share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૦૯ થી ૨૦૯

“આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઈ જાશે, માટે કથા-કીર્તનાદિક શ્રવણ કર્યાં જ કરવાં. શ્રવણ સારુ તો પૃથુરાજાએ દસ હજાર કાન માગ્યા.” ને પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને બોલ્યા જે, “ઓહો! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થાઈએ. જુઓને! માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે.” એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, “જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એ જ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કે’વાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું. અને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતો સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે. ને આ ઘડી જો હજાર રૂપિયા ખરચવાનું કહે તો ખરચે પણ ઓલ્યું ન થાય; ને સ્ત્રી, છોકરો, હવેલી ને વેપાર એ બધાં તેમાં આડ્ય કરે. ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે, ‘રૂપિયા ખરચું પણ રહેવાય નહીં.’ એક હરજી ઠક્કર તે એને ગામથી આવીને ગઢડે ભગવાન સારુ મહારાજ ભેળા રહ્યા, પણ આજ પણ આ સાધુ પાસે કોઈ રહેતું નથી.” પછી એમ બોલ્યા જે,

“જા ઘેર હરિકથા કીર્તન નહીં, સંત નહીં મિજમાના;

તા ઘેર જમરા ડેરા દેવે સાંજ પડ્યે મસાણા.

“એમ છે, પછી પસ્તાવો થાશે માટે ભગવાન ભજી લેવા.”

સાધુનો મહિમા (30.79) / (૬/૨૦૯)

૧. ભાવાર્થ: જે ઘરમાં ભગવાનની કથા-કીર્તન નથી, સંતોની પધરામણી નથી તેવા ઘરમાં જમ નિવાસ કરીને રહે છે અને સાંજ પડતાં તો તે ઘર સ્મશાન જેવું લાગે છે.

આ વાત કબીરજીના ‘જે ઘેર કથા નહિ, હરિ કીર્તન’ પદમાં આવે છે.

કીર્તન

જે ઘેર કથા નહિ, હરિ કીર્તન,

સંત નહીં મીજમાના;

તે ઘેર જમરા ડેરા દિને,

સાંજ પડે સ્મશાના... ટેક

મારું મારું કરતાં મૂરખ મર જાઈગો,

મિટે ન માન ગુમાના;

હરિ ગુરુ સંતની સેવા ન કીધી,

કિસબિધ હોયે કલ્યાણ... ૧

ફાલ્યો ફૂલ્યો ફિરત હૈ,

કહાઁ દેખડાવે અંગ;

એક પલકમેં ફંદ હો જાયેગા,

જેસા રંગ પતંગા... ૨

નાભી કમલ બીચ દાવ ચલત હૈ;

દ્વાદશ નેન ઠરાનાં;

અર્ધ તખ્ત પર નૂરત નિસાના;

સો સત્ગુરુકા સ્થાના.. ૩

જ્ઞાન ગરીબી પ્રેમ બંદગી,

સત્ નામ નિસાના;

વ્રેહ વૈરાગ્યે ગુરુગમ જાગે,

તે ઘેર કોટિ કલ્યાણ... ૪

કાલ દાવમેં લઈ રહ્યો રે,

કહાઁ બુઢ્ઢો કહાઁ જુવાન;

કહે કબીર સુનો ભાઈ સાધુ,

છોડી દો અભિમાન... ૫

[નાદબ્રહ્મ: ૩૨/૫૨, કબીરસાહેબનાં ભજનો: પૃ. ૬૮]

“This body-consciousness will be worn away slowly by the axe in the form of listening to discourses. Therefore, continuously listen to spiritual discourses, devotional songs, etc. Indeed, for listening to spiritual discourses, King Pruthu asked for ten thousand ears.” After having Vachanamrut Gadhada I-54 read, Swami said, “Oh! I feel like listening to this Vachanamrut all day long and still do not feel it is enough, since it describes the gateway to moksha.” Saying this, he had it read three times and said, “Those whose karmas are barren will not understand this talk. For them, fundamentally, they see the great Sadhu as an enemy. That is described as destructive spiritual knowledge. So now, attach only with this Sadhu. That such a time has come and still one does not stay with God or with this great Sadhu but listens to worldly talks is the jiva’s perversity. And if at this moment one is told to spend a thousand rupees, one will, but satsang is not done. Moreover, wife, children, home and business all interfere in this satsang. One person even said to Maharaj, ‘I’ll spend money but I cannot stay with you.’ Only Harji Thakkar came from his village to Gadhada to worship God and stay with Maharaj. But, today, nobody stays with this Sadhu.” Then he said:

“Jā gher harikathā kirtan nahi, sant nahi mijmānā;

Tā gher jamrā derā deve sānj padye masānā.”1

“It is like that. And later one will repent, so regularly worship God.”

Glory of the Sadhu (30.79) / (6/209)

1. Houses where no discourses or devotional singing of God take place and which are never visited by sadhus are like the camps of Yama and at twilight they are like graveyards.

“Ā deh chhe te shravaṇrūpī kuhāḍe karīne ghasāī jāshe, māṭe kathā-kīrtanādik shravaṇ karyā ja karavā. Shravaṇ sāru to Pṛuthurājāe das hajār kān māgyā.” Ne Prathamnu Chopanmu Vachanāmṛut vanchāvīne bolyā je, “Oho! Ā vachanāmṛut to divas badho jāṇe sāmbhaḷyā karīe to paṇ tṛupt na thāīe. Juone! Māhī mokṣhanu dvār ja batāvī dīdhu ne gnān paṇ batāvī dīdhu chhe.” Em kahīne traṇ vār vanchāvyu ne kahyu je, “Jenā karma fūṭyā hoy tene ā vāt na samajāy, tene to mūḷ Moṭā Puruṣh e ja shatru jevā jaṇāy chhe. E viparīt gnān ke’vāy. Māṭe have to Sādhune ja vaḷagī jāvu. Ane āvo samo āvyo chhe to paṇ Bhagwān pāse ke Moṭā Sādhu pāse rahīne vāto sāmbhaḷe nahī evī jīvnī avaḷāī chhe. Ne ā ghaḍī jo hajār rūpiyā kharachvānu kahe to kharache paṇ olyu na thāy; ne strī, chhokaro, havelī ne vepār e badhā temā āḍya kare. Ne Mahārāj pāse paṇ ek jaṇe kahyu hatu je, ‘Rūpiyā kharachu paṇ rahevāy nahī.’ Ek Harjī Ṭhakkar te ene gāmthī āvīne Gaḍhaḍe Bhagwān sāru Mahārāj bheḷā rahyā, paṇ āj paṇ ā Sādhu pāse koī rahetu nathī.” Pachhī em bolyā je,
“Jā gher Harikathā kīrtan nahī, sant nahī mijamānā;
Tā gher Jamarā ḍerā deve sānj paḍye masāṇā.
1
“Em chhe, pachhī pastāvo thāshe māṭe Bhagwān bhajī levā.”

Glory of the Sadhu (30.79) / (6/209)

1. Bhāvārth: Je gharmā Bhagwānnī kathā-kīrtan nathī, santonī padharāmaṇī nathī tevā gharmā jam nivās karīne rahe chhe ane sānj paḍatā to te ghar smashān jevu lāge chhe.

Ā vāt Kabīrjīnā ‘Je gher kathā nahi, Hari kīrtan’ padmā āve chhe.

Kīrtan

Je gher kathā nahi, Hari kīrtan,

Sant nahī mīj-mānā;

Te gher jamarā ḍerā dine,

Sānj paḍe smashānā... ṭek

Māru māru karatā mūrakh mar jāīgo,

Miṭe na mān gumānā;

Hari guru santnī sevā na kīdhī,

Kisabidh hoye kalyāṇ... 1

Fālyo fūlyo firat hai,

Kahā dekhḍāve ang;

Ek palakme fand ho jāyegā,

Jesā rang patangā... 2

Nābhī kamal bīch dāv chalat hai;

Dvādash nen ṭharānā;

Ardha takhta par nūrat nisānā;

So satgurukā sthānā.. 3

Gyān garībī prem bandagī,

Sat nām nisānā;

Vreh vairāgye gurugam jāge,

Te gher koṭi kalyāṇ... 4

Kāl dāvme laī rahyo re,

Kahā buḍhḍho kahā juvān;

Kahe kabīr suno bhāī sādhu,

Chhoḍī do abhimān... 5

[Nādbrahma: 32/52, Kabīr-Sāhebnā Bhajano: Page: 68]

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading