TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
Prakaran: ૨
Vat: ૨૩ to ૨૩
“બકરાં, ગાયું, ભેંસું ને ઊંટ એ સર્વે વાડામાં રહે પણ વાઘ હોય તે વાડામાં પુરાય નહિ, તેમ મુમુક્ષુ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહિ,” એમ મહારાજ કહેતા. અને મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહિ. ને મહારાજ કહેતા જે, “નાથ ભક્ત૧ બુદ્ધિવાળા છે ને દીવાનજી૨ મૂર્ખ છે.” ને વ્યવહાર છે તે તો તાજખાના૩ જેવો છે, તે તો સુધર્યો તો પણ બગડેલો જ છે, તેમાં કાંઈ સાર નથી. તે ઉપર સૂરતના ખાડાનું૪ દૃષ્ટાંત દીધું.
૧. મૂળ કણભા ગામના અને વડોદરામાં વસતા આ ભક્ત શાકબકાલું વેચતા ગરીબ હરિભક્ત હતા. તેમને શ્રીજીમહારાજમાં અનન્ય નિષ્ઠા હતી.
૨. વડોદરામાં ગાયકવાડી રાજ્યમાં દીવાનપદે પ્રખ્યાત થનાર વિઠ્ઠલરાવ દેવાજી. તેમને શ્રીજીમહારાજ પ્રત્યે દ્વેષબુદ્ધિ હતી. લૌકિક રીતે બુદ્ધિશાળી હોવા છતાં ઓળખવા જેવા છે તેમને જ ન ઓળખી શક્યા એટલે મૂર્ખ ઠર્યા.
૩. સંડાસ.
૪. પહેલાં સૂરતની પાયખાના-પદ્ધતિ ઘૃણા ઉપજાવે તેવી હતી. પતરાંની મળપેટીઓ ભરાતી રહે ને ફરી બદલાતી રહે; એટલે એ ખાડા કદી સાફ થાય જ નહીં.
“Goats, cows, bulls and camels will all stay in a pen but a tiger cannot be confined in a pen. Similarly, a genuine spiritual aspirant never stays bound to any worldly belief or material pleasures.” Maharaj used to say this. Should those who did not associate with Maharaj when he was present, and those who do not associate with the great Sadhu now, be understood as more wise? True intelligence is only that which is gained by learning from a great Sadhu and is useful in attaining moksha, otherwise, the rest is not intelligence.1 Maharaj used to say, “Nath Bhakta2 is wise and Diwanji3 is foolish.”
2. Nath Bhakta of Kanbha (district: Ahmedabad) was a devotee of Shriji Maharaj. He lived in Vadodara and sold vegetables to make a living.
3. Diwanji (Vitthal Rao Devaji) was the Diwan under three ruling dynasties – Sindhia, Gaekwad and Holkar. He was needlessly hostile to Maharaj and his followers. And he behaved with great animosity towards Maharaj and his devotees. Therefore, although he was intelligent, he proved to be foolish.
“Bakarā, gāyu, bhesu ne ūnṭ e sarve vāḍāmā rahe paṇ vāgh hoy te vāḍāmā purāy nahi, tem mumukṣhu hoy te koī matmā ke viṣhaymā bandhāī rahe nahi,” em Mahārāj kahetā. Ane Mahārāj virājtā tyāre paṇ jeṇe samāgam karyo nathī ne āj paṇ je Moṭā Santno samāgam nathī karatā, tene shu vadhu buddhivāḷā samajavā? Māṭe buddhi to eṭalī ja je, Moṭā Sādhuthī shīkhe ne mokṣhanā kāmmā āve, bākī buddhi nahi. Ne Mahārāj kahetā je, “Nāth Bhakta1 buddhivāḷā chhe ne Dīvānjī2 mūrkh chhe.” Ne vyavahār chhe te to tājkhānā3 jevo chhe, te to sudharyo to paṇ bagaḍelo ja chhe, temā kāī sār nathī. Te upar Sūratnā khāḍānu4 draṣhṭānt dīdhu.
1. Mūḷ Kaṇabhā gāmnā ane Vaḍodarāmā vasatā ā bhakta shākbakālu vechatā garīb haribhakta hatā. Temne Shrījī Mahārājmā ananya niṣhṭhā hatī.
2. Vaḍodarāmā gāyakvāḍī rājyamā dīvānpade prakhyāt thanār Viṭhṭhalrāv Devājī. Temne Shrījī Mahārāj pratye dveṣh-buddhi hatī. Laukik rīte buddhishāḷī hovā chhatā oḷakhavā jevā chhe temne ja na oḷakhī shakyā eṭale mūrkha ṭharyā.
3. Sanḍās.
4. Pahelā Sūratnī pāykhānā-paddhati ghṛuṇā upajāve tevī hatī. Patarānī maḷpeṭīo bharātī rahe ne farī badlātī rahe; eṭale e khāḍā kadī sāf thāy ja nahī.