કીર્તન મુક્તાવલી

2-1245: હે પ્રમુખસ્વામી રહે હૃદયમાં અખંડ સ્મૃતિ આપની

હે પ્રમુખસ્વામી રહે હૃદયમાં અખંડ સ્મૃતિ આપની

વનમાળીદાસ

હે પ્રમુખસ્વામી રહે હૃદયમાં અખંડ સ્મૃતિ આપની,

 ન ભુલાય અંતરથી કદી એ દિવ્યમૂર્તિ આપની... હે પ્રમુખસ્વામી... ટેક

અવની ઉપર અગણિત છે, આકૃતિઓ કુદરત તણી,

 અંકાય એક જ અંતરે, અલૌકિક કૃતિ આપની… હે પ્રમુખસ્વામી... (૧)

છે બંધનો બળવાન અતિશય, મોહને માયા તણાં,

 એ બંધનો સઘળાં છૂટે, તૂટે ન પ્રીતિ આપની... હે પ્રમુખસ્વામી... (૨)

રહે જીવમાંહી અપૂર્ણતા, સાધન ઘણાં કરવા છતાં,

 કૃતાર્થ થાવા કાજ બસ, દૃષ્ટિ છે પૂરતી આપની... હે પ્રમુખસ્વામી... (૩)

ઉરમાં ઊઠે ઊર્મિ અગમ, સ્નેહલ સ્મરણ છે આપનું,

 વનમાળીદાસ વદે સ્તુતિ, હૃદયથી ગુરુ આપની... હે પ્રમુખસ્વામી... (૪)