TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૩
વાત: ૧૩ થી ૧૩
એક હરિજને ચાર-પાંચ વચનામૃત વાંચ્યાં, તે વચનામૃતનાં નામ, પ્રથમનું ત્રેવીસ ને મધ્યનું ત્રીસ ને પિસ્તાલીસ ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે, “આ વચનામૃત તો જાણે સાંભળ્યાં જ નહોતાં.” એમ કહીને બોલ્યા જે, “ફરીથી વાંચો.” ત્યારે ફરીથી વાંચ્યાં. ત્યારે સ્વામી બોલ્યા જે, “આ વચનામૃત સાંભળતાં એમ જાણાણું જે, કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય, કે ભગવાનનો પુત્ર હોય, કે ઈશ્વર હોય, કે નાના-મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી, કેમ જે, એ પણ મહારાજનો મત છે,” તે ઉપર મહારાજનો કહેલો શ્લોક બોલ્યા જે,
“નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા॥૧
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્॥૨
પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્॥૩
આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે।
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થં ભૂતગુણો હરિઃ॥”૪
એવા એવા ઘણાક શ્લોક બોલીને કહ્યું જે, “આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે.” પછી એક હરિજન સામું જોઈને બોલ્યા જે, “તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો, તો ભગવાન રહે.” એમ કહીને બોલ્યા જે, “આ મંદિર સારુ મૂર્તિયું લેવા ગયા ત્યારે સલાટે૫ કહ્યું જે, ‘કેવી મૂર્તિયું કાઢી આપું?’ ત્યારે સાધુએ કહ્યું, ‘આ નકશા પ્રમાણે કાઢી આપો.’ ત્યારે તે સલાટે કહ્યું જે, ‘લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિયું શોભે.’ પછી સાધુએ કહ્યું જે, ‘મંદિર પ્રમાણે જ મૂર્તિયું લેવા આવ્યા છીએ.’ ત્યારે કહે જે, ‘તો કાઢી આપું.’ પછી સલાટે મૂર્તિયું કાઢી આપીયું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું.” એમ કહીને ઊઠ્યા. પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે, “ખબડદાર સંકલ્પ કર્યા છે તો!” ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા! પછી તેને કહ્યું જે, “આમ નિરંતર રહેવાય તો સંશયગ્રંથિ, કર્મગ્રંથિ, ઇચ્છાગ્રંથિ, મમત્વગ્રંથિ ને અહંગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે.”૬
૧. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિષે કરવી. (શિક્ષાપત્રી: ૧૧૬)
૨. બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે. (ગીતા: ૧૮/૫૪)
૩. શુકદેવજી પરીક્ષિતને કહે છે, “જો કે હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું છતાં હે રાજર્ષિ! ઉત્તમ કીર્તિવાળી શ્રી ભગવાનની લીલા વડે મારું મન આકર્ષાય છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.” (ભાગવત: ૨/૧/૯)
૪. સૂત પુરાણી શૌનકને કહે છે, “મુનિઓ જો કે આત્મામાં જ આનંદ પામનાર હોય છે અને એમની અહંકારરૂપ ગાંઠ છૂટી ગઈ હોય છે; છતાં તેઓ ભગવાનને વિષે નિષ્કામ ભક્તિ તો કરે જ છે; કેમ કે શ્રીહરિ તેવા અલૌકિક ગુણોથી યુક્ત છે.” (ભાગવત: ૧/૭/૧૦)
૫. શિલ્પકાર, પથ્થર બેસારનાર.
૬. આ વાત ઘોઘાવદરને પાદર શંકરની દેરીએ કરેલી છે.
A devotee read five Vachanamruts, namely, Gadhada I-23, Gadhada II-30, Gadhada II-45, Ahmedabad-2 and Ahmedabad-3. Then, Swami sat up and said, “It is as if I had never heard these Vachanamruts.” With this, he said, “Read them again.” Then he (the devotee) read them again. Then Swami said, “Listening to these Vachanamruts, I have concluded that even after millions of years, without behaving in this way there is no final release. So, for us, there is no alternative but to do that way. Also, even if one is an āchārya, a son of God, an ishwar or some small or big deity, still there is no release without behaving in that way. Since, that is Maharaj’s belief.” Based on this, Swami recited some shloks quoted by Maharaj:
Nijātmānam brahmarupam dehatrayavilakshanam;
Vibhāvya tena kartavyā bhakti Krishnasya sarvadā.1
Brahmabhutah prasannātmā na shochati na kankshati;
Samaha sarveshu bhuteshu, madbhaktim labhate parām.2
Parinishthitopi nairgunye uttamashlokalilayā;
Gruhitachetā rājarshe ākhyānām yadadhitavān.3
Atmāramāshcha munayo nirgranthā apyurukrame;
Kurvantyahaitukim bhaktimittham bhutaguno Harihi.4
After reciting many such shloks, he said, “When one becomes like this, then God resides in one’s heart.” Then, looking at a devotee, he said, “You do have a murti, but without a mandir where will you install it? So, if you want to install God, then learn to prepare a mandir as described here, then God will stay.” Then he continued, “When the sadhus went to get the murtis for this mandir (Junagadh), the sculptor asked, ‘What type of murtis shall I make for you?’ Then the sadhus said, ‘Make them according to these designs.’ Then the sculptor said, ‘These murtis are suitable only for a mandir worth hundreds of thousands of rupees.’ Then the sadhus said, ‘We’ve come to take murtis in accordance with such a mandir.’ So the sculptor said, ‘Then I’ll make them.’ Then the sculptor sculpted the murtis. Similarly, without becoming brahmarup where will we install Purushottam? So, if you want to install Purushottam, you have to become brahmarup.” Having said this, he got up. Then he held a devotee’s wrist and while walking told him, “Beware, never have any (worldly) desires.” Then that devotee’s desires stopped. And Swami said, “If one can remain like this all the time, doubts, strong attachments to one’s karma, desires, affection for worldly relations, body-consciousness, etc. and countless other strong material bonds are destroyed and one can continually stay focused on God.”5
1. Identifying one’s self with Brahman, separate from the three bodies (gross, subtle and causal), one should offer devotion to God. - Shikshapatri 116
2. One who has attained the state of brahman is always happy, does not grieve or have any desires; he views everyone with equanimity and attains my supreme devotion. - Bhagvad Gita 18.54
3. Shukdevji says to Parikshit, “O king! I have attained the perfect state of nirgun brahman, yet my mind is drawn towards the divine episodes of God and so I have studied the epic Shrimad Bhagvat.” - Shrimad Bhagvat 2/1/9
4. Sut Purani tells Shaunak Rishi, “Even the sages who have overcome all attachments and experience the bliss of ātmā offer selfless devotion to God, since God is the source of all divine virtues.”
5. This talk was delivered near the shrine of Shivji in Ghoghavadar, a village near Gondal.
Ek harijane chār-pānch Vachanāmṛut vānchyā, te Vachanāmṛutnā nām, Prathamnu Trevīs ne Madhyanu Trīs ne Pistālīs ne Amdāvādnu Bīju ne Trīju. Tyāre Swāmī beṭhā thaīne bolyā je, “Ā Vachanāmṛut to jāṇe sāmbhaḷyā ja nahotā.” Em kahīne bolyā je, “Farīthī vāncho.” Tyāre farīthī vānchyā. Tyāre Swāmī bolyā je, “Ā Vachanāmṛut sāmbhaḷtā em jāṇāṇu je, koṭi kalp sudhī em karyā vinā chhūṭako nathī. Te āpaṇe to karyā vinā chhūṭako nathī, paṇ āchārya hoy, ke Bhagwānno putra hoy, ke īshvar hoy, ke nānā-moṭā bhagwān hoy, paṇ em karyā vinā chhūṭako nathī, kem je, e paṇ Mahārājno mat chhe,” te upar Mahārājno kahelo shlok bolyā je,
Nijātmānam brahmarūpam dehatrayavilakṣhaṇam;
Vibhāvya ten kartavyā bhaktihi Kṛuṣhṇasya sarvadā.1
Brahmabhūtah prasannātmā na shochati na kānkṣhati;
Samah sarveṣhu bhūteṣhu madbhaktim labhate parām.2
Pariniṣhṭhitopi nairguṇye uttam-shlok-līlayā;
Gṛuhītachetā rājarṣhe ākhyānam yadadhītavān.3
Ātmārāmāshcha munayo nirgranthā apyurukrame;
Kurvantyahaitukīm bhaktimittham bhūtaguṇo Harihi.4
Evā evā ghaṇāk shlok bolīne kahyu je, “Āvo thāy tyāre tenā hṛudaymā Bhagwān nivās karīne rahe chhe.” Pachhī ek harijan sāmu joīne bolyā je, “Tamāre mūrti to chhe, paṇ mandir vinā padharāvsho kyā? Māṭe Bhagwān padharāvavā hoy to āmā kahyu evu mandir karavā shīkho, to Bhagwān rahe.” Em kahīne bolyā je, “Ā mandir sāru mūrtiyu levā gayā tyāre salāṭe5 kahyu je, ‘Kevī mūrtiyu kāḍhī āpu?’ Tyāre sādhue kahyu, ‘Ā nakshā pramāṇe kāḍhī āpo.’ Tyāre te salāṭe kahyu je, ‘Lākho rūpiyānu mandir hoy tyāre evī mūrtiyu shobhe.’ Pachhī sādhue kahyu je, ‘Mandir pramāṇe ja mūrtiyu levā āvyā chhīe.’ Tyāre kahe je, ‘To kāḍhī āpu.’ Pachhī salāṭe mūrtiyu kāḍhī āpīyu. Tem āpaṇe brahmarūp thayā vinā Puruṣhottamne padharāvshu kyā? Māṭe Puruṣhottam padharāvavā hoy to brahmarūp thāvu.” Em kahīne ūṭhyā. Pachhī ek harijannu kānḍu zālīne chālyā. Pachhī tene kahyu je, “Khabaḍdār sankalp karyā chhe to!” Tyāre te bhaktanā sankalp bandh thaī gayā! Pachhī tene kahyu je, “Ām nirantar rahevāy to sanshay-granthi, karma-granthi, ichchhā-granthi, mamatva-granthi ne aham-granthi ādik anek prakārnī granthio nāsh pāmī jāy chhe ne nirantar Bhagwānmā rahevāy chhe.”6
1. Sthūḷ, sūkṣhma ane kāraṇ e je traṇ deh te thakī vilakṣhaṇ evo je potāno jīvātmā tene brahmarūpnī bhāvanā karīne pachhī te brahmarūpe karīne Shrī Kṛuṣhṇa Bhagwānnī bhakti je te sarva kāḷne viṣhe karavī. (Shikṣhāpatrī: 116)
2. Brahmabhāvne prāpta thayelo te prasannachitta manuṣhya kashāno shok karato nathī ke kashānī ākānkṣhā karato nathī ane sarva bhūtomā sambhāvthī raheto thako mārī param bhaktine pāme chhe. (Gītā: 18/54)
3. Shukdevjī Parīkṣhitne kahe chhe, “Jo ke hu nirguṇ brahmamā sthiti karu chhu chhatā he Rājarṣhi! Uttam kīrtivāḷī Shrī Bhagwānnī līlā vaḍe māru man ākarṣhāy chhe ane tethī ja ā Bhāgwat ākhyān hu bhaṇyo chhu.” (Bhāgwat: 2/1/9)
4. Sūt Purāṇī Shaunakne kahe chhe, “Munio jo ke ātmāmā ja ānand pāmanār hoy chhe ane emanī ahankārrūp gānṭh chhūṭī gaī hoy chhe; chhatā teo Bhagwānne viṣhe niṣhkām bhakti to kare ja chhe; kem ke Shrī Hari tevā alaukik guṇothī yukta chhe.” (Bhāgwat: 1/7/10)
5. Shilpakār, paththar besārnār.
6. Ā vāt Ghoghāvadarne pādar Shankarnī Derīe karelī chhe.