share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૬

Vat: ૯૭ to ૯૭

“આત્મારૂપ થાવું, તેમાં ઉત્તમ ભોગને વિષે રાગ છે એ પણ વિઘ્ન છે. વૈરાગ્ય, ધર્મ, માહાત્મ્યે સહિત ભક્તિ ને આત્મનિષ્ઠા એ સમજ્યે જ છૂટકો છે અને મહારાજ કહે, ‘નાહી-ધોઈને પૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’ પણ આપણને એમ સમજાતું નથી.” તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે પ્રમાણે કરવું ને બધા વચનામૃતમાં કહેતા તો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોય વાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે, તે પ્રમાણે સમજવું. ને ઉપરથી ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરવું, તે કંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું; જ્યાં થાય ત્યાં કરવું ને જોતે જોતે ભગવાન સામું જોઈ રહેવું, તે દેખાશે, જેમ ચકમક પાડે ત્યારે માંહી અગ્નિ છે તે ઓલ્યા સૂતરમાં આવે છે,” એમ દૃષ્ટાંત દીધું.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.47) / (૬/૯૭)

૧. પહેલાના વખતમાં અગ્નિ પેટાવવા ચકમક નામના બે પથ્થરને ઘસવામાં આવતા. તેમાંથી તણખા ઝરે. તે એકાદ તણખો રૂ કે સૂતરને લાગી જાય તો અગ્નિ ચેતી જતો.

Become ātmārup. In this, desires for the best material pleasures are also an obstacle. There is no alternative but to practice detachment, dharma, devotion with an understanding of God’s glory and ātmā-realization. And Maharaj says one should offer worship after bathing and washing1 but not when one is unclean. But we do not understand this. On this, he had Vachanamrut Ahmedabad-2 read and said, “Do like that and in all the Vachanamruts Maharaj has talked of the Sadhu, Purushottam and ātmā-realization. Just as a thread follows the needle, similarly, he has described the essence. Understand in the way he has explained; and on top of this, chant ‘Swaminarayan, Swaminarayan’ with deep devotion. Wherever it can be chanted, chant it and keep looking at God and you will see him. Just as when two stones are rubbed and the fire within them lights the string.”

Atmanishtha-Brahmarup (29.47) / (6/97)

1. ‘Offer worship after bathing and washing’ means that one should offer devotion to God, free from the dirt of material desires (Vachanamrut Ahmedabad-2).

"Ātmārūp thāvu, temā uttam bhogne viṣhe rāg chhe e paṇ vighna chhe. Vairāgya, dharma, māhātmye sahit bhakti ne ātmaniṣhṭhā e samajye ja chhūṭako chhe ane Mahārāj kahe, 'Nāhī-dhoīne pūjā karavī paṇ maḷmūtra bharyā na karavī,' paṇ āpaṇne em samajātu nathī." Te upar Amdāvādnu Bīju Vachanāmṛut vanchāvyu ne kahyu je, "Te pramāṇe karavu ne badhā Vachanāmṛutmā kahetā to gayā chhe je, Sādhu, Puruṣhottam ne ātmaniṣhṭhā jem soy vānse doro sonsaro chālyo āve tem rahasya kahetā āvyā chhe, te pramāṇe samajavu. Ne uparthī Swāminārāyaṇ, Swāminārāyaṇ bhajan karavu, te kanṭhmā karavu, hṛudaymā karavu ne jīvmā karavu; jyā thāy tyā karavu ne jote jote Bhagwān sāmu joī rahevu, te dekhāshe, jem chakmak pāḍe tyāre māhī agni chhe te olyā sūtarmā āve chhe,"1 em draṣhṭānt dīdhu.

Atmanishtha-Brahmarup (29.47) / (6/97)

1. Pahelānā vakhatmā agni peṭāvavā chakmak nāmnā be paththarne ghasavāmā āvatā. Temāthī taṇakhā zare. Te ekād taṇakho rū ke sūtarne lāgī jāy to agni chetī jato.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading