share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૬

Vat: ૨૮ to ૨૮

કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઇચ્છશો મા ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છે, માટે એમાં કાંઈ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણિયે પરદેશમાં જઈને કરોડ્ય સોનાનાં રાળ ભેળાં કર્યાં ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું. ત્યારે વાણિયો કહે, “અહો! થયું ને માથે.” પણ પછી કહે, “જન્મ્યા ત્યારે એ ક્યાં હતાં?” તેમ જ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે જે, “કાંઈ નહીં, મુજ કુ રસ્સા પાયા જ નો’તા,” એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઈના વચનામૃતમાં પણ કહ્યું છે જે, “ઘરમાં દસ માણસ હોઈએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે?” માટે એમ સમજવું.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.46) / (૬/૨૮)

૧. અગાઉના વખતમાં સોનામહોર જેવું ચલણી નાણું; એક સિક્કો. દીવના પોર્ટુગીઝોના આ સિક્કાની પ્રતિષ્ઠા ઊંચી હતી.

૨. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૦.

Please be sensible and do not wish for powers, and if they are attained, then one is likely to do anything. So, there is no value in this. What is meant by remaining poised in times of adverse circumstances? Swami said, “When wealth is lost, one’s son dies or one cannot find food to eat, then at such times understanding helps. Once, a businessman went abroad and returned with a ship full of ten million gold coins. When he placed his foot on the plank leading to the shore to disembark, the ship sank. Then the businessman said, ‘Oh! What a misfortune.’ But then he reasoned, ‘When I was born, did I have any gold?’ Similarly, a mendicant found a rope while walking on the road. He kept it on his shoulder, but it slipped off. Then, after he had walked a little distance, he realized it fell. Then he said, ‘Never mind. Mujku rassā pāyā ja no’tā – I never had the rope in the first place.’ Thus, think in this way and remain happy. Also, in the Kakabhai’s Vachanamrut (Gadhada I-70) it is said that if there are ten people in the house and all of them are destined to die, but then if one of them is saved, is that too little? Thus, understand in this way.”

Spiritual Wisdom-Understanding-Ignorance (26.46) / (6/28)

Koī aishvaryne bhalā thaīne ichchhasho mā ne jo āve to āpaṇe kāīk karī nākhīe em chhe, māṭe emā kāī māl nathī. Desh-kāḷe sthiti rākhavī, te shu? To dravya gayu ke dīkaro deh mūkī gayo ke khāvā anna na maḷyu to temā samajaṇ kām āve chhe. Te ek vāṇiye pardeshmā jaīne karoḍya sonānā rāḷ1 bheḷā karyā ne vahāṇ bharīne āvyo. Teṇe kānṭhe ūtarvā pāṭiyā upar pag dīdho ke vahāṇ būḍyu. Tyāre vāṇiyo kahe, “Aho! Thayu ne māthe.” Paṇ pachhī kahe, “Janmyā tyāre e kyā hatā?” Tem ja ek fakīrne rastāmā chālatā doraḍu maḷyu. Te teṇe khabhe nākhyu hatu paṇ te pāchhu paḍī gayu. Pachhī thoḍok chālyo tyāre khabar paḍī. Tyāre kahe je, “Kāī nahī, muj ku rassā pāyā ja no’tā,” em vichārīne ānandmā rahevu. Vaḷī, Kākābhāīnā Vachanāmṛutmā2 paṇ kahyu chhe je, “Gharmā das māṇas hoīe ne te sarve maravānā hoy, temāthī ek bache to shu thoḍo chhe?” Māṭe em samajavu.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.46) / (6/28)

1. Agāunā vakhatmā sonāmahor jevu chalaṇī nāṇu; ek sikko. Dīvanā Porṭugīzonā ā sikkānī pratiṣhṭhā ūnchī hatī.

2. Vachanāmṛut Gaḍhaḍā Pratham Prakaraṇ 70.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading