share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૭

વાત: ૯ થી ૯

અમદાવાદમાં સંતને દુષ્ટે કષ્ટ દીધું ત્યારે શ્રીજીમહારાજ કાંકરિયે તળાવ બિરાજમાન હતા; ત્યાં સંત આવ્યા. તે સંતને શ્રીજીમહારાજ જોઈને એમ બોલ્યાં જે, “મારા પરમહંસની મોટા બ્રહ્માદિક દેવ ને સર્વે અવતાર તે પ્રાર્થના કરે છે ને તેમનાં દર્શનને ઇચ્છે છે ને એક કીડી જેવા જીવને પણ દૂભે નહીં, એવા જે સંત તેને દુઃખ દીધું.” એમ કહીને ઉત્તર મુખે ઉદાસ થઈને બેઠા; તેટલામાં બ્રહ્માદિક દેવે જાણ્યું જે, આજ તો સર્વ બ્રહ્માંડનો નાશ થઈ જાશે. એટલામાં મહાકાળ, સંકર્ષણ, શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા જે, “હે મહારાજ! તમે જે આજ્ઞા કરો તે અમે તત્કાળ કરીએ ને અમે તમારા સેવક છીએ તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે? તેનો ક્ષણમાત્રમાં નાશ કરી નાખીએ.” એમ તે મહાકાળાદિક બોલ્યા. તે પછી દિવ્ય ચક્ષુવાળા સંત હતા તેમણે શ્રીજીમહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે, “હે મહારાજ! હે સ્વામિન્! હે પ્રભો! આજ તમે અગણિત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયાએ કરી અક્ષરધામમાંથી આંહીં પૃથ્વી ઉપર પધાર્યા છો, તે જીવોના અપરાધ ક્ષમા કરીને આત્યંતિક કલ્યાણ કરો.” એવી સંતે પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજ સંત પ્રત્યે એમ બોલ્યા જે, “અનંત કોટિ બ્રહ્માંડમાં સર્વે આપણું કર્યું થાય છે. તે જુઓને, સર્વે અવતાર અમારે વિષે લીન થાય છે ને આ સંતની સભાને અમે અક્ષરધામને વિષે દેખીએ છીએ ને આપણી વાત માને છે તેનું કલ્યાણ થાય છે ને જે નથી માનતા તે નરકમાં જાય છે; ને અમારા શરીરમાં કાંઈ કસર જેવું થયું ત્યારે જગતમાં અનેક જીવોનો નાશ થઈ ગયો ને જ્યારે આપણે ખટરસ ને વસ્ત્ર ત્યાગ કર્યાં ને ટાટ પે’ર્યાં ત્યારે જગતમાં કોઈને અન્ન, વસ્ત્ર મળ્યું નહીં ને સર્વે હેરાન થઈ ગયા. માટે સર્વે આપણું કર્યું થાય છે, પણ બીજા કોઈનું કર્યું કાંઈ થાતું નથી; ને તમારા શરીરમાંથી કોટિ કોટિ સૂર્યના પ્રકાશથી અધિક પ્રકાશ નીસરે છે ને અતિ સામર્થ્યે યુક્ત છો ને તમારે માથે કાળ, કર્મ, માયાનો હુકમ નથી એમ હું તમને દેખું છું.” એમ શ્રીજીમહારાજ બોલ્યા. ત્યારે સર્વે સંત બોલ્યા જે, “હે મહારાજ! તમે તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ છો. માટે તમે દેખો એમાં શું કહેવું? ને તમે તો દિવ્ય એવું જે અક્ષરધામ ને દિવ્ય એવા જે પાર્ષદ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય તેણે યુક્ત એવા અનાદિ, નિત્યસિદ્ધ, સર્વોપરી, પૂર્ણ, અનવધિકાતિશય, કલ્યાણકારી અનેક ગુણે યુક્ત થકા એકાંતિક ભક્તને સુખ દેવાને અર્થે ને અગણિત જીવોનાં કલ્યાણ કરવાને અર્થે કૃપા કરીને હરિપ્રસાદજીને ઘેર પ્રકટ્યા છો. ને તમારી કૃપા થકી અમે પણ પરાવરને હસ્તામળ દેખીએ છીએ ને ધર્મજ્ઞાનાદિક અનંત ગુણે યુક્ત થયા છીએ, માટે કોઈનો ભાર ગણતા નથી. ને તમારી મરજી ને રાજીપો હશે તેમ કરશું અને અમારે આ લોકમાં ને પરલોકમાં તમ વિના બીજું કાંઈ વહાલું નથી, તમે તો અમારા જીવનપ્રાણ છો. ને તમને પ્રસન્ન કરવાને અર્થે તો અનંત જન્મ ધરીને માયિક સુખ ને ભૂંડા સ્વભાવનો ત્યાગ કરી દઈએ. માટે, હે સ્વામિન્! તમો અમારે દુઃખે કરીને ઉદાસી થાશો મા, અમારે કશું દુઃખ નથી. ને કોટિ સૂર્યના તેજ થકી કોટિ ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે ને તેથી કોટિ ગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે ને તેથી અનંત કોટિ ગણું તેજ તે અક્ષરના મુક્તના એક રોમને વિષે છે ને તેથી અનંત કોટિ ગણું તેજ તે અક્ષરધામની ભૂમિ તેમાં સોપારી રહે એટલા દેશના તેજમાં લીન થાય છે ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે હરિકૃષ્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટિમા ભાગના પાશંગની બરોબર નથી આવતાં. એવા દિવ્ય તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, બળ, કીર્તિ, સ્વરાટ, સત્યસંકલ્પ એવા અનેક દિવ્ય ગુણે યુક્ત મૂર્તિ છો, તો પણ કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે મનુષ્યાકૃતિ જણાઓ છો.” એવી રીતે સર્વે સંતે શ્રીજીમહારાજની પ્રાર્થના કરી.

(૭/૯)

૧. દુષ્કાળ પડ્યો, કોઈને ખાવા ધાન ન રહ્યું.

૨. સર્વે પરાઃ અવરાઃ યસ્માત્ સઃ પર એવા જે અક્ષરાદિક સર્વે જેના થકી અવર (નિચા) છે એવા પુરુષોત્તમનારાયણ.

૩. બંને ત્રાજવા સમતોલ રાખવા માટે એક તરફ રખાતું વજન.

When a wicked person beat a sadhu in Amdāvād, Mahārāj was sitting near Lake Kānkariyā. The sadhu arrived there. Seeing the sadhu, Shriji Mahārāj said, “Someone harmed my sadhu who is among the paramhansas that Brahmā, deities, and all the avatārs pray to and desire to have their darshan and who would not harm any jiva like an ant.” Then, Mahārāj sorrowfully sat facing south. Brahmā and others thought that all of the brahmānds will be destroyed. Suddenly, Mahākāl, Sankarshan, Shiv, and others came and prayed to Mahārāj, “O Mahārāj! We will immediately follow an order you give us. We are your servants. Who can harm your sadhu? We will destroy them in a second.” Mahākāl and others spoke this way.

Then, the sadhus, who possessed a divine vision, prayed to Mahārāj, “O Mahārāj! O Swāmin! O Prabhu! You compassionately came here from Akshardhām to liberate countless jivas. Forgive the offenses of the jivas and liberate them.” The sadhus prayed to Mahārāj this way.

Then, Mahārāj spoke, “Everything in the infinite brahmānds happens according to my will. Just look, all of the avatārs merge into me. And I see this assembly of sadhus in Akshardhām. And whoever believes my talks is liberated, and those who do not go to narak. When I felt some illness in my body, many jivas were destroyed.1 And when I abstained from eating foods of six types of taste and refrained from wearing [rich] clothes and wore a rough cloth, no one had food to eat in the world or clothes to wear. They all suffered. Therefore, everything happens according to my will, but nothing happens according to someone else’s will. And, light greater than the light of millions of suns emanates from your body; and you are very powerful. Kāl, karma, and māyā have no authority over you. That is how I see you.”

The sadhus then said, “O Mahārāj! You are the avatāri, the cause of the avatārs, and Purushottam, the sovereign of Akshardhām. What is surprising if you see that? You are eternally associated with the divine Akshardhām, the pārshads, virtues, and powers. You are eternal, inherently elevated, supreme, complete, limitless, and possess redemptive virtues. To bestow happiness to your ekāntik devotees and to liberate countless jivas, you took birth in the home of Hariprasād out of great compassion. And we also see you as we see a fruit in the palm of our hand. We acquired dharma and other qualities (i.e. dharma, gnān, vairāgya, and bhakti), therefore, we are not impressed by anyone else. We will do as you wish and as you are pleased. We have nothing dear to us here or in the life hereafter. You are our life. To please you, we will take infinite births and shun the māyik happiness and base instincts. Therefore, O Mahārāj! Do not be sorrowful because of our pain. We are not pained. And the muktas of Vaikunth possess light that is a million times more luminous than the light of millions of suns. And the muktas of Golok possess light that is a million times more luminous than the muktas of Vaikunth. And the akshar-muktas possess light that is infinite times more luminous in one hair of their body. Even this much luminosity is eclipsed by the light in a span of land of Akshardhām equal to a betel-nut. And if one gathers all of the light of this Akshardhām, it does not equal to one strand of hair on the body of Harikrishna Purushottam, who is the cause of all avatārs. You possess a murti that is characterized by divine light, powers, strength, fame, self-luminosity, wishes that always bear fruit, and other such divine virtues. You compassionately appear as a human before us to liberate jivas.” This is how all the sadhus prayed before Shriji Mahārāj.

(7/9)

1. Maharaj shows the oneness between his body and the brahmānd. Parabrahma pervades everything and the infinite brahmānds are supported by him. Even while having assumed a human body, he shows this oneness. Therefore, whatever happens to his body is reflected in the brahmānd. When Maharaj fell ill, there was a famine in the world. Food was scarce. Many people, animals, birds and other jivas died from hunger or thirst, meaning they were not able to sustain their body. (This should not be interpreted literally, since the jiva cannot be destroyed.)

Amdāvādmā santne duṣhṭe kaṣhṭ dīdhu tyāre Shrījī Mahārāj Kānkariye Taḷāv birājmān hatā; tyā sant āvyā. Te santne Shrījī Mahārāj joīne em bolyā je, “Mārā Paramhansanī moṭā Brahmādik dev ne sarve avatār te prārthanā kare chhe ne temanā darshanne ichchhe chhe ne ek kīḍī jevā jīvne paṇ dūbhe nahī, evā je sant tene dukh dīdhu.” Em kahīne uttar mukhe udās thaīne beṭhā; teṭalāmā Brahmādik deve jāṇyu je, āj to sarva brahmānḍno nāsh thaī jāshe. Eṭalāmā Mahākāḷ, Sankarṣhaṇ, Shivādik āvīne prārthanā karavā lāgyā je, “He Mahārāj! Tame je āgnā karo te ame tatkāḷ karīe ne ame tamārā sevak chhīe te tamārā santne kaṣhṭ denāro koṇ chhe? Teno kṣhaṇmātramā nāsh karī nākhīe.” Em te Mahākāḷādik bolyā. Te pachhī divya chakṣhuvāḷā sant hatā temaṇe Shrījī Mahārājnī prārthanā karīne kahyu je, “He Mahārāj! He Swāmin! He Prabho! Āj tame agaṇit jīvonā ātyantik kalyāṇ karavāne arthe dayāe karī Akṣhardhāmmāthī āhī pṛuthvī upar padhāryā chho, te jīvonā aparādh kṣhamā karīne ātyantik kalyāṇ karo.” Evī sante prārthanā karī. Pachhī Shrījī Mahārāj sant pratye em bolyā je, “Anant koṭi brahmānḍmā sarve āpaṇu karyu thāy chhe. Te juone, sarve avatār amāre viṣhe līn thāy chhe ne ā santnī sabhāne ame Akṣhardhāmne viṣhe dekhīe chhīe ne āpaṇī vāt māne chhe tenu kalyāṇ thāy chhe ne je nathī mānatā te narakmā jāy chhe; ne amārā sharīrmā kāī kasar jevu thayu tyāre jagatmn anek jīvono nāsh thaī gayo1 ne jyāre āpaṇe khaṭras ne vastra tyāg karyā ne ṭāṭ pe’ryā tyāre jagatmā koīne anna, vastra maḷyu nahī ne sarve herān thaī gayā. Māṭe sarve āpaṇu karyu thāy chhe, paṇ bījā koīnu karyu kāī thātu nathī; ne tamārā sharīrmāthī koṭi koṭi sūryanā prakāshthī adhik prakāsh nīsare chhe ne ati sāmarthye yukta chho ne tamāre māthe kāḷ, karma, māyāno hukam nathī em hu tamane dekhu chhu.” Em Shrījī Mahārāj bolyā. Tyāre sarve sant bolyā je, “He Mahārāj! Tame to sarva avatārnā avatārī ne Akṣhardhāmnā pati Pūrṇa Puruṣhottam chho. Māṭe tame dekho emā shu kahevu? Ne tame to divya evu je Akṣhardhām ne divya evā je pārṣhad, guṇ, vibhūti, aishvarya teṇe yukta evā anādi, nityasiddha, sarvoparī, pūrṇa, anavadhikātishay, kalyāṇkārī anek guṇe yukta thakā ekāntik bhaktane sukh devāne arthe ne agaṇit jīvonā kalyāṇ karavāne arthe kṛupā karīne Hariprasādjīne gher prakaṭyā chho. Ne tamārī kṛupā thakī ame paṇ parāvarne2 hastāmaḷ dekhīe chhīe ne dharmagnānādik anant guṇe yukta thayā chhīe, māṭe koīno bhār gaṇatā nathī. Ne tamārī marjī ne rājīpo hashe tem karashu ane amāre ā lokmā ne parlokmā tam vinā bīju kāī vahālu nathī, tame to amārā jīvanprāṇ chho. Ne tamane prasanna karavāne arthe to anant janma dharīne māyik sukh ne bhūnḍā swabhāvno tyāg karī daīe. Māṭe, he Swāmin! Tamo amāre dukhe karīne udāsī thāsho mā, amāre kashu dukh nathī. Ne koṭi sūryanā tej thakī koṭi gaṇu tej Vaikunṭhnā muktamā chhe ne tethī koṭi gaṇu tej te Goloknā muktamā chhe ne tethī anant koṭi gaṇu tej te Akṣharnā muktanā ek romne viṣhe chhe ne tethī anant koṭi gaṇu tej te Akṣhardhāmnī bhūmi temā sopārī rahe eṭalā deshnā tejmā līn thāy chhe ne anant apār je Akṣhardhāmno prakāsh te sarvene bheḷo karīe to sarva avatārnā avatārī je Harikṛuṣhṇa Puruṣhottam tenā ek romnā koṭimā bhāgnā pāshangnī3 barobar nathī āvatā. Evā divya tej, aishvarya, pratāp, baḷ, kīrti, swarāṭ, satyasankalp evā anek divya guṇe yukta mūrti chho, to paṇ kṛupā karīne jīvnā kalyāṇ karavāne arthe manuṣhyākṛuti jaṇāo chho.” Evī rīte sarve sante Shrījī Mahārājnī prārthanā karī.

(7/9)

1. Duṣhkāḷ paḍyo, koīne khāvā dhān na rahyu.

2. Sarve parāhā avarāhā yasmāt sah par evā je akṣharādik sarve jenā thakī avar (nichā) chhe evā Puruṣhottamnārāyaṇ.

3. Banne trājavā samtol rākhavā māṭe ek taraf rakhātu vajan.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading