હોય તે મોટાી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય ને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશે મોટો જણાય; તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે; તેમ અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે. પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી. ને બીજા ધામની તો અવધિ કહી છે પણ અક્ષરધામની તો અવધિ કહી નથી, એ સિદ્ધાંત વાત છે.”

(૩/૨૩)

૧. ગુણાતીતાનંદ સ્વામીએ વચનામૃતના જે સંદર્ભને આધારે વાત કરી છે તે સંદર્ભ વચનામૃત વરતાલ ૧૮માં આ પ્રમાણે છે: “માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે.” આ વાક્ય વચનામૃતના પરથારામાં પહેલી લીટીમાં પણ જોવા મળે છે.

One devotee asked, “How should we understand the statement ‘Akshardham in the midst of Golok’ which is written in the scriptures of the Sampraday?”1 Swami answered, “Everyone believes the location of Akshardham as according to their understanding. Many believe Akshardham is Badrikashram. Many believe Akshardham is Shvetdwip. Many believe Akshardham is Vaikunth. Many believe Akshardham is Golok. However, whoever understands the greatness of Maharaj understands Akshardham as it is (thoroughly).”

Then, Swami had Vachanamrut Gadhada I-63 read and said, “Look! Maharaj has said, an ant appears larger amidst mosquitoes. A scorpion is larger amidst ants. A snake is larger amidst scorpions. A kite is larger amidst snakes. A bull is larger amidst kites. An elephant is larger amidst bulls. A mountain like Mount Girnar is larger amidst elephants. Mount Meru is larger amidst Mount Girnar. Mount Lokalok is larger amidst Mount Meru. Similarly, one should understand Akshardham amidst Golok. But one should not understand this as Mount Girnar existing within an elephant.2 And Girnar is considered [the largest] among infinite other mountains. Similarly, Meru is considered [the largest] among infinite other mountains. And Lokalok is considered [the largest] among infinite other mountains. Similarly, Akshardham is considered the [largest] among infinite other abodes. However, one should not understand Akshardham is included within Golok. And other abodes are described as having limits, but it is not mentioned that Akshardham has a limit. This is the principle.”

(3/23)

1. This statement is found in Vachanamrut Vartal 18 and in the Paratharo of the Vachanamrut.

2. With this analogy of an elephant and Girnar, Swami explains that ‘Akshardham in the midst of Golok’ should be interpreted as Akshardham being greater (in terms of size, divinity, etc.) compared to many Goloks instead of Akshardham existing within Golok.

Ek harijane prashna pūchhyo je, “Golokne madhye je Akṣhardhām chhe em sampradāynā granthmā lakhyu chhe, te kem samajavu?” Pachhī Swāmī bolyā je, “Jenī jevī samajaṇ hoy tyā teṇe Akṣhardhām mānyu hoy. Temā keṭlāke to Badrikāshramne Akṣhardhām mānyu hoy ne keṭlāke to Shvetdvīpne Akṣhardhām mānyu hoy ne keṭlāke to Vaikunṭhlokne Akṣhardhām mānyu hoy ne keṭlāke to Golokne Akṣhardhām mānyu hoy, paṇ jene Mahārājno mahimā jaṇāy chhe tene jem chhe tem Akṣhardhām samajāy chhe.” Te upar Prathamnu 63 Tresaṭhmu Vachanāmṛut vanchāvīne kahyu je, “Juone, Mahārāj lakhī gayā chhe ke, jem zīṇā machchhar hoy tene madhye kīḍī hoy te moṭī dekhāy ne kīḍīne madhye vīnchhī hoy te moṭo dekhāy ne vīnchhīne madhye sāp hoy te moṭo dekhāy ne sāpne madhye samaḷā hoy te moṭī dekhāy ne samaḷāne madhye pāḍo hoy te moṭo dekhāy ne pāḍāne madhye hāthī hoy te moṭo dekhāy ne hāthīne madhye Girnār jevo parvat hoy te moṭo dekhāy ne te parvatne madhye Meru parvat moṭo dekhāy ne te Meru jevā parvatne madhye Lokālok parvat te atishe moṭo jaṇāy; tem Golokne madhye Akṣhardhām chhe em samajavu. Paṇ kāī ek hāthīmā Girnār parvat āvī gayo em nathī ane bījā anant parvatne mūkīne Girnār parvatne gaṇyo chhe ne bījā anant parvatne mūkīne Meru parvatne gaṇyo chhe ne bījā anant parvatne mūkīne Lokālok parvatne gaṇyo chhe; tem anant dhāmne mūkīne Akṣhardhāmne kahyu chhe. Paṇ kāī Golokmā Akṣhardhām āvī gayu em nathī. Ne bījā dhāmnī to avadhi kahī chhe paṇ Akṣhardhāmnī to avadhi kahī nathī, e siddhānt vāt chhe.”

(3/23)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading