share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૧૧ થી ૧૧

એક વખત ગામ જાળિયામાં શ્રીજીમહારાજ બહુ વાર પોઢીને જાગ્યા. પછી સર્વે સંતે પૂછ્યું જે, “હે મહારાજ! આજ તો તમે બહુ પોઢી રહ્યા!” ત્યારે મહારાજ બોલ્યા જે, “તમે બહુ તપ કર્યું તે અમે રાજી થયા. માટે આજ તો તમારા સારુ અમે ધામ જોવા ગયા હતા. તે પ્રથમ તો અમે બદરિકાશ્રમમાં ગયા, તે બદરિકાશ્રમવાસીએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા. પછી અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ! આ ધામ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમ જણાણું જે, આવો તો ચરોતર છે, કેમ જે, કોઠાં, બોરાં ત્યાં પણ મળે છે. પછી અમે ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા, ને ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા. પછી અમને કહ્યું જે, ‘હે મહારાજ! બહુ દયા કરીને દર્શન દીધાં.’ પછી અમે તેને કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ! આ ધામ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને જણાણું જે, સ્થાન તો બહુ સારું, પણ પ્રભુ ભજવાનું સુખ જણાણું નહિ. શા માટે જે, ક્ષીરસમુદ્ર એક કોરે હડુડ્યા કરે છે, તેને જોઈને અમે ચાલી નીસર્યા તે વૈકુંઠલોકમાં ગયા. પછી વૈકુંઠવાસી જે રામચંદ્રજી તેમણે અમારી પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હે મહારાજ! આ ધામ તમારું છે, માટે અહીં સાધુને રાખો.’ પછી અમને એમાં કાંઈ સારું જણાણું નહિ, કેમ જે, ચાર ભુજા ને સ્ત્રિયુંનો પ્રસંગ તે ઠીક નહિ. પછી ત્યાંથી અમે ગોલોકમાં ગયા. પછી ત્યાંના વાસી જે શ્રીકૃષ્ણ તેણે અમારી પૂજા, આરતી અને સ્તુતિ કરી અને બેઠા. પછી તેમને કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હે મહારાજ! આ ધામ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમાં પણ કાંઈ સારું જણાણું નહિ. કેમ જે, ગોપ, ગોપિયું ને ગાયું તેને જોઈને પ્રભુ ભજાય નહિ અને કેટલીક જાતનો ગડબડાટ તેને જોઈને અમે ચાલી નીસર્યા, તે પ્રકૃતિપુરુષના લોકમાં ગયા. તે લોક જોઈને બહુ રાજી થયા જે, ‘આંહીં સાધુને રાખીએ.’ ત્યાં તો પુરુષ ને પ્રકૃતિ દેખાણાં. તેને જોઈને અમે પ્રકૃતિને પૂછ્યું જે, ‘તું ધોળી કેમ છો ને પુરુષ કાળો કેમ છે?’ ત્યારે તેણે કહ્યું જે, ‘એ પુરુષ મારા સાથે જોડાણો તેણે કરીને મારામાં શ્યામતા હતી તે પુરુષમાં ગઈ ને પુરુષમાં રૂપ હતું તે મારામાં આવ્યું છે.’ પછી અમને એમ વિચાર થયો જે, ‘આંહીં સાધુને રાખવા નહિ, કેમ જે, માયા કાળા કરી નાખે.’ પછી અમે ચાલી નીસર્યા તે અક્ષરધામમાં ગયા. તે અક્ષરધામના મુક્તે દિવ્ય સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા, આરતી અને સ્તુતિ કરી ને બેઠા. પછી અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ ધામ જોવા આવ્યા છીએ.’ ત્યારે મુક્તે કહ્યું જે, ‘હે મહારાજ! આ ધામ જ તમારું છે અને અમે પણ તમારા જ છીએ, માટે સાધુને આંહીં રાખીને તમારી મૂર્તિનું સુખ આપો.’ પછી અમને એમ જણાણું જે, આ ધામ જેવું કોઈ ધામ નથી. માટે આંહીં સાધુને રાખવા એ જ ઠીક છે.”

(૩/૧૧)

૧. દૂધનો સાગર.

૨. અહીં રૂપક સમજવું.

Once, in the village Jāliyā, Shriji Maharaj slept for a long time. The sadhus asked, “O Maharaj! You slept for a long time.” Maharaj replied, “I am pleased by your extreme austerities. Therefore, I went to look for an abode for you all.

“I first went to Badrikashram. The residents of Badrikashram performed my puja, ārti, and stuti. Then, I said, ‘I am searching for a place for my sadhus.’ They said, ‘O Maharaj! This abode belongs to you, so keep your sadhus here.’ But it seemed to me that the region of Charotar is similar to this abode, because berries are also found there.

“Then, I went to Shvetdwip. The residents there also performed my puja, ārti, and stuti. They said, ‘O Maharaj! You showed great compassion by granting us your darshan.’ I replied, ‘I am searching for a place for my sadhus.’ They said, ‘O Maharaj! This abode belongs to you. Therefore, keep your sadhus here.’ However, it seemed that this place is not blissful for worshiping God, because the waves of Kshir-Sagar keeps crashing on one side.

“So I left and went to Vaikunth. There, Ramchandraji performed my puja, ārti, and stuti. I said, ‘I am searching for a place for my sadhus.’ He said, ‘O Maharaj! This abode belongs to you. Therefore, keep your sadhus here.’ However, I did not see anything good there, because they have four arms and the contact of women.

“I went to Golok from there. There, Shri Krishna performed my puja, ārti, and stuti. I said, ‘I have come searching for a place for my sadhus.’ He said, ‘O Maharaj! This abode belongs to you, so keep your sadhus here.’ I did not see anything good there either, because one cannot worship God seeing the cow herders and the cows.

“Seeing other disturbances, I left and went to the realm of Prakruti-Purush. I was pleased seeing this realm and thought, ‘I will keep my sadhus here.’ But then I saw Purush and Prakruti. I asked Prakruti, ‘Why are you fair and Purush dark?’ She said, ‘That Purush has united with me, so my darkness transferred to him and his beauty transferred to me.’1 Then, I thought, ‘I should not keep my sadhus here because māyā will turn them dark.’

“Lastly, I went to Akshardham. The muktas of Akshardham sat me on a divine throne, performed my puja, ārti, and stuti. I said to them, ‘I have come searching for a place for my sadhus.’ The muktas said, ‘O Maharaj! This abode belongs to you and we also belong to you. Therefore, keep your sadhus here and give them the bliss of your murti.’ Then, I thought, there is no abode like this abode. It is best to keep them here.”

(3/11)

1. This statement is to show the influence of māyā. Purush that unites with Prakruti is actually an akshar-mukta of Akshardham and he is not influenced by māyā, as according to Vachanamrut Gadhada II-31.

Ek vakhat gām Jāḷiyāmā Shrījī Mahārāj bahu vār poḍhīne jāgyā. Pachhī sarve sante pūchhyu je, “He Mahārāj! Āj to tame bahu poḍhī rahyā!” Tyāre Mahārāj bolyā je, “Tame bahu tap karyu te ame rājī thayā. Māṭe āj to tamārā sāru ame dhām jovā gayā hatā. Te pratham to ame Badrikāshrammā gayā, te Badrikāshramvāsīe amārī pūjā, āratī, stuti karīne beṭhā. Pachhī ame kahyu je, ‘Amārā sādhu sāru jāyagā jovā āvyā chhīe.’ Tyāre teṇe kahyu je, ‘He Mahārāj! Ā dhām tamāru chhe, māṭe āhī sādhune rākho.’ Pachhī amane em jaṇāṇu je, āvo to Charotar chhe, kem je, koṭhā, borā tyā paṇ maḷe chhe. Pachhī ame tyāthī Shvetdvīpmā gayā, ne tyānā vāsīe amane padharāvīne pūjā, āratī, stuti karīne beṭhā. Pachhī amane kahyu je, ‘He Mahārāj! Bahu dayā karīne darshan dīdhā.’ Pachhī ame tene kahyu je, ‘Amārā sādhu sāru jāyagā jovā āvyā chhīe.’ Tyāre teṇe kahyu je, ‘He Mahārāj! Ā dhām tamāru chhe, māṭe āhī sādhune rākho.’ Pachhī amane jaṇāṇu je, sthān to bahu sāru, paṇ Prabhu bhajavānu sukh jaṇāṇu nahi. Shā māṭe je, Kṣhīrsamudra1 ek kore haḍuḍyā kare chhe, tene joīne ame chālī nīsaryā te Vaikunṭhlokmā gayā. Pachhī Vaikunṭhvāsī je Rāmchandrajī temaṇe amārī pūjā, āratī, stuti karī ne beṭhā. Pachhī ame kahyu je, ‘Amārā sādhu sāru jāyagā jovā āvyā chhīe.’ Tyāre temaṇe kahyu je, ‘He Mahārāj! Ā dhām tamāru chhe, māṭe ahī sādhune rākho.’ Pachhī amane emā kāī sāru jaṇāṇu nahi, kem je, chār bhujā ne striyuno prasang te ṭhīk nahi. Pachhī tyāthī ame Golokmā gayā. Pachhī tyānā vāsī je Shrī Kṛuṣhṇa teṇe amārī pūjā, āratī ane stuti karī ane beṭhā. Pachhī temane kahyu je, ‘Amārā sādhu sāru jāyagā jovā āvyā chhīe.’ Tyāre temaṇe kahyu je, ‘He Mahārāj! Ā dhām tamāru chhe, māṭe āhī sādhune rākho.’ Pachhī amane emā paṇ kāī sāru jaṇāṇu nahi. Kem je, Gop, Gopiyu ne gāyu tene joīne Prabhu bhajāy nahi ane keṭalīk jātno gaḍbaḍāṭ tene joīne ame chālī nīsaryā, te Prakṛuti-Puruṣhnā lokmā gayā. Te lok joīne bahu rājī thayā je, ‘Āhī sādhune rākhīe.’ Tyā to Puruṣh ne Prakṛuti dekhāṇā. Tene joīne ame Prakṛutine pūchhyu je,2 ‘Tu dhoḷī kem chho ne Puruṣh kāḷo kem chhe?’ Tyāre teṇe kahyu je, ‘E Puruṣh mārā sāthe joḍāṇo teṇe karīne mārāmā shyāmtā hatī te Puruṣhmā gaī ne Puruṣhmā rūp hatu te mārāmā āvyu chhe.’ Pachhī amane em vichār thayo je, ‘Āhī sādhune rākhavā nahi, kem je, māyā kāḷā karī nākhe.’ Pachhī ame chālī nīsaryā te Akṣhardhāmmā gayā. Te Akṣhardhāmnā mukte divya sinhāsan upar padharāvīne amārī pūjā, āratī ane stuti karī ne beṭhā. Pachhī ame kahyu je, ‘Amārā sādhu sāru dhām jovā āvyā chhīe.’ Tyāre mukte kahyu je, ‘He Mahārāj! Ā dhām ja tamāru chhe ane ame paṇ tamārā ja chhīe, māṭe sādhune āhī rākhīne tamārī mūrtinu sukh āpo.’ Pachhī amane em jaṇāṇu je, ā dhām jevu koī dhām nathī. Māṭe āhī sādhune rākhavā e ja ṭhīk chhe.”

(3/11)

1. Dūdhno sāgar.

2. Ahī rūpak samajavu.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading