share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૪

Vat: ૬૦ to ૬૦

સમાધિથી નિર્ગુણ ન થયા ને જ્ઞાનથી નિર્ગુણ થયા ત્યારે ચતુર્ભુજદાસજીએ પૂછ્યું જે, “સંતને ને ગૃહસ્થને સરખા નિર્ગુણ કેમ કહ્યા?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “એક તો નાગો બાવો હોય તેને સમુદ્ર તરવો હોય ને ઉચાળાવાળાને પણ સમુદ્ર તરવો હોય તો બેયને વહાણનું કામ પડે, મરને કૌપીન પણ ન પે’રતો હોય પણ સમુદ્ર તરાય નહિ. માટે વહાણમાં નાગો બાવો બેસે ને ઉચાળાવાળો ગૃહસ્થ બેસે, તેને તો બાયડી હોય, છોકરાં હોય, ભેંસ હોય, રેંટિયો હોય, તે બધુંય સમુદ્ર બરાબર તરે. ને તે વિના તો દ્રવ્યને અડતા ન હોય, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળતા હોય, ને મહાત્યાગી હોય પણ ભગવાન ન મળ્યા હોય તો તેનું કલ્યાણ ન થાય ને માયાને ન તરે ને ગૃહસ્થનું કલ્યાણ થાય ને માયાને તરે.” પછી મધ્યનું અગિયારનું વચનામૃત વંચાવીને વાત કરી જે, “ગૃહસ્થમાત્ર આ વચનામૃત સમજે તો અંતરે શાંતિ રહે ને આ વાત અટપટી છે.” ત્યાં દૃષ્ટાંત દીધું જે, “ભોગાવાની રેતીમાં ચૈત્ર મહિનાના તાપમાં ઢૂંઢિયો બેઠો હોય તેને દેખીને એમ જાણે જે આનું કલ્યાણ થાશે પણ એનું કલ્યાણ નહિ થાય, ને ગૃહસ્થ હોય તેને બાયડી હોય, આઠ છોકરાં હોય, સોળ હળ હોય, સોળ ભેંશું હોય, એ આદિક હોય, તેને દેખીને એમ જાણે જે આનું કલ્યાણ નહિ થાય, પણ તેને ભગવાન મળ્યા છે તો એ બધાયનો મોક્ષ થાશે. આ વાત તો જેમ કોઈકને ઘી ખાધાથી રોગ થયો હોય ને પાછો ઘી ખવરાવીને મટાડે તેવી છે. તે બીજાને સમજાય નહિ, મહારાજને જ સમજાય, ને એ પ્રશ્નનો ઉત્તર પણ મહારાજથી જ થાય, બીજાથી થાય નહિ. એના એ રજોગુણ, તમોગુણ ને સત્ત્વગુણ તેથી નર્કમાં જવાય ને એના એ ગુણથી મોક્ષ થાય.” તે ઉપર શ્લોક બોલ્યા જે, “આમયો યેન ભુતાનાં ॥”

પ્રાપ્તિનો મહિમા (32.21) / (૪/૬૦)

૧. ઘરવખરીવાળા ગૃહસ્થને.

૨. ભલેને.

૩. એક પ્રકારના જૈન સાધુ.

૪. હે સદાચારી વ્યાસ! પ્રાણીઓને જે પદાર્થના અયોગ્ય સેવનથી રોગ થાય છે, તે જ પદાર્થ જો શુદ્ધ કરીને યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે સેવન કરાય તો તે જ પદાર્થ તે રોગને દૂર કરે છે. તેવી જ રીતે કર્મ મનુષ્યોના સંસારના કારણ બનતાં હોવા છતાં તે જ કર્મ અનાસક્ત ભાવે ઈશ્વરાર્પણ ભાવથી કરાય તો તેની નિવૃત્તિ થઈ શકે છે. (ભાગવત: ૧/૫/૩૩-૩૪)

People do not become free of desires through samādhi, but they become free of desires through spiritual knowledge. Then Chaturbhujdāsji asked, “Why are both a sadhu and a householder described as being equally free from desires?” Then Swami replied, “If a naked ascetic and a householder with all his possessions want to cross the ocean, then both will need a ship. Even though the ascetic is not even wearing a loincloth, it is not possible for him to swim across the ocean. Therefore, both the ascetic and the householder with all his possessions sit in the ship. The householder has his wife, children, buffalo, spinning wheel with him – and all will cross the ocean safely. But, without this ship, even one who does not touch money, observes eight-fold brahmacharya, and is a great renunciant but has not met God, does not attain liberation and does not cross māyā; whereas the householder attains liberation and crosses māyā.” Then, after having Vachanamrut Gadhada II-11 read, Swami said, “If all householders understand this Vachanamrut, they will remain at peace within. But this talk is difficult to understand.” Then he gave an example, “On seeing a householder who has a wife, eight children, sixteen ploughs, sixteen buffaloes and other things, one feels that he will not attain liberation, but he has met God so he and everyone with him will attain moksha. This talk is just like one who has become ill by eating ghee and is cured by again eating ghee. Others cannot understand it, only Maharaj can understand it. And the answer to this question can only be given by Maharaj, but not by anybody else. The very same qualities of rajogun, tamogun and sattvagun by which one goes to hell are the same qualities by which moksha is also attained. To illustrate, he quoted the shlok, “Āmayo yena bhutānām!”1

Glory of Attainment (32.21) / (4/60)

1. O Observer of Pious Vows (Vyās)! Does not that same (food, e.g. ghee) which causes illness in beings – if purified and prescribed by a qualified doctor – cure that illness? Similarly, then, if all of one’s karmas – which (normally) cause one to pass through births and deaths – are offered to God instead, those same karmas are destroyed (i.e. are no longer capable of causing births and deaths, but instead, lead to one’s liberation). - Shrimad Bhagvat: 1.5.33-34

Samādhithī nirguṇ na thayā ne gnānthī nirguṇ thayā tyāre Chaturbhujdāsjīe pūchhyu je, “Santne ne gṛuhasthne sarakhā nirguṇ kem kahyā?” Tyāre Swāmīe uttar karyo je, “Ek to nāgo bāvo hoy tene samudra taravo hoy ne uchāḷāvāḷāne1 paṇ samudra taravo hoy to beyne vahāṇnu kām paḍe, marane2 kaupīn paṇ na pe’rato hoy paṇ samudra tarāy nahi. Māṭe vahāṇmā nāgo bāvo bese ne uchāḷāvāḷo gṛuhasth bese, tene to bāyḍī hoy, chhokarā hoy, bhes hoy, renṭiyo hoy, te badhuy samudra barābar tare. Ne te vinā to dravyane aḍatā na hoy, aṣhṭ prakārnu brahmacharya pāḷatā hoy, ne mahātyāgī hoy paṇ Bhagwān na maḷyā hoy to tenu kalyāṇ na thāy ne māyāne na tare ne gṛuhasthnu kalyāṇ thāy ne māyāne tare.” Pachhī Madhyanu Agiyārnu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Gṛuhasthamātra ā Vachanāmṛut samaje to antare shānti rahe ne ā vāt aṭpaṭī chhe.” Tyā draṣhṭānt dīdhu je, “Bhogāvānī retīmā chaitra mahinānā tāpmā ḍhūnḍhiyo3 beṭho hoy tene dekhīne em jāṇe je ānu kalyāṇ thāshe paṇ enu kalyāṇ nahi thāy, ne gṛuhasth hoy tene bāyḍī hoy, āṭh chhokarā hoy, soḷ haḷ hoy, soḷ bheshu hoy, e ādik hoy, tene dekhīne em jāṇe je ānu kalyāṇ nahi thāy, paṇ tene Bhagwān maḷyā chhe to e badhāyno mokṣha thāshe. Ā vāt to jem koīkne ghī khādhāthī rog thayo hoy ne pāchho ghī khavarāvīne maṭāḍe tevī chhe. Te bījāne samajāy nahi, Mahārājne ja samajāy, ne e prashnano uttar paṇ Mahārājthī ja thāy, bījāthī thāy nahi. Enā e rajoguṇ, tamoguṇ ne sattvaguṇ tethī narkamā javāy ne enā e guṇthī mokṣha thāy.” Te upar shlok bolyā je, “Āmayo yen bhutānām ||”4

Glory of Attainment (32.21) / (4/60)

1. Gharvakharīvāḷā gṛuhasthne.

2. Bhalene.

3. Ek prakārnā Jain sādhu.

4. He sadāchārī Vyās! Prāṇīone je padārthnā ayogya sevanthī rog thāy chhe, te ja padārth jo shuddha karīne yogya pramāṇmā yogya rīte sevan karāy to te ja padārtha te rogne dūr kare chhe. Tevī ja rīte karma manuṣhyonā sansārnā kāraṇ banatā hovā chhatā te ja karma anāsakta bhāve Īshvarārpaṇ bhāvthī karāy to tenī nivṛutti thaī shake chhe. (Bhāgwat: 1/5/33-34)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading