share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૭

વાત: ૩ થી ૩

ગામ ફણેણીમાં મંદિરની જગા છે, ત્યાં હાલ બેઠક છે, ત્યાં રામાનંદ સ્વામી દેહત્યાગ કરીને ધામમાં ગયા. ત્યાર પછી શ્રી સહજાનંદ સ્વામી પોતાના ગુરુની દેહક્રિયા કરીને તેમની ધર્મધુરા ઉપાડી લેતા હવા, ને તે સ્વામીના જે આશ્રિત તેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા. ને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમનાં ચિત્તને તાણી લેતા હવા ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા. લોજમાં તે પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને શ્રીજીમહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થાતો. તેથી તે વ્યાપકાનંદ સ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અનંત કોટિ મુક્તે સહિત પોતાનું દર્શન કરાવ્યું તો પણ નિશ્ચય ન થયો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “આ સર્વે મુક્તની એકકળાવછિન્ન પૂજા કરો.” ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! એમ કેમ થાય?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે એમ સંકલ્પ કરો જે, આ રામાનંદ સ્વામી ભગવાન હોય તો તેમના સામર્થ્યે કરીને હું એટલા રૂપે થાઉં.” ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો. તો પણ અનંતરૂપે ન થવાણું! ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ચોવીસ અવતારનાં નોખાં નોખાં નામ લઈને સંકલ્પ કરો જે, એ પુરુષોત્તમ ભગવાન હોય તો તેમના સામર્થ્યે કરીને હું અનંતરૂપે થાઉં.” ત્યારે તેમણે એમ કર્યું તો પણ અનંતરૂપે ન થવાણું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારું નામ લઈને સંકલ્પ કરો જે, જો સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન હોય તો હું અનંતરૂપે થાઉં.” પછી શ્રીજીમહારાજનું નામ લીધું ત્યારે અનંતરૂપે થવાણું ને સર્વ મુક્તની એકકળાવછિન્ન પૂજા કરી. ત્યારે એવા પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને મહારાજને વિષે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી સમાધિમાંથી ઊઠ્યા, ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમારે સમાધિમાં જેવી રીતે દેખાણું હોય તેવી રીતે સર્વને કહો.”

ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું જે, “આ શ્રીજીમહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે, તે માટે રામાનંદ સ્વામી તથા પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તે સર્વે શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા એમ મેં અક્ષરધામમાં દીઠું. તે માટે આ શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે.” ત્યારે તે વ્યાપકાનંદ સ્વામીની વાત સાંભળીને રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હતા તથા બીજા મતવાળા હતા તેમના માન્યામાં વાત આવી નહીં. ત્યારે તે સર્વેએ શ્રીજીમહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે, “હે મહારાજ! આ વાત અમારે સર્વેને સમજ્યામાં આવતી નથી. માટે અમને જે રીતે સમજાય તેવી રીતે કૃપા કરીને કહો.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમે ધ્યાનમાં બેસો ને પોતપોતાના ઈષ્ટદેવને સંભારો, તો એ વાત તમોને જેમ છે તેમ જણાશે.” ત્યારે તે સર્વે ધ્યાનમાં બેઠા ત્યારે શ્રીજીમહારાજ પોતાની દૃષ્ટિમાત્રે કરીને તે સર્વને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્તે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું સાક્ષાત્ દર્શન કરાવતા હવા. તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર તે પોતાની સેવામાં દેખાડતા હવા. પછી પોતાની મૂર્તિમાં સર્વે અવતારને લીન કરી દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને શ્રીજીમહારાજનો અડગ નિશ્ચય થયો. પછી તે ભક્તને શ્રીજીમહારાજ સમાધિમાંથી જગાડતા હવા. ત્યારે તે ભક્ત બોલ્યા, “હે મહારાજ! તમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો. માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો.” ત્યારે તે પ્રત્યે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ પુરુષોત્તમ ભગવાન તો ક્યારેય આ બ્રહ્માંડને વિષે આવ્યા નથી ને આવશે પણ નહીં. માટે આ તો સર્વોપરી મૂર્તિ છે તે આ નિશ્ચય ફરવા દેવો નહીં.” એમ શ્રીજીમહારાજ તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દૃઢતાને અર્થે, પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને તો અક્ષરધામને વિષે અનંત મુક્તે સેવ્યા થકા પોતાની અલૌકિક મૂર્તિનું દર્શન દેતા હવા. ને કેટલાક મનુષ્યને તો ગોલોકને વિષે લક્ષ્મી, રાધિકા ને શ્રીદામાદિક પાર્ષદે સહિત તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને વૈકુંઠલોકને વિષે લક્ષ્મી ને નંદ-સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુરૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને શ્વેતદ્વીપને વિષે નિરન્નમુક્તે સહિત મહાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિષે લક્ષ્મી આદિક શક્તિઓ અને પાર્ષદે સહિત ભૂમાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો બદરિકાશ્રમને વિષે મુનિએ સહિત નરનારાયણરૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો ક્ષીરસમુદ્રને વિષે લક્ષ્મી ને શેષનાગે સહિત યોગેશ્વરરૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો સૂર્યના મંડળને વિષે હિરણ્યમય પુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો અગ્નિ મંડળને વિષે યજ્ઞપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો પ્રણવના જે નાદ તે તત્કાળ સંભળાવતા હવા. ને કેટલાકને તો કોટિ કોટિ સૂર્ય સરખું જે પોતાનું તેજ તેને દેખાડતા હવા ને કેટલાકને તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દૃષ્ટા છે નામ જેનું, એવું જે બ્રહ્મતેજ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષસૂક્તને વિષે કહ્યા એવા જે વૈરાટપુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. ને કેટલાકને તો ભૂગોળ-ખગોળને વિષે રહ્યાં જે દેવતાનાં સ્થાનક ને આશ્ચર્ય તેને દેખાડતા હવા. ને કેટલાકને તો આધારાદિક છ ચક્રને વિષે રહ્યા એવા જે ગણેશ આદિક દેવતાનાં સ્થાનક તેને પૃથક્ દેખાડતા હવા. ને ક્યારેક તો સો-સો ગાઉને છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા. ને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિષે શ્રીજીમહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતપોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા. ને ક્યારેક તો દેહત્યાગને કરતા એવા જે પોતાના ભક્તજન તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જાવાને ઇચ્છતા થકા ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિષે રહ્યા એવા જે બીજા ભક્ત તથા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત્ દર્શન દેતા હવા. એવી રીતે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહીં એવા જે જન તેમને પોતાનાં અલૌકિક ઐશ્વર્ય દેખાડતા એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેમને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્યો, તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. પછી તે પ્રતાપને જોઈને ઘણાક જે મતવાદી તે શ્રીજીમહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા પણ વાદે કરીને શ્રીજીમહારાજને જીતવાને કોઈ સમર્થ ન થયા ને પછી તે સર્વ શ્રીજીમહારાજનો અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ દેખીને નમસ્કાર કરીને બોલ્યા જે, “હે મહારાજ! તમે તો પરમેશ્વર છો. માટે અમારા જે જે ઈષ્ટદેવ છે તેનાં દર્શન અમને કૃપા કરીને કરાવો.” એવી રીતે તેમનું પ્રાર્થના-વચન સાંભળીને તે સર્વને ધ્યાનમાં બેસારીને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે શ્રીજીમહારાજનાં દર્શનમાત્રે કરીને ખેંચાઈ ગયાં છે નાડી-પ્રાણ જેમનાં એવા થકા પોતપોતાના હૃદયને વિષે પોતપોતાના ઈષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને દેખતા હવા. તેમાં જે વલ્લભ કુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તે તથા મધ્વ સંપ્રદાયના હતા એ બે તો ગોપીના ગણે વીંટાણા ને વૃંદાવનને વિષે રહ્યાં એવા જે બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા. ને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ, સુનંદ ને વિશ્વક્સેન ને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણરૂપે દેખતા હવા. ને જે રામાનંદી હતા તે તો સીતા, લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રીરામચંદ્રજી તે રૂપે દેખતા હવા. ને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિરૂપે દેખતા હવા. ને જે શૈવી હતા તે તો પાર્વતી ને પ્રમથગણે સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા. ને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળના વિષે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા. ને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિરૂપે દેખતા હવા; ને જે દેવીના ઉપાસક હતા તે તો દેવીરૂપે દેખતા હવા. ને જે જૈન હતા તે તીર્થંકરરૂપે દેખતા હવા. ને જે યવન હતા તે તો પેગંબરરૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઈષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને જોઈને સર્વ અવતારના કારણ જાણીને પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો દૃઢ આશ્રય કરતા હવા. ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાના પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિષે નાશ પામ્યો જે એકાંતિક ધર્મ તેનું રૂડી રીતે સ્થાપન કરતા હવા.

(૭/૩)

૧. એકી સાથે.

૨. છ ચક્ર: ૧. મૂલાધાર; ૨. લિંગ; ૩. નાભિ (મણિપુર); ૪. હૃદય (અનાહત); ૫. કંઠ (વિશુદ્ધ); ૬. મૂર્ધ (મસ્તકનો ઉપરનો ભાગ, તાળવું).

In the village Faneni where the mandir is located, there is a spot where Rāmānand Swāmi left his mortal body. After he left his mortal body, Shri Sahajānand Swāmi performed the final rites of his guru’s body and took over the reigns of the Sampradāy and he took care of Rāmānand Swāmi’s devotees by preaching to them from the true scriptures. He captivated their minds by showing his divine powers and granted many people samādhi. Despite observing his powers, Vyāpkānand Swami still could not accept Shriji Mahārāj as supreme. Therefore, Mahārāj granted him samādhi and the darshan of himself surrounded by infinite muktas in Akshardhām. Then, Shriji Maharaj said, “Perform the pujan of all the muktas at once simultaneously.”

Vyāpkānand Swami said, “O Mahārāj! How can I do that?”

Shriji Maharaj said, “Make a wish that if Rāmānand Swāmi is God, then by his powers, may I assume as many forms as the muktas.”

Vyāpkānand did as told but he could not assume infinite forms. Then, Shriji Mahārāj said, “Take the name of each of the 24 avatārs one-by-one and make a wish that if they are Purushottam Bhagwan, then may I assume infinite forms.”

Vyāpkānand Swāmi did as told but he was not able to assume infinite forms. Then, Mahārāj said, “Take my name - that if Sahajānand Swāmi is the avatāri, the cause of all the avatārs and Purushottam Bhagwan - then may I assume infinite forms.” Vyāpkānand Swāmi took Shriji Mahārāj’s name and was able to assume infinite forms and performed the pujan of the infinite muktas at once. Experiencing this power of Shriji Mahārāj, Vyāpkānand Swāmi solidified his conviction that Mahārāj is Purushottam, the cause of all the avatārs. He awakened from his samādhi and Mahārāj told his to reveal what he experienced during samādhi.

Vyāpkānand Swāmi said, “This Shriji Mahārāj is the cause of all the avatārs and the sovereign of Akshardhām. I saw Rāmānand Swāmi and the past avatārs, such as Rām, Krishna, etc., merge into Shriji Mahārāj’s murti. Therefore, Shriji Mahārāj is the supreme Bhagwan.” Hearing Vyāpkānand Swāmi’s words, those who had faith in Rāmānand Swāmi and those belonging to other sects could not accept this revelation. They all prayed to Shriji Mahārāj, “We find this difficult to understand. So, please tell us in a way we can understand.”

Shriji Mahārāj said, “Sit in meditation and remember your ishtadev. You will understand as it is.” They all sat in meditation and Shriji Mahārāj granted them samādhi with his glance. In the samādhi, they all saw his divine murti along with the infinite muktas in Akshardhām. They also saw Rāmānand Swāmi and all of the avatārs in his service. Then, they all merged into his murti. Many people developed the solid conviction that Shriji Mahārāj is manifest form of Purushottam. Then, Shriji Mahārāj awakened them from samādhi. The devotees said, “O Mahārāj! You are the supreme Purushottam Bhagwan. Bless us so that we never doubt that you are the manifest Purushottam.”

Shriji Mahārāj said, “This Purushottam Bhagwan has never come to this brahmānd and will never come again.1 Therefore, this is the supreme murti. Do not let that conviction sway.”

In this way, for the purpose of their joy and the firmness of their conviction, Mahārāj exhibited his power in the samādhi experience. To some, he showed his divine murti in Akshardhām being served by infinite muktas. To some, he showed Lakshmi, Rādhikā, Shridāmā and other pārshads in Golok. To some, he showed Vishnu along with Lakshmi, Nand, Sunand, and other pārshads in Vaikunth. To some, he showed the form of Mahāpurush along with niranna-muktas in Shvetdwip. To some, he showed the Avyākrut abode where Bhumā-Purush resides with Lakshmi, other devis possessing powers, and pārshads. To some, he showed Badrikāshram where Narnārāyan resides. To some, he showed the form of Yogeshwar, along with Lakshmi, resting on Sheshnāg in the ocean of milk. To some, he showed the form as Hiranyamay in the abode of Surya. To some, he showed the form of Yagnapurush in the adobe of Agni. Some heard the sounds of pranav. He showed the light of millions of suns emanating from his body. To some, he showed the light of Brahman (i.e. Chidākāsh), which transcends the wakeful, dream, and deep sleep states and which is characterized as sachchidānand. To some, he showed the form of Vairāt-Purush, the support of the brahmānd. To some, he showed the locations of devtās. To some, he showed Ganeshji’s location within the six chakras and the location of other deities individually. He also granted his darshan to his devotees residing hundreds of gāu away. And to their amazement, he ate the food offered to the image of God from far away. And when some devotees died, he came to take them to his abode; and when he arrived to their village, he appeared before other devotees and non-devotees alike. He showed his divine powers to aspirants and non-aspirants alike. Seeing such powers of Shri Sahajānand Swāmi, thousands were amazed and left their sect and their guru to worship Shriji Mahārāj as the manifest form of God.

Then, the leaders of other sects came to debate with Shriji Mahārāj, but they were not able to defeat Shriji Mahārāj. They all saw his divine powers and saluted Mahārāj and said, “O Mahārāj! You are God. Therefore, please grant us the darshan of our ishtadev.” He granted them samādhi and the darshan of their ishtadev. Then, they saw in their heart Shriji Mahārāj in the form of their ishtadev. The Vaishnavs of the Vallabh sect and the Madhva Sampradāy saw Shri Krishna Bhagwan along with the gopas of Vrundāvan. Those of the Rāmānuj Sampradāy saw Lakshminārāyan along with Nand, Sunand, Vishwaksen, and Garud. Those of the Rāmānandi sect saw Shri Rāmchandraji along with Sitā, Lakshman, and Hanumān seated on a divine throne. Those of the Shankarāchārya sect saw the brahmajyoti form (i.e. Chidākāsh form). Those of the Shiva sect saw Shiva, along with Pārvati and his ganas (pārshads). Those who worshiped Surya saw Hiranyamay Purush in the abode of Surya. Those who worshiped Ganpati saw his vast form as Ganpati. Those who worshiped devi saw the form of devi. The Jains saw Tirthankar. The Yavans saw Pegambar. In this way, Shriji Mahārāj gave them the darshan of their ishtadev during samādhi. Seeing Shriji Mahārāj in the form of their ishtadev, they understood Mahārāj to be the cause of the avatārs. They left their sect and took the refuge of Shriji Mahārāj and worshiped the manifest form. In this way, Shriji Mahārāj used his powers to destroy the eternal ignorance of the jivas and established ekāntik dharma on the earth which had disappeared.

(7/3)

1. The purport of this statement by Shriji Maharaj is that he came on this earth for the first time and he will remain present through the Satpurush who is Aksharbrahma. If Maharaj remains present on this earth through the Satpurush, then there is no question of him having to come again. Therefore, Maharaj says he will never come again.

Gām Faṇeṇīmā mandirnī jagā chhe, tyā hāl beṭhak chhe, tyā Rāmānand Swāmī dehtyāg karīne dhāmmā gayā. Tyār pachhī Shrī Sahajānand Swāmī potānā gurunī dehkriyā karīne temanī dharmadhurā upāḍī letā havā, ne te Swāmīnā je āshrit temanī satshāstranā updeshe karīne sambhāvanā karatā havā. Ne temane potāno alaukik pratāp dekhāḍīne potāne viṣhe temanā chittane tāṇī letā havā ne keṭlāk manuṣhyane samādhi karāvatā havā. Lojmā te pratāpne joīne Vyāpkānand Swāmīne Shrījī Mahārājnā swarūpno sarvoparī nishchay nahoto thāto. Tethī te Vyāpkānand Swāmīne paṇ samādhi karāvīne Akṣhardhāmne viṣhe anant koṭi mukte sahit potānu darshan karāvyu to paṇ nishchay na thayo. Tyāre Shrījī Mahārāje kahyu je, “Ā sarve muktanī ek-kaḷāvachhinna1 pūjā karo.” Tyāre Vyāpkānand Swāmīe kahyu je, “He Mahārāj! Em kem thāy?” Tyāre Shrījī Mahārāj bolyā je, “Tame em sankalp karo je, ā Rāmānand Swāmī Bhagwān hoy to temanā sāmarthye karīne hu eṭalā rūpe thāu.” Tyāre temaṇe em sankalp karyo. To paṇ anantrūpe na thavāṇu! Tyāre Shrījī Mahārāj bolyā je, “Chovīs avatārnā nokhā nokhā nām laīne sankalp karo je, e Puruṣhottam Bhagwān hoy to temanā sāmarthye karīne hu anantrūpe thāu.” Tyāre temaṇe em karyu to paṇ anantrūpe na thavāṇu. Tyāre Shrījī Mahārāj bolyā je, “Amāru nām laīne sankalp karo je, jo Sahajānand Swāmī sarva avatārnā avatārī Puruṣhottam Bhagwān hoy to hu anantrūpe thāu.” Pachhī Shrījī Mahārājnu nām līdhu tyāre anantrūpe thavāṇu ne sarva muktanī ek-kaḷāvachhinna pūjā karī. Tyāre evā pratāpne joīne Vyāpkānand Swāmīne Mahārājne viṣhe sarva avatārnā avatārī Puruṣhottampaṇāno nishchay thayo. Pachhī samādhimāthī ūṭhyā, tyāre Shrījī Mahārāje kahyu je, “Tamāre samādhimā jevī rīte dekhāṇu hoy tevī rīte sarvane kaho.”

Tyāre Vyāpkānand Swāmīe kahyu je, “Ā Shrījī Mahārāj to sarva avatārnā avatārī ne Akṣhardhāmnā pati chhe, te māṭe Rāmānand Swāmī tathā pūrve thayā je Rām-Kṛuṣhṇādik Bhagwānnā avatār te sarve Shrījī Mahārājnī mūrtine viṣhe līn thayā em me Akṣhardhāmmā dīṭhu. Te māṭe ā Shrījī Mahārāj sarvoparī Bhagwān chhe.” Tyāre te Vyāpkānand Swāmīnī vāt sāmbhaḷīne Rāmānand Swāmīnā nishchayvāḷā hatā tathā bījā matvāḷā hatā temanā mānyāmā vāt āvī nahī. Tyāre te sarvee Shrījī Mahārājnī prārthanā karīne kahyu je, “He Mahārāj! Ā vāt amāre sarvene samajyāmā āvatī nathī. Māṭe amane je rīte samajāy tevī rīte kṛupā karīne kaho.” Tyāre Shrījī Mahārāje kahyu je, “Tame dhyānmā beso ne potpotānā īṣhṭadevne sambhāro, to e vāt tamone jem chhe tem jaṇāshe.” Tyāre te sarve dhyānmā beṭhā tyāre Shrījī Mahārāj potānī draṣhṭimātre karīne te sarvane samādhi karāvīne Akṣhardhāmne vishe anant mukte sahit potānī divya mūrtinu sākṣhāt darshan karāvatā havā. Tathā Rāmānand Swāmī tathā sarve avatār te potānī sevāmā dekhāḍtā havā. Pachhī potānī mūrtimā sarve avatārne līn karī dekhāḍtā havā. Temā keṭlāk manuṣhyane Shrījī Mahārājno aḍag nishchay thayo. Pachhī te bhaktane Shrījī Mahārāj samādhimāthī jagāḍtā havā. Tyāre te bhakta bolyā, “He Mahārāj! Tame to sarvoparī Puruṣhottam Bhagwān chho. Māṭe tamārā pragaṭ Puruṣhottampaṇānā nishchaymā sanshay na thāy evī kṛupā karo.” Tyāre te pratye Shrījī Mahārāj bolyā je, “Ā Puruṣhottam Bhagwān to kyārey ā brahmānḍne viṣhe āvyā nathī ne āvashe paṇ nahī. Māṭe ā to sarvoparī mūrti chhe te ā nishchay faravā devo nahī.” Em Shrījī Mahārāj temanā utsāhne arthe ne temanī buddhinī draḍhatāne arthe, potānu je nānā prakārnu aishvarya te samādhie karīne dekhāḍtā havā. Temā keṭlāk manuṣhyane to Akṣhardhāmne viṣhe anant mukte sevyā thakā potānī alaukik mūrtinu darshan detā havā. Ne keṭlāk manuṣhyane to Golokne viṣhe Lakṣhmī, Rādhikā ne Shrīdāmādik pārṣhade sahit te rūpe potānu darshan detā havā. Ne keṭlākne Vaikunṭhlokne viṣhe Lakṣhmī ne Nand-Sunandādik pārṣhade sahit Viṣhṇurūpe potānu darshan detā havā. Ne keṭlākne Shvetdvīpne viṣhe Nirannamukte sahit Mahāpuruṣhrūpe potānu darshan detā havā. Ne keṭlākne to Avyākṛut dhāmne viṣhe Lakṣhmī ādik Shaktio ane pārṣhade sahit Bhūmāpuruṣhrūpe potānu darshan detā havā. Ne keṭlākne to Badrikāshramne viṣhe munie sahit Narnārāyaṇrūpe potānu darshan detā havā. Ne keṭlākne to Kṣhīrsamudrane viṣhe Lakṣhmī ne Sheṣhnāge sahit Yogeshvarrūpe potānu darshan detā havā. Ne keṭlākne to sūryanā manḍaḷne viṣhe Hiraṇyamay Puruṣhrūpe potānu darshan detā havā. Ne keṭlākne to Agni Manḍaḷne viṣhe Yagnapuruṣhrūpe potānu darshan detā havā. Ne keṭlākne to Praṇavnā je nād te tatkāḷ sambhaḷāvatā havā. Ne keṭlākne to koṭi koṭi sūrya sarkhu je potānu tej tene dekhāḍtā havā ne keṭlākne to jāgrat, swapna, suṣhupti thakī par ne Sachchidānand chhe lakṣhaṇ jenu ne draṣhṭā chhe nām jenu, evu je brahmatej te rūpe potānu darshan detā havā. Ne keṭlākne to brahmānḍnā ādhār ne Puruṣhsūktane viṣhe kahyā evā je Vairāṭ-Puruṣh te rūpe potānu darshan detā havā. Ne keṭlākne to bhūgoḷ-khagoḷne viṣhe rahyā je devatānā sthānak ne āshcharya tene dekhāḍtā havā. Ne keṭlākne to Ādhārādik chha Chakrane2 viṣhe rahyā evā je Gaṇesh ādik devatānā sthānak tene pṛuthak dekhāḍtā havā. Ne kyārek to so-so gāune chheṭe rahyā evā je potānā bhakta temane pratyakṣh pramāṇ potānu darshan detā havā. Ne kyārek to chheṭe rahyā evā je potānā bhakta temaṇe potānā gharne viṣhe Shrījī Mahārājnī pratimāne āgaḷ dharyu je naivedya tene potpotānā bhaktane vismay pamāḍatā thakā jamatā havā. Ne kyārek to dehtyāgne karatā evā je potānā bhaktajan temane potānā dhām pratye laī jāvāne ichchhatā thakā tyā pote āvīne te bhaktanā gāmne viṣhe rahyā evā je bījā bhakta tathā abhakta temane paṇ potānu sākṣhāt darshan detā havā. Evī rīte mumukṣhu athavā mumukṣhu nahī evā je jan temane potānā alaukik aishvarya dekhāḍtā evā je Shrī Sahajānand Swāmī Mahārāj temane joīne atishay vismayne pāmyā evā je hajāro manuṣhyo, te potpotānā matno ne guruno tyāg karīne Shrījī Mahārājnu pragaṭ pramāṇ bhajan karatā havā. Pachhī te pratāpne joīne ghaṇāk je matvādī te Shrījī Mahārāj sangāthe vivād karavā āvyā paṇ vāde karīne Shrījī Mahārājne jītvāne koī samarth na thayā ne pachhī te sarva Shrījī Mahārājno alaukik aishvarya pratāp dekhīne namaskār karīne bolyā je, “He Mahārāj! Tame to Parmeshvar chho. Māṭe amārā je je īṣhṭadev chhe tenā darshan amane kṛupā karīne karāvo.” Evī rīte temanu prārthanā-vachan sāmbhaḷīne te sarvane dhyānmā besārīne potāne pratāpe karīne temane tatkāḷ samādhi karāvatā havā. Pachhī te sarve Shrījī Mahārājnā darshanmātre karīne khechāī gayā chhe nāḍī-prāṇ jemanā evā thakā potpotānā hṛudayne viṣhe potpotānā īṣhṭadevrūpe Shrījī Mahārājne dekhatā havā. Temā je Vallabh Kuḷne āshrit evā Vaiṣhṇav hatā te tathā Madhva Sampradāynā hatā e be to Gopīnā Gaṇe vīnṭāṇā ne Vṛundāvanne viṣhe rahyā evā je bāḷ-līlāe karīne manohar mūrti evā je Shrī Kṛuṣhṇa Bhagwān te rūpe dekhatā havā. Ne je Rāmānuj Sampradāynā hatā te to Nand, Sunand ne Vishvaksen ne Garuḍādik pārṣhade sahit Lakṣhmīnārāyaṇrūpe dekhatā havā. Ne je Rāmānandī hatā te to Sītā, Lakṣhmaṇ ne Hanumāne yukta thakā divya sinhāsan upar beṭhā evā je Shrī Rāmchandrajī te rūpe dekhatā havā. Ne je Shankarāchāryanā Matvāḷā hatā te to brahmajyotirūpe dekhatā havā. Ne je Shaivī hatā te to Pārvatī ne pramathgaṇe sahit je Shivjī te rūpe dekhatā havā. Ne je Sūryanā upāsak hatā te to Sūryanā Manḍaḷnā viṣhe rahyā je Hiraṇyamay Puruṣh te rūpe dekhatā havā. Ne je Gaṇpatinā upāsak hatā te to Mahā-Gaṇpatirūpe dekhatā havā; ne je Devīnā upāsak hatā te to Devīrūpe dekhatā havā. Ne je Jain hatā te Tīrthankarrūpe dekhatā havā. Ne je Yavan hatā te to Pegambarrūpe dekhatā havā. Evī rīte samādhie karīne potpotānā īṣhṭadevrūpe Shrījī Mahārājne joīne sarva avatārnā kāraṇ jāṇīne potpotānā matno tyāg karīne Shrījī Mahārājno draḍh āshray karatā havā. Ne pragaṭ pramāṇ bhajan karatā havā. Evī rīte Shrī Sahajānandjī Mahārāj je te potānā pratāpe karīne jīvnu je mūḷ agnān teno nāsh karatā thakā pṛuthvīne viṣhe nāsh pāmyo je ekāntik dharma tenu rūḍī rīte sthāpan karatā havā.

(7/3)

1. Ekī sāthe.

2. Chha chakra: 1. Mūlādhār; 2. Ling; 3. Nābhi (Maṇipur); 4. Hṛuday (Anāhat); 5. Kanṭh (Vishuddha); 6. Mūrdha (Mastakno uparno bhāg, Tāḷavu).

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading