share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૫૮ થી ૫૮

“ઇન્દ્રિયાદિક ક્ષેત્ર થકી કોઈ ઊગરે એમ નથી. માટે વચનામૃતમાં કહ્યું છે તેમ નિયમરૂપી બેડીમાં રહે તો ઊગરે. ને બ્રહ્માદિક કાંઈ અણસમજુ કે અજ્ઞાની નહોતા પણ એને મોટા સાધુ વિના બીજા કોઈ જિતાવી શકે જ નહિ. ને મોટા સાધુ છે તે કળ બતાવે, છળ બતાવે અને જુક્તિ બતાવીને ઇન્દ્રિયુંને જિતાડે ને મોક્ષ પણ કરે. માટે પોતાનું બળ મૂકીને મોટા સાધુને બાઝી પડવું ને અંતઃકરણ, ઇન્દ્રિયુંનું તો માનવું જ નહિ. ને પોતાને બળે જીતવા જાય તો સામું બંધન થાય.” ત્યાં રાજાની રાણીએ છ દીકરાને વૈરાગ ચઢાવીને ત્યાગી કર્યા તેની વાત કરી. ને બીજું દૃષ્ટાંત દીધું જે, “ઉપાધ્યાયને સો વાર ઊને પાણીએ ધૂએ ને ચંદન ચોપડે ને ધૂપ દે તો પણ વાછૂટ થાય ત્યારે એવી ને એવી જ ગંધાઈ આવે; તેમ સર્વ ઇન્દ્રિયો, અંતઃકરણ એવાં મલિન છે તે શુદ્ધ થાય તેવાં નથી. માટે એનું માનવું જ નહિ ને પોતાને નિજાત્માનં બ્રહ્મરૂપં માનવું એટલે સર્વે જીતી જ ચૂક્યો.”

(૫/૫૮)

૧. વિશ્વાવસુ ગંધર્વની કુંવરી ને ઋતુધ્વજ રાજાની રાણી મદાલસાએ દીકરા - વિક્રાન્ત, સુબાહુ અને શત્રુમર્દનને બાળપણમાં હાલરડાં ગાતી વેળા આત્મજ્ઞાન કરાવેલું. મોટા થઈ ત્રણેએ સંન્યાસ લીધો. ચોથો પુત્ર અલર્ક તેના પિતા પાસે રહેવાથી માનો સમાગમ કરી ન શક્યો. છેવટે મોટા પુત્ર વિક્રાન્તને રાણીએ બોલાવ્યો ને કહ્યું, “તારો એક ભાઈ બાકી રહી જાય છે. તું તારા પિતાને કહે કે રાજગાદીનો વારસ હું છું. એટલે અલર્કને છૂટો કરશે.” આમ કરવાથી અલર્કને રાજાએ એની મા પાસે જવા દીધો. મદાલસાએ તેને વૈરાગ્ય ચઢાવ્યો ને વનમાં મોકલી દીધો. તેના ગયા પછી મોટો પણ ચાલ્યો ગયો... (આમ, પુરાણમાં છ નહીં પણ ચાર દીકરાની વાતા આવે છે.)

૨. ગુદા, મળદ્વારને.

“No one can save themselves from the indriyas. So, as mentioned in the Vachanamrut, if one remains bound by their respective niyams, they can be saved. Brahmā and others were not ignorant. But no one other than the Great Sadhu can help them be victorious. The Great Sadhu can show tricks and schemes to defeat the indriyas and liberate people. Therefore, one should forsake their own strength and cling to the Great Sadhu. Moreover, one should not abide by their own antahkaran and indriyas.” Then, Swami gave the example of a queen that inspired her six sons to renounce.1 He gave another example, “If one washes their anus with hot water and applies chandan, it still smells the same. Similarly, the indriyas and antahkaran are impure and will never become pure. Therefore, one should not believe them. If one believes ‘Nijātmānam brahmarupam’ (identifies one’s ātmā with Aksharbrahman), then one has conquered everything.”

(5/58)

1. The daughter of Vishwāvasu and the wife of Ritudhwaj, queen Madālshā inspired vairāgya and ātma-nishthā while singing lullabies to her newborn sons. Her older three sons - Vikrānt, Subāhu, and Shatrumardan - were deeply ingrained by these words and immediately renounced the comforts of their kingdom. Ritudhwaj did not like this. He asked Madālshā not to impart any gnān to their fourth son, Alark. Therefore, Madālshā preached dharma of varna and āshram to Alark and handed over the kingdom to him. Madālshā and Ritudhwaj left for the forest. When they were leaving, Madālshā gave Alark a ring with small writing: “Whenever you are troubled, read this and follow it.” Alark became a great king and started indulging in the comforts of the kingdom. When his brother Subāhu found out, he got help from the king of Kāshi to subdue Alark. Alark was now troubled. He was surrounded by the king of Kāshi and his wealth was depleted. He remembered the message on his ring. He handed over his kingdom to the king of Kāshi and left to find a sadhu who would secure his liberation. He gained knowledge from Dattātreya, developed vairāgya and renounced.

In this recollection, Gunatitanand Swami mentions six sons as heard by mouth from generations; but Madālshā had four sons according to the scriptures.

Indriyādik kṣhetra thakī koī ūgare em nathī. Māṭe Vachanāmṛutmā kahyu chhe tem niyamrūpī beḍīmā rahe to ūgare. Ne Brahmādik kāī aṇsamaju ke agnānī nahotā paṇ ene Moṭā Sādhu vinā bījā koī jitāvī shake ja nahi. Ne Moṭā Sādhu chhe te kaḷ batāve, chhaḷ batāve ane jukti batāvīne indriyune jitāḍe ne mokṣha paṇ kare. Māṭe potānu baḷ mūkīne Moṭā Sādhune bāzī paḍavu ne antahkaraṇ, indriyunu to mānavu ja nahi. Ne potāne baḷe jītavā jāy to sāmu bandhan thāy. Tyā rājānī rāṇīe chha dīkarāne vairāg chaḍhāvīne tyāgī karyā tenī vāt1 karī. Ne bīju draṣhṭānt dīdhu je, upādhyāyne2 so vār ūne pāṇīe dhūe ne chandan chopaḍe ne dhūp de to paṇ vāchhūṭ thāy tyāre evī ne evī ja gandhāī āve; tem sarva indriyo, antahkaraṇ evā malin chhe te shuddha thāy tevā nathī. Māṭe enu mānavu ja nahi ne potāne Nijātmānam brahmarūpam mānavu eṭale sarve jītī ja chūkyo.

(5/58)

1. Vishvāvasu Gandharvanī kuvarī ne Hrutudhvaj Rājānī rāṇī Madālasāe dīkarā - Vikrānt, Subāhu ane Shatrumardanne bāḷpaṇmā hālarḍā gātī veḷā ātmagnān karāvelu. Moṭā thaī traṇee sanyās līdho. Chotho putra Alark tenā pitā pāse rahevāthī māno samāgam karī na shakyo. Chhevaṭe moṭā putra Vikrāntne rāṇīe bolāvyo ne kahyu, “Tāro ek bhāī bākī rahī jāy chhe. Tu tārā pitāne kahe ke rājgādīno vāras hu chhu. Eṭale Alarkne chhūṭo karashe.” Ām karavāthī Alarkne rājāe enī mā pāse javā dīdho. Madālasāe tene vairāgya chaḍhāvyo ne vanmā mokalī dīdho. Tenā gayā pachhī moṭo paṇ chālyo gayo... (Ām, Purāṇmā chha nahī paṇ chār dīkarānī vātā āve chhe.)

2. Gudā, maḷdvārne.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading