share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૨ થી ૨૨

આત્મા છે તે મહાતેજોમય છે ને આ જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ થકી જુદો માનીને એમ ધારવું જે, ‘હું અક્ષર છું ને મારે વિષે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય વિરાજમાન છે.’ તે વિશલ્યકરણીના વચનામૃતમાં સર્વે વાત છે ને થોડી થોડી વાત તો સર્વે વચનામૃતમાં છે ને કો’ક બાકી હશે, એ આત્માનો મનન દ્વારાયે સંગ કર્યા કરવો જે, ‘હું આત્મા છું, અક્ષર છું.’ એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષરભાવને પામી જાય છે. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, મહારાજે એક ઢેઢનો છોકરો હતો તેને કહ્યું જે, “તું કોણ છો?” ત્યારે કહે જે, “હું ઢેઢ છું.” તો કહે, “તું દસ વાર એમ કહે જે, ‘હું આત્મા છું.’” પછી તેણે દસ વાર એમ કહ્યું. ત્યારે પૂછ્યું જે, “તું કોણ છો?” તો કહે જે, “ઢેઢ છું.” વળી કહે જે, “તું સો વાર કહે જે, ‘હું આત્મા છું.’” ત્યારે તેણે સો વાર એમ કહ્યું, એટલે પૂછ્યું જે, “તું કોણ છો?” તો કહે જે, “ઢેઢ છું.” ત્યારે મહારાજ કહે, “જુઓને દેહ સાથે કેવો જડાઈ ગયો છે?” એમ કહીને કહે જે, જો આત્માનો મનન દ્વારે સંગ કર્યા કરે તો અક્ષરરૂપ થઈ જાય છે. તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે જે, નિજાત્માનં બ્રહ્મરૂપં, એ શ્લોક બોલ્યા ને પુરુષોત્તમપત્રીમાં પણ કહ્યું જે, આત્માને અક્ષરરૂપ માને તે જ સત્સંગી છે. માટે એ વાત કર્યે છૂટકો છે. એમ અર્ધી રાતને સમે વાત કરી.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.39) / (૬/૨૨)

The ātmā is extremely luminous. Believe it to be separate from the gross, subtle and causal bodies, and contemplate that ‘I am ātmā and this manifest Purushottam Bhagwan is ever present within me.’ And all these talks are stated in the ‘Vishalyakarni Herbal Medicine’ Vachanamrut (Gadhada III-39). Such talks are, to some extent, in all the Vachanamruts and they may be absent only in some. The contemplation of the ātmā in the mind should continue, ‘I am ātmā, akshar.’ And if this is continually done, one attains the state of akshar. An example was given on this, Maharaj asked a dhedh boy, “Who are you?” Then he said, “I am a dhedh.” So Maharaj said, “You say ‘I am ātmā’ ten times.” So he repeated it ten times. Then Maharaj asked, “Who are you?” He once again replied, “I am a dhedh.” Then Maharaj said, “Say ‘I am ātmā’ a hundred times.” So he said this a hundred times. Then Maharaj asked, “Who are you?” Again he said, “I am a dhedh.” Then Maharaj said, “See how firmly he identifies himself with the body.” Saying this, Maharaj said, “If one continually contemplates in the mind on the ātmā, one becomes aksharrup.” And in the Shikshapatri, this is written in the shlok ‘Nijātmānam brahmarupam’. And also it is said in the Purushottampatri, “Only one who believes the ātmā as aksharrup is a (true) satsangi.” Therefore, there is no alternative but to emphasize this view. In this way, Swami talked in the middle of the night.

Atmanishtha-Brahmarup (29.39) / (6/22)

Ātmā chhe te mahātejomay chhe ne ā je sthūḷ, sūkṣhma ne kāraṇ e traṇ deh thakī judo mānīne em dhāravu je, ‘Hu Akṣhar chhu ne māre viṣhe ā pratyakṣha Puruṣhottam Bhagwān te sadāy virājmā chhe.’ Te Vishalyakaraṇīnā Vachanāmṛutmā1 sarve vāt chhe ne thoḍī thoḍī vāt to sarve Vachanāmṛutmā chhe ne ko’k bākī hashe, e ātmāno manan dvārāye sang karyā karavo je, ‘Hu ātmā chhu, Akṣhar chhu.’ Em jo nirantar karyā kare to e “Akṣharbhāvne pāmī jāy chhe. Te upar draṣhṭānt dīdhu je, Mahārāje ek ḍheḍhno chhokaro hato tene kahyu je, “Tu koṇ chho?” Tyāre kahe je, “Hu ḍheḍh chhu.” To kahe, “Tu das vār em kahe je, ‘Hu ātmā chhu.’” Pachhī teṇe das vār em kahyu. Tyāre pūchhyu je, “Tu koṇ chho?” To kahe je, “Ḍheḍh chhu.” Vaḷī kahe je, “Tu so vār kahe je, ‘Hu ātmā chhu.’” Tyāre teṇe so vār em kahyu, eṭale pūchhyu je, “Tu koṇ chho?” To kahe je, “Ḍheḍh chhu.” Tyāre Mahārāj kahe, “Juone deh sāthe kevo jaḍāī gayo chhe?” Em kahīne kahe je, jo ātmāno manan dvāre sang karyā kare to Akṣharrūp thaī jāy chhe. Te Shikṣhāpatrīmā paṇ kahyu chhe je, Nijātmānam brahmarūpam, e shlok bolyā ne Puruṣhottampatrīmā paṇ kahyu je, ātmāne Akṣharrūp māne te ja satsangī chhe. Māṭe e vāt karye chhūṭako chhe. Em ardhī rātne same vāt karī.

Atmanishtha-Brahmarup (29.39) / (6/22)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading