share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૧૨૪ થી ૧૨૪

પંચાળાનું સાતમું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી જે, “આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજ્યેથી કાંઈ કરવું બાકી રહેતું નથી. ને ચમત્કાર જણાય તો શેખજીની પેઠે જીરવાય નહિ, ગાંડું થઈ જવાય. માટે કસર જેવું રાખ્યું છે. ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે ને દોષ જણાય છે તે તત્ત્વના દોષ છે ને નિર્દોષ તો એક ભગવાન જ છે. ને દેશકાળ તો ભગવાનને ન લાગે, જીવને તો લાગે; કારણ કે પ્રારબ્ધ કર્મે દેહ છે તે ખોટા પ્રારબ્ધનો થર આવે ત્યાર દેશકાળ લાગે પણ ઉપાસ્ય મૂર્તિને નિર્દોષ સમજ્યાથી, એ દોષે રહિત થઈ રહ્યો છે.”

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.13) / (૫/૧૨૪)

૧. સિંધી મુસ્લિમ ભક્ત શેખજી શ્રીજીમહારાજના સત્સંગી હતા. એક વાર પોતાના સિંધમાં સત્સંગ કરાવવા માટે તેમણે ઇચ્છા કરી તેથી શ્રીજીમહારાજે તેમને મોકલ્યા અને ઐશ્વર્ય આપતાં કહ્યું, “તમારી દાઢીનું જે ધ્યાન કરશે તેને સમાધિ થશે. પરંતુ તમારે આ પાંચ વાતનો સંપૂર્ણ ખ્યાલ રાખવો: ૧. સ્ત્રીઓને વાત કરશો નહીં. ૨. જરિયાન વસ્ત્રો ધારણ કરશો નહીં. ૩. ગળ્યું-ચીકણું જમશો નહીં. ૪. સિંધ સિવાય બીજે ક્યાંય રોકાશો નહીં. ૫. કોઈના અંતરમાં પ્રવેશ કરશો નહીં, ને કરો તો તેની ગુપ્ત વાત કોઈની પાસે પ્રકાશ કરશો નહી.” પરંતુ ઐશ્વર્ય મળ્યા પછી છકી ગયેલા શેખજીએ આ નિયમોનો ભંગ કર્યો. પછી “હું ભગવાન છું” એમ પ્રચાર કરવા લાગ્યા. મહારાજે તેમનું ઐશ્વર્ય પાછું ખેંચી લીધું.

After having Vachanamrut Panchala-7 read, Swami said, “By understanding this manifest God (Bhagwan Swaminarayan) to be free from all blemishes, there is nothing else left to do. By understanding God as fault-free, one also becomes fault-free. The flaws that are experienced are of the material elements and only God is truly fault-free. Also, place and time do not affect God, but they do affect the jiva. Since the body is formed from the prārabdha karmas, when impure prārabdha karmas bear fruit, then place and time have an impact. But by knowing the manifest form of God as fault-free, then one is also in the process of becoming fault-free.

Perceiving Divine and Human Traits (44.13) / (5/124)

Panchāḷānu Sātmu Vachanāmṛut vanchāvīne Swāmīe vāt karī je, “Ā pragaṭ Bhagwānne nirdoṣh samajyethī kāī karavu bākī rahetu nathī. Ne chamatkār jaṇāy to Shekhjīnī peṭhe jīravāy nahi,1 gānḍu thaī javāy. Māṭe kasar jevu rākhyu chhe. Bhagwānne nirdoṣh samajyāthī nirdoṣh thaī rahyo chhe ne doṣh jaṇāy chhe te tattvanā doṣh chhe ne nirdoṣh to ek Bhagwān ja chhe. Ne desh-kāḷ to Bhagwānne na lāge, jīvne to lāge; kāraṇ ke prārabdha karme deh chhe te khoṭā prārabdhano thar āve tyār desh-kāḷ lāge paṇ upāsya mūrtine nirdoṣh samajyāthī, e doṣhe rahit thaī rahyo chhe.”

Perceiving Divine and Human Traits (44.13) / (5/124)

1. Sindhī muslim bhakta Shekhjī Shrījī Mahārājnā satsangī hatā. Ek vār potānā Sindhmā satsang karāvavā māṭe temaṇe ichchhā karī tethī Shrījī Mahārāje temane mokalyā ane aishvarya āpatā kahyu, “Tamārī dāḍhīnu je dhyān karashe tene samādhi thashe. Parantu tamāre ā pāch vātno sampūrṇa khyāl rākhavo: 1. Strīone vāt karasho nahī. 2. Jariyān vastro dhāraṇ karasho nahī. 3. Gaḷyu-chīkaṇu jamasho nahī. 4. Sindh sivāy bīje kyāy rokāsho nahī. 5. Koīnā antarmā pravesh karasho nahī, ne karo to tenī gupta vāt koīnī pāse prakāsh karasho nahī.” Parantu aishvarya maḷyā pachhī chhakī gayelā Shekhjīe ā niyamono bhang karyo. Pachhī “Hu Bhagwān chhu” em prachār karavā lāgyā. Mahārāje temanu aishvarya pāchhu khenchī līdhu.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading