કીર્તન મુક્તાવલી

2-1252: નેડલો લાગ્યો રે નારાયણસ્વરૂપ સાથે

નેડલો લાગ્યો રે નારાયણસ્વરૂપ સાથે

વનમાળીદાસ

નેડલો લાગ્યો રે નારાયણસ્વરૂપ સાથે,

હે... વા’લા છોડ્યો ન છૂટે કોઈ વાતે... નેડલો (ટેક)

સૂરજ ઊગ્યો સખી અખંડ સૌભાગ્યનો,

હે... વા’લા સ્વામીએ હાથ મેલ્યો માથે... નેડલો (૧)

સુખની છોળ્યું સખી ઊછળે અંતરમાં,

હે... વા’લા કરુણા કરી દીનાનાથે... નેડલો (૨)

હરખે નાચું સખી નાથ જ્યું નચાવે,

હે... વા’લા જીવનદોરી સ્વામીને હાથે... નેડલો (૩)

વરવા જેવા સખી જોયા વનમાળી,

હે... વા’લા સગપણ પ્રમુખસ્વામી સાથે... નેડલો (૪)