share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૬

Vat: ૩૨ to ૩૨

મહારાજે પ્રથમ નિત્યાનંદ સ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહેલ. તે જ્યારે સત્સંગિજીવન કર્યો ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો. તેમાં શ્રીકૃષ્ણની ઉપમા દેવા માંડી. ત્યારે સ્વામી કહે જે, “બાદશાહને કાંઈ ચાકરની ઉપમા દેવાય? ન દેવાય.” એવી રીતે સાત દિવસ લગણ કજિયો ચાલ્યો. ત્યારે મહારાજ કહે, “એમ જ લખાય, તમે શું જાણો?” ને કેટલુંક ખીજ્યા તો પણ ન માન્યું ને કહ્યું જે, “ચરિત્ર મેળવો, જે મહારાજે કીધાં છે તે તેણે કીધાં છે?” એમ કેટલુંક થયું ને એકલા કાઢ્યા ને મહારાજ પણ બીજા સાધુ ભેળા ભળી ગયા, તો પણ ન માન્યું. પછી મહારાજે કહ્યું જે, “અમારો રહસ્ય આ સાધુ જાણે છે.” એમ કહીને નિત્યાનંદ સ્વામીને હાર આપ્યો. ને સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, “જો અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.” પછી સ્વામી કહે, મુને પણ મહારાજે કહ્યું હતું. ને ખરડામાંથી પણ જાણ્યું. ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી. ત્યારે સાધુ સૌ કહે, “તુને કોણે કહ્યું છે જે, તું કહે છે?” ત્યારે મેં કહ્યું જે, “સ્વામિનારાયણે કહ્યું છે. બીજો કોણ કહેશે?” ને મહારાજે મધ્યના નવમા વચનામૃતમાં, સાંખ્યાદિકનામાં, તેજનામાં ને લોયાના ચૌદનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે.

(૬/૩૨)

Maharaj revealed his supremacy that he is Purushottam first to Nityanand Swami. When the Satsangijivan was being written, the topic of upāsanā was brought up for discussion. In the scripture, [Maharaj] was referred to as Shri Krishna. Nityanand Swami said, “How can a king be referred to as a servant? One cannot.” For seven days, the argument ensued. Even Maharaj went against Nityanand Swami and said, “That is how it should be written. What do you know?” No matter how much Maharaj rebuked, Nityanand Swami would not budge (in proclaiming Maharaj as Purushottam) and said, “Compare the divine incidents. Did the other avatārs perform divine incidents equal to Maharaj?” They even cast Nityanand Swami out and Maharaj sided with the other sadhus, but Nityanand Swami did not give up his belief. Finally, Maharaj said, “This sadhu knows the secret (of my supremacy).” Maharaj garlanded Nityanand Swami.

Then, Swami said, “Maharaj told Gopalanand Swami in his dream, ‘If you do not spread the knowledge that I am Purushottam [i.e. that He is distinct from the other avatārs and is sarvopari], then I will keep you in your current body for one thousand years.’” Then Swami said, “Maharaj had also told me [that He is sarvopari]; I realized it from [reading] Maharaj’s old documents, and knew it even before that. When I openly spoke in the sabhā, the sadhus questioned, ‘Who told you this?’ I replied, ‘Swaminarayan told me. Who else will tell me?’ Maharaj has said this in Gadhada II-9, Gadhada III-38, Gadhada II-13, Loya-14, etc.”

(6/32)

Mahārāje pratham Nityānand Swāmīne potānu Puruṣhottampaṇu kahel. Te jyāre Satsangijīvan karyo tyāre upāsanāno prasang nākhyo. Temā Shrī Kṛuṣhṇanī upamā devā mānḍī. Tyāre Swāmī kahe je, “Bādshāhne kāī chākarnī upamā devāy? Na devāy.” Evī rīte sāt divas lagaṇ kajiyo chālyo. Tyāre Mahārāj kahe, “Em ja lakhāy, tame shu jāṇo?” Ne keṭluk khījyā to paṇ na mānyu ne kahyu je, “Charitra meḷavo, je Mahārāje kīdhā chhe1 te teṇe kīdhā chhe?” Em keṭluk thayu ne ekalā kāḍhyā ne Mahārāj paṇ bījā sādhu bheḷā bhaḷī gayā, to paṇ na mānyu. Pachhī Mahārāje kahyu je, “Amāro rahasya ā sādhu jāṇe chhe.” Em kahīne Nityānand Swāmīne hār āpyo. Ne swapnamā Gopāḷānand Swāmīne Mahārāje kahyu je, “Jo amāru Puruṣhottampaṇu nahī pravartāvo, to ā ne ā dehmā hajār varṣha sudhī rākhashu.” Pachhī Swāmī kahe, mune paṇ Mahārāje kahyu hatu. Ne Kharḍāmāthī paṇ jāṇyu. Ne moryathī paṇ jāṇatā hatā. Te me ughāḍī vāt sabhāmā karavā mānḍī. Tyāre sādhu sau kahe, “Tune koṇe kahyu chhe je, tu kahe chhe?” Tyāre me kahyu je, “Swāminārāyaṇe kahyu chhe. Bījo koṇ kaheshe?” Ne Mahārāje Madhyanā Navmā Vachanāmṛutmā, Sānkhyādiknāmā2, Tejnāmā3 ne Loyānā Chaudnāmā e ādik ghaṇākmā kahyu chhe.

(6/32)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading