share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૭

વાત: ૧૭ થી ૧૭

એક સમે ગઢડામાં બ્રહ્માનંદ સ્વામી દેશમાંથી ફરીને આવ્યા ત્યારે તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “દેશમાં સત્સંગ કેવો થયો છે?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “મહારાજ! સત્સંગ તો બહુ થયો છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમે સત્સંગી કેવા થયા છો?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, “અમે તો તમારા ખરેખરા સત્સંગી થયા છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો ને જો ખરેખરા સત્સંગી થયા હો તો કહો જે, અમે ક્યાં હતા ને ત્યાં અમો શું કરતા તે વાત કહો?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! એવા સત્સંગી તો અમે નથી થયા.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોવરધનભાઈ આદિક હરિભક્ત છે, તે તો અમારી મૂર્તિને ત્રણે અવસ્થામાં દેખે છે.” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! એવા સત્સંગી કેમ થવાય?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “જો માયિક ભાવને ટાળીને અક્ષરરૂપ પોતાના આત્માને માનીને મારી મૂર્તિનું ચિંતવન કરો તો એવા સત્સંગી થવાય.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! કૃપા કરો તો એવા સત્સંગી થવાય.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જુઓને, આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિષે અણું જેટલું જણાય છે, માટે બ્રહ્માંડ તે અક્ષરની આગળ ગણતીમાં નથી. એવાં અનંત બ્રહ્માંડ તે જેના એક રોમના છિદ્રને વિષે ઊડતાં ફરે છે, એવું મહત્પણું અક્ષરને વિષે છે. ને હું તો એ થકી પર છું. ને એવા જે અમે તે અક્ષરધામમાંથી આંહીં આવ્યા તે વચ્ચે પ્રકૃતિપુરુષના લોકમાં ન રહ્યા, તથા પ્રધાનપુરુષના લોકમાં ન રહ્યા તથા અનંત ધામ તથા અનંત બીજાં સ્થાનક તેમાં ક્યાંઈ ન રહ્યા. ને અમારી આગળ આ બ્રહ્માંડને વિષે જે જીવ તે શી ગણતીમાં છે? કાંઈ ગણતીમાં નથી. એવા જે અમે તે કૃપા કરીને તમારી ભેગા આવીને રહ્યા છીએ, ને તમારી આગળ વાત કરીએ છીએ, ને ભાઈબંધાઈ કરીએ છીએ તથા નિત્યે દર્શન દઈએ છીએ, તથા જમાડીએ છીએ, તથા નામ લઈને બોલાવીએ છીએ ઇત્યાદિક અનેક પ્રકારે કરીને તમારી સાથે પ્રીતિ કરીએ છીએ, તથા ઓળખાણ કરીએ છીએ, ને વળી, કાંઈ આડુંઅવળું કરતા હશો તેનું પણ સંબંધીની પેઠે સહન કરતા હશું; તો પણ કહો છો જે, ‘કૃપા કરો’ પણ હવે તે કેટલી કૃપા કરીએ?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! તમે કૃપા તો બહુ કરી છે પણ અમારે માયાનું આવરણ તેણે કરીને સમજાય નહીં.” ત્યારે શ્રીજીમહારાજ બેઠા હતા તે ઊભા થઈને પછેડી ઓઢી હતી તે હેઠે મૂકીને બોલ્યા જે, “હવે માયાનું આવરણ કાંઈ છે? કરો દર્શન.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “આવી કૃપા તો અમે નહોતા સમજ્યા.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના મહિમાની બહુ વાત કરી.

(૭/૧૭)

Once, Brahmānand Swāmi returned to Gadhadā after his travels. Mahārāj asked Swāmi, “How has satsang spread in the land?” Swāmi replied, “Mahārāj! Satsang has spread immensely.” Shriji Mahārāj countered, “What type of a satsangi have you become?” So, he replied, “We have become true satsangis.” Then, Mahārāj said, “You have become satsangis of the gun-buddhi category;1 and if you have become true satsangis, then tell me where I was and what I was doing there?” Then Brahmānand Swāmi said, “No, Mahārāj, we have not become that type of satsangi.” Then Mahārāj said, “My true satsangis are Parvatbhāi, Govardhanbhāi, etc. They see me in all the three states.”

Then Muktānand Swāmi asked, “Oh Mahārāj! How can we become such satsangis?” Then Mahārāj replied, “You can become such satsangis by overcoming all material qualities, believing one’s ātmā as aksharrup and continuously remembering my murti. Then you can become such satsangis.” Then Brahmānand Swāmi asked, “Only with your grace can we become such satsangis.” Then Shriji Mahārāj said, “Just see. This brahmānd is the size of an atom compared to Akshar; therefore, it is insignificant compared to Akshar. There are infinite such brahmānds that float in one pore of Akshar - that is the greatness of Akshar. And I am even greater than Akshar. Such as I am, I have come from that Akshardhām, and I did not stay in the realm of Prakruti-Purush or Pradhān-Purush, and I did not stay in the countless other abodes and places. So then, how can the jivas in this brahmānd compare to my greatness? They are insignificant. Such as I am, I compassionately came to stay with you, speak to you, develop friendship with you, give you darshan daily, feed you, call you by name, and show love toward you in many other ways. Moreover, we tolerate your misbehavior just as one’s family member would. And you still say you want grace? How much more grace can we show?”

Brahmānand Swāmi answered, “O Mahārāj! You have shown immense grace, but we have the barrier of māyā; therefore, we do not understand.” Then, Shriji Mahārāj stood up and took off his upper garment and said, “Is there any barrier of māyā now? Do darshan.”2 Swāmi said, “We never understood grace in this manner.” Mahārāj spoke of his greatness for a long time in this manner.

(7/17)

1. Here, gun-buddhi means possessing the qualities of the three gunas of māyā, implying that he has not become ekāntik yet.

2. Maharaj removing his upper garment is his lila-charitra. The purport of his words are to explain that to liberate jivas, he has done everything on his part (meaning he did not leave anything out). He even removed an insignificant barrier of a garment between himself and the jivas. Therefore, whatever needs to be done is on the part of the jivas. The subtle message is to believe one’s true form is Akshar and contemplate on the form of Purushottam.

Ek same Gaḍhaḍāmā Brahmānand Swāmī deshmāthī farīne āvyā tyāre tene Shrījī Mahārāje pūchhyu je, “Deshmā satsang kevo thayo chhe?” Tyāre Brahmānand Swāmīe kahyu je, “Mahārāj! Satsanga to bahu thayo chhe.” Tyāre Shrījī Mahārāje kahyu je, “Tame satsangī kevā thayā chho?” Tyāre Brahmānand Swāmīe kahyu, “Ame to tamārā kharekharā satsangī thayā chhīe.” Tyāre Shrījī Mahārāj bolyā je, “Tame to hajī guṇbuddhivāḷā satsangī thayā chho ne jo kharekharā satsangī thayā ho to kaho je, ame kyā hatā ne tyā amo shu karatā te vāt kaho?” Tyāre Brahmānand Swāmīe kahyu je, “He Mahārāj! Evā satsangī to ame nathī thayā.” Tyāre Shrījī Mahārāj bolyā je, “Evā kharekharā satsangī to Parvatbhāī tathā Govardhanbhāī ādik haribhakta chhe, te to amārī mūrtine traṇe avasthāmā dekhe chhe.” Pachhī Muktānand Swāmī bolyā je, “He Mahārāj! Evā satsangī kem thavāy?” Pachhī Shrījī Mahārāje kahyu je, “Jo māyik bhāvne ṭāḷīne Akṣharrūp potānā ātmāne mānīne mārī mūrtinu chintavan karo to evā satsangī thavāy.” Tyāre Brahmānand Swāmīe kahyu je, “He Mahārāj! Kṛupā karo to evā satsangī thavāy.” Tyāre Shrījī Mahārāj bolyā je, “Juone, ā brahmānḍ chhe te paṇ Akṣharne viṣhe aṇu jeṭalu jaṇāy chhe, māṭe brahmānḍ te Akṣharnī āgaḷ gaṇatīmā nathī. Evā anant brahmānḍ te jenā ek romnā chhidrane viṣhe ūḍatā fare chhe, evu mahatpaṇu Akṣharne viṣhe chhe. Ne hu to e thakī par chhu. Ne evā je ame te Akṣhardhāmmāthī āhī āvyā te vachche Prakṛuti-Puruṣhnā lokmā na rahyā, tathā Pradhān-Puruṣhnā lokmā na rahyā tathā anant dhām tathā anant bījā sthānak temā kyāī na rahyā. Ne amārī āgaḷ ā brahmānḍne viṣhe je jīv te shī gaṇatīmā chhe? Kāī gaṇatīmā nathī. Evā je ame te kṛupā karīne tamārī bhegā āvīne rahyā chhīe, ne tamārī āgaḷ vāt karīe chhīe, ne bhāībandhāī karīe chhīe tathā nitye darshan daīe chhīe, tathā jamāḍīe chhīe, tathā nām laīne bolāvīe chhīe ityādik anek prakāre karīne tamārī sāthe prīti karīe chhīe, tathā oḷakhāṇ karīe chhīe, ne vaḷī, kāī āḍu-avaḷu karatā hasho tenu paṇ sambandhīnī peṭhe sahan karatā hashu; to paṇ kaho chho je, ‘Kṛupā karo,’ paṇ have te keṭalī kṛupā karīe?” Tyāre Brahmānand Swāmī bolyā je, “He Mahārāj! Tame kṛupā to bahu karī chhe paṇ amāre māyānu āvaraṇ teṇe karīne samajāy nahī.” Tyāre Shrījī Mahārāj beṭhā hatā te ūbhā thaīne pachheḍī oḍhī hatī te heṭhe mūkīne bolyā je, “Have māyānu āvaraṇ kāī chhe? Karo darshan.” Tyāre Brahmānand Swāmīe kahyu je, “Āvī kṛupā to ame nahotā samajyā.” Evī rīte Shrījī Mahārāje potānā mahimānī bahu vāt karī.

(7/17)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading