share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૧૦૯ થી ૧૦૯

મહારાજે તેરેથી કાગળ લખાવ્યો જે, “વરસ દહાડામાં એક મહિનો સર્વે સાધુ-સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતું સાંભળવી ને બાઇયું સૌને મોટી ડોસિયુંની વાતું સાંભળવી. ને જે એમ નહિ કરે તેને વિઘ્ન થાશે ને સંસારનું બંધન થાશે.” તે સંસારનું બંધન તો શું? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો.

કથા-વાર્તા (17.25) / (૨/૧૦૯)

૧. અમદાવાદ દેશના મુમુક્ષુ સંત. એક વાર ગોપાળાનંદ સ્વામી અમદાવાદમાં પધાર્યા. આ સંતે એમનો સમાગમ કર્યો. જ્ઞાનનાં પડળ ખૂલી ગયાં. મનુષ્યદેહે કરીને મોક્ષ પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કરી ગોપાળાનંદ સ્વામી સાથે જવા તૈયાર થયા. અયોધ્યાપ્રસાદજી આચાર્ય મહારાજને તેનાં ખબર મળ્યાં તેમણે સર્વનિવાસાનંદ સ્વામીને રોક્યા ને લાલચ આપી કે, “તમને મહારાજનાં વીસ જોડ ચરણારવિંદ આપું ને અમદાવાદ મંદિરના મહંત બનાવું. તમે રહો. અહીં શી ખોટ છે!” તેઓ કહે, “અહીં બધું છે પણ ગોપાળાનંદ સ્વામી નથી, મારે તેમનો સમાગમ કરવો છે.” એમ મહોબત મૂકીને એમણે સમાગમ કરેલો. તેમણે ગુણાતીતાનંદ સ્વામીને કહેલું કે, “ઓલ્યા દેશમાં રહ્યો હોત તો કલ્યાણ રહી જાત.”

Maharaj had a letter written from Tera village: “Every year, all sadhus and satsangis should listen to Muktanand Swami’s discourses for one month. And all women (devotees) should listen to the talks of the senior women. And those who do not follow this advice will face obstacles and will be bound to this world.” And what is bondage to the world? Sarvanivasanand Swami1 overcame an infinite times more bondage and associated with a great Sadhu.

Spiritual Discourses and Discussions (17.25) / (2/109)

1. A sincere sadhu who lived in Ahmedabad. Once, Gopalanand Swami visited Ahmedabad. By listening to Gopalanand Swami’s talks, Sarvanivasanand Swami realized that the aim of human life was to attain moksha. With this resolve, he prepared to leave with Gopalanand Swami. When Acharya Ayodhyaprasadji Maharaj found out, he tried to stop him by offering him 20 sets of Shriji Maharaj’s sanctified holy footprints and the post of Mahant (head) of Ahmedabad mandir. But Sarvanivasanand Swami refused, saying, “There is everything here, but no Gopalanand Swami.” He had told Gunatitanand Swami, “If I had stayed there, I would not have attained moksha.” He was able to do this because he regularly listened to spiritual discourses.

Mahārāje Terethī kāgaḷ lakhāvyo je, “Varas dahāḍāmā ek mahino sarve sādhu-satsangīne Muktānand Swāmīnī vātu sāmbhaḷavī ne bāiyu saune moṭī ḍosiyunī vātu sāmbhaḷavī. Ne je em nahi kare tene vighn thāshe ne sansārnu bandhan thāshe.” Te sansārnu bandhan to shu? Paṇ te karatā anantgaṇu bandhan kāpīne Sarvanivāsānand Swāmīe1 moṭāno samāgam karyo.

Spiritual Discourses and Discussions (17.25) / (2/109)

1. Amadāvād deshnā mumukṣhu sant. Ek vār Gopāḷānand Swāmī Amadāvādmā padhāryā. Ā sante emano samāgam karyo. Gnānnā paḍaḷ khūlī gayā. Manuṣhya dehe karīne mokṣha prāpta karī levāno nishchay karī Gopāḷānand Swāmī sāthe javā taiyār thayā. Ayodhyāprasādjī Āchārya Mahārājne tenā khabar maḷyā temaṇe Sarvanivāsānand Swāmīne rokyā ne lālach āpī ke, “Tamane Mahārājnā vīs joḍ charaṇārvind āpu ne Amadāvād Mandirnā mahant banāvu. Tame raho. Ahī shī khoṭ chhe!” Teo kahe, “Ahī badhu chhe paṇ Gopāḷānand Swāmī nathī, māre temano samāgam karavo chhe.” Em mahobat mūkīne emaṇe samāgam karelo. Temaṇe Guṇātītānand Swāmīne kahelu ke, “Olyā deshmā rahyo hot to kalyāṇ rahī jāt.”

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading