TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૨૧૧ થી ૨૧૧
વાઘાખાચરે પૂછ્યું જે, “સંપૂર્ણ થયા કેમ કહેવાય?” ત્યારે સ્વામી બોલ્યા જે, “આત્મા ને પરમાત્મા બેનું જ્ઞાન થાય, ને છઠ્ઠો નિશ્ચય૧ કહ્યો છે એવો થાય ત્યારે પૂરું થયું કહેવાય. ને એ વાત તો વક્તા જો નિર્દોષ હોય ને વિશ્વાસ હોય તો થાય તેવું છે. નીકર દાખડો કરતાં ભગવાનની દૃષ્ટિ થાય ત્યારે કાળાંતરે સમજાય.”
૧. વચનામૃત લોયા ૧૨ પ્રમાણે છઠ્ઠો નિશ્ચય એટલે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય.
Vagha Khachar asked, “When can one be said to be truly fulfilled?” Then Swami replied, “When the knowledge of both ātmā and Paramātmā is attained, and the sixth (highest) level of conviction in which there are no doubts in any action of God – good, bad or indifferent (as described in Vachanamrut Loya-12) – is attained, then one can be said to be fulfilled. This state is attained if the speaker is fault-free and one has trust in him. Otherwise, while trying (to be fulfilled), if God grants grace then, in time, it is understood.”
Vāghā Khāchare pūchhyu je, “Sampūrṇa thayā kem kahevāy?” Tyāre Swāmī bolyā je, “Ātmā ne Paramātmā benu gnān thāy, ne chhaṭhṭho nishchay1 kahyo chhe evo thāy tyāre pūru thayu kahevāy. Ne e vāt to vaktā jo nirdoṣh hoy ne vishvās hoy to thāy tevu chhe. Nīkar dākhaḍo karatā Bhagwānnī draṣhṭi thāy tyāre kāḷāntare samajāy.”
1. Vachanāmṛut Loyā 12 pramāṇe chhaṭhṭho nishchay eṭale uttam nirvikalp nishchay.