share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૫૪ થી ૫૪

આ ભગવાન બહુ મોટા પ્રગટ થયા, તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગી દ્વારે ચમત્કાર જણાવ્યા છે. ને પોતે જે નરનારાયણનું લખ્યું છે, તે તો જેમ કો’ક અજાણે ગામ જાવું હોય તે ભોમિયો લે, તેમ પોતે કોઈ વાર આવેલ નહીં ને એનો ભરતખંડ કહેવાય, માટે એને ભોમિયા લીધા છે. એ મનુષ્યપણાનો ભાવ છે એમ જાણવું, એમ મહારાજે પણ કહ્યું છે. ને આ તો વાત બધી નવીન છે. સાધુ નવીન, નિયમ નવીન; તે મહારાજ કહે, “આ નિયમ ને સાધુ એ બે અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ.”

(૬/૫૪)

The God that has manifested here is very great; and his sādhus and devotees are like other avatārs and have performed miracles. He has written about Nar-Nārāyan (i.e. identified himself as Nar-Nārāyan) in the following way: If someone wants to go to an unknown village, they require the aid of a guide. Similarly, [God] has never come here before and Bharat-khand is said to belong to Nar-Nārāyan Dev, so he has brought him as a guide (i.e. used his name for familiarity). This should be considered as Maharaj’s human-like action - this is what Maharaj himself said. And all of these talks are new, the sadhus are new, and the niyams are new. Maharaj said, “I brought these niyams and sadhus from Akshardham.”

(6/54)

Ā Bhagwān bahu moṭā pragaṭ thayā, te bījā avatār jevā to enā sādhu ne satsangī dvāre chamatkār jaṇāvyā chhe. Ne pote je Narnārāyaṇnu lakhyu chhe, te to jem ko’k ajāṇe gām jāvu hoy te bhomiyo le, tem pote koī vār āvel nahī ne eno Bharatkhanḍ kahevāy, māṭe ene bhomiyā līdhā chhe. E manuṣhyapaṇāno bhāv chhe em jāṇavu, em Mahārāje paṇ kahyu chhe. Ne ā to vāt badhī navīn chhe. Sādhu navīn, niyam navīn; te Mahārāj kahe, “Ā niyam ne Sādhu e be ame Akṣhardhāmmāthī lāvyā chhīe.”

(6/54)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading