share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૭૧ થી ૭૧

“મતપંથવાળે લાખ લાખ યોજનના કૂવા ગાળ્યા છે, તે નીકળાય જ નહિ. તે શું? તો જુઓને, કુડા મારગીવાળે વટલવું ને વ્યભિચાર તેણે કરીને જ મોક્ષ માન્યો છે, તે શું શાસ્ત્રનો મત છે? ને વેદાંતીએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, એ પણ શાસ્ત્રનો મત નહિ ને શક્તિપંથવાળે તો માંસ ને મદિરા તેણે કરીને મુક્તિ માની છે. તે શું? તો

“પીત્વા પીત્વા પુનઃ પીત્વા, પીત્વા પતન્તિ ભૂતલે ।

ઉત્થાય ચ પુનઃ પીત્વા, પુનર્જન્મ ન વિદ્યતે ॥”

એ શ્લોક બોલીને કહ્યું જે, “એ શાસ્ત્રનો સનાતન મત નહિ ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન જ નથી ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે, પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું. તે તો જેમ છોકરાનું નાળ કરતાં ગળું કાપી નાખ્યું તેમ થયું, ને તેને તો જેમ ‘એકડા વિનાનાં મીંડાં, ને પુત્ર વિનાનું પારણું, ને જીવ વિનાની કાયા, ને મણમાં આઠ પાંચશેરીની ભૂલ્ય’ એમ છે અને આ જગતમાં મોટા ગુરુ કહેવાય છે, પણ તેનાં પાપ તો મુખ થકી કહેવાય નહિ અને ભક્તિનો તો ઉપર આડંબર ને પાપની તો બીક જ નહિ. તે શું? તો મા, બેન ને દીકરી તેની ગમ જ નહિ, એવા પશુના ધર્મ પાળે છે.” એમ કહીને વળી બોલ્યા જે, “મતમાત્ર આજ હમણાં જ બગડ્યા છે એમ નથી. એ તો મૂળમાંથી જ બગડેલા છે.” એમ કહીને કહ્યું જે, “મૂળદ્વાર છે તે નાનો હોય ત્યારે કાંઈ ચોખ્ખો હશે?” ત્યારે રૂપશંકરે કહ્યું જે, “ના, મહારાજ! એ તો મૂળમાંથી જ બગડેલો છે.” ત્યારે સ્વામી બોલ્યા જે, “વાત તો નિરંતર કરીએ છીએ, પણ આજ તો ટીકા કરી છે.” ત્યારે સૌએ કહ્યું જે, “આવું તો સમજાતું જ નહોતું.”

પ્રકીર્ણ (52.10) / (૩/૭૧)

૧. વિધિ એટલે કરવા યોગ્ય, નિષેધ એટલે ન કરવા યોગ્ય. મનુષ્યે જીવનમાં શું કરવું જોઈએ ને શું ત્યાગવું જોઈએ? તે વિષે શાસ્ત્રો ને સત્પુરુષ જે ઉપદેશ આપે છે તે વિધિ-નિષેધ કહેવાય છે.

૨. જેઓ મદ્ય-દારૂ પી-પીને ફરી ફરી પીને પૃથ્વી પર પડે છે, વળી ઊભા થઈને ફરી વાર પીવે છે તેનો બીજો જન્મ થતો નથી. (ચાર્વાક)

૩. ચાલીસ શેરનો એક મણ થાય. એમાંથી આઠ પાંચશેરી બાદ કરતાં કશું ન વધે. અર્થાત્ નાસ્તિકને મતે કલ્યાન છે જ નહિ.

૪. મળદ્વાર, ગુદા.

“Some sects have dug wells as deep as a hundred thousand miles; there is no hope of climbing out of them. What are they? The Kudā-panthis have forsaken the religious vows and believe liberation is in adultery. Is this the principle of the scriptures? The Vedantis denounce the (definite human-like) form of God and falsify the religious do’s and don’ts. That is not a principle of the scriptures either. The Shakti-panthis believe liberation is attained from eating meat and drinking alcohol. So (they cite),”

Pitvā pitvā punah pitvā, pitvā patanti bhutale.

  Utthāy cha punah pitvā, punarjanma na vidyate.1

After reciting this shlok, Swami said, “This is not the eternal principle of the scriptures. In the opinion of atheists (nāstiks), God does not exist and they believe that moksha is due to one’s karmas, but they do not believe that moksha is due to God. This is like cutting a newborn child’s neck instead of its umbilical cord. For them it is like zeros without the one, a cradle without a son, a body without a soul and a mistake of five 8-shers in one maund (a total mistake).2 They (leaders of these sects) are eminent in the world; so one cannot speak of their sins. Their devotion is merely ostentatious and they do not fear sin. They have no concept of mother, sister, or daughter; such are the dharmas of animals they abide by.”

Then, Swami said, “It is not as if these sects became spoiled recently. They were spoiled from the root. Was the anus clean when one was small?”

Rupshankar answered, “No, Maharaj! It was dirty from the beginning.”

Swami said, “I speak constantly, but today I have criticized.”3

Everyone said, “We never understood like this before.”

Miscellaneous (52.10) / (3/71)

1. After drinking repeatedly an alcoholic falls on the ground; after getting up he drinks again and he enjoys it since there is no next life for him. (Charvak)

2. 40 shers = 1 maund. Hence, 5 × 8 shers = 1 maund. Subtracting 40 shers from 1 maund is equivalent to 0. Thus, arrogance of one’s virtue makes that virtue null.

3. The Aksharbrahma Satpurush never criticizes or denounces other religions. However, to caution faithful aspirants from walking on an unrighteous path, he may reveal the sinful ways of other paths.

“Matpanthvāḷe lākh lākh yojannā kūvā gāḷyā chhe, te nīkaḷāy ja nahi. Te shu? To juone, Kuḍā Mārgīvāḷe vaṭalvu ne vyabhichār teṇe karīne ja mokṣha mānyo chhe, te shu shāstrano mat chhe? Ne Vedāntīe to Bhagwānnā ākārnu khanḍan karīne vidhi-niṣhedhne1 khoṭā karī nākhyā, e paṇ shāstrano mat nahi ne Shaktipanthvāḷe to mās ne madirā teṇe karīne mukti mānī chhe. Te shu? To
“Pītvā pītvā punah pītvā, pītvā patanti bhūtale |
Utthāy cha punah pītvā, punarjanma na vidyate ||”2

E shlok bolīne kahyu je, “E shāstrano sanātan mat nahi ne Nāstik matvāḷāne mate to Bhagwān ja nathī ne karme karīne ja kalyāṇ mānyu chhe, paṇ Bhagwān vate kalyāṇ nathī mānyu. Te to jem chhokarānu nāḷ karatā gaḷu kāpī nākhyu tem thayu, ne tene to jem ‘Ekaḍā vinānā mīnḍā, ne putra vinānu pāraṇu, ne jīv vinānī kāyā, ne maṇmā āṭh pānch-sherīnī bhūlya’3 em chhe ane ā jagatmā moṭā guru kahevāy chhe, paṇ tenā pāp to mukh thakī kahevāy nahi ane bhaktino to upar āḍambar ne pāpnī to bīk ja nahi. Te shu? To mā, ben ne dīkarī tenī gam ja nahi, evā pashunā dharma pāḷe chhe.” Em kahīne vaḷī bolyā je, “Matmātra āj hamaṇā ja bagaḍyā chhe em nathī. E to mūḷmāthī ja bagaḍelā chhe.” Em kahīne kahyu je, “Mūḷdvār4 chhe te nāno hoy tyāre kāī chokhkho hashe?” Tyāre Rūpshankare kahyu je, “Nā, Mahārāj! E to mūḷmāthī ja bagaḍelo chhe.” Tyāre Swāmī bolyā je, “Vāt to nirantar karīe chhīe, paṇ āj to ṭīkā karī chhe.” Tyāre saue kahyu je, “Āvu to samajātu ja nahotu.”

Miscellaneous (52.10) / (3/71)

1. Vidhi eṭale karavā yogya, niṣhedh eṭale na karavā yogya. Manuṣhye jīvanmā shu karavu joīe ne shu tyāgvu joīe? Te viṣhe shāstro ne satpuruṣh je updesh āpe chhe te vidhi-niṣhedh kahevāy chhe.

2. Jeo madya-dārū pī-pīne farī farī pīne pṛuthvī par paḍe chhe, vaḷī ūbhā thaīne farī vār pīve chhe teno bījo janma thato nathī. (Chārvāk)

3. Chālīs sherno ek maṇ thāy. Emāthī āṭh pānchsherī bād karatā kashu na vadhe. Arthāt nāstikne mate kalyān chhe ja nahi.

4. Maḷdvār, gudā.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading