share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૩૮ થી ૩૮

“મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવાં ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાનકાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તો તેની ઉપર મહારાજ રાજી રાજી ને રાજી જ છે.” એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે, “બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા ને આ બધાય અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે, તે પણ આંહીં દેહ ધરીને આવ્યા છે, એ બે વાત પ્રથમના એકોતેરના વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો

પીંગળ પુરાણ શીખ્યો ગાતાં વાતાં શીખ્યો શીખ્યો સર્વે સૂરમેં;

એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂરમેં.”

એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો.

ભગવાન અને સાધુની પ્રસન્નતા માટે (43.11) / (૩/૩૮)

૧. કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ.

૨. અક્ષરબ્રહ્માત્મક મુક્ત.

૩. સ્વયં ગુણાતીતાનંદ સ્વામી.

“Previously, Maharaj was pleased in many ways, such as, meditation, renunciation, spreading Satsang, establishing mandirs and teaching, etc. – all these pleased him. Presently, by what is Maharaj pleased? Well, in the Vachanamrut entitled ‘The Maya of a Magician’ (Panchala-7), God’s form is described as without any faults. Maharaj’s form should be understood in that way and this Sadhu’s form should also be understood like that. Also Maharaj’s commands should be followed and the company of a good sadhu should be kept – with such a person Maharaj is truly, truly, truly pleased.

“There is nothing more to understand and this is all that needs to be understood: know Maharaj as Purushottam (supreme God) and this Sadhu as Akshar. All these are akshar, but he is Mul Akshar – and he also has assumed a human body and incarnated. These two principles have been described in Vachanamrut Gadhada I-71. For one who has not understood these two things his entire life is futile:”

Pingal purān shikhyo gātā vātā, shikhyo shikhyo sarve surme;

Ek Rām nām bolvā na shikhyo, to shikhyo sarve gayo dhurme.1

To Please God and His Holy Sadhu (43.11) / (3/38)

1. One may have learnt the art of classical, vocal and instrumental music and the art of composing poetry in different metres. But if one has not learnt to chant the name of God, everything else is useless.

“More to Mahārājno anek prakārno rājīpo hato ane prathamnā prakaraṇmā dhyān karavu, tyāg rākhavo, satsang karāvavo, mandir karavā ne bhaṇāvavā ityādi anek prakārno rājīpo hato ane ā vartamānkāḷe Bhagwānno shemā rājīpo chhe? To Naṭnī Māyānā Vachanāmṛutmā Bhagwānnu swarūp nirdoṣh kahyu chhe tevī rīte Mahārājnu swarūp samajavu ne tevī rīte ja ā Santnu swarūp paṇ samajavu ne Bhagwānnī āgnā pāḷavī ne rūḍā sādhuno sang rākhavo; to tenī upar Mahārāj rājī rājī ne rājī ja chhe.” Em kahīne mastak upar kaḷāī1 mūkīne takiyā upar ḍhaḷī gayā. Ne vaḷī em bolyā je, “Bīju adhik kāī samajavānu nathī ne eṭalu ja samajavānu chhe je, Mahārājne Puruṣhottam jāṇavā ne ā Sādhune Akṣhar jāṇavā ne ā badhāy Akṣhar2 chhe ane olyā3 Mūḷ Akṣhar chhe, te paṇ āhī deh dharīne āvyā chhe, e be vāt Prathamnā Ekoternā Vachanāmṛutmā kahī chhe. Ne e be vātne to nathī samajyo ne te vinā to
Pīngaḷ Purāṇ shīkhyo gātā vātā shīkhyo shīkhyo sarve sūrme;
Ek Rām nām bolavā na shīkhyo to shīkhyo sarve gayo dhūrme.”

E vāt Amdāvādnā sādhunī āgaḷ kahī ne gādī upar hāth nākhyo.

To Please God and His Holy Sadhu (43.11) / (3/38)

1. Koṇīthī kānḍā sudhīno hāthno bhāg.

2. Akṣharbrahmātmak mukta.

3. Svayam Guṇātītānand Swāmī.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading