☰ stotra

સ્તોત્ર સિન્ધુ

૧૩. માનસ ચિન્તય

સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

અષ્ટપદી છંદ, પિલુ રાગ

માનસ ચિન્તય ચારુચરિત્રમ્ ।
પ્રેમવતી – વૃષપુત્રં પવિત્રમ્ ॥૧॥ ધ્રુવ꠶

રમણીય ચરિત્રવાળા, પ્રેમવતી (ભક્તિમાતા) અને ધર્મદેવના પુત્ર અને પવિત્ર એવા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર.

નૂતનમુદિર – દયિત – મંજુકાયે ।
ચન્દ્રવિશદ – વસનાનિ ધરન્સમ્ ॥ માનસ. ૧

નવીન મેઘના જેવા પ્રિય અને રમ્ય શરીર ઉપર ચંદ્રનાં જેવાં સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનારા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૧)

કેસરતિલક – લલિત – નિજભાલે ।
કુંકુમ - ચન્દ્રક – ધરમભિરામમ્ ॥ માનસ. ર

કેસરતિલકવાળા, લલિત, લલાટમાં કુંકુમના ચાંદલાને ધરનારા અત્યંત રમણીય એવા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૨)

બિન્દુપરિષ્કૃત – શુભાશ્રુતિ – યુગ્મે!
રત્ન – સુશોભિત – કુંડલધારમ્ ॥ માનસ. ૩

તલનાં ચિહ્નોથી શોભાયમાન સુંદર બે કાન ઉપર રત્નોથી સુશોભિત કુંડળને ધારણ કરનારા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૩)

અમ્બક – મધુપ – લસિત – લપનાબ્જે ।
કુન્દ – મુકુલસમ – હાસં દધાનમ્ ॥ માનસ. ૪

નેત્રરૂપી ભમરાઓથી શોભતા મુખકમળ પર કુન્દપુષ્પોની કળીના જેવું હાસ્ય ધારણ કરનારા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૪)

રેખા – વિરાજિત – વરકમ્બુકંઠે ।
પુરુવિધ –પુષ્પ – કનકમણિહારમ્ ॥ માનસ. ૫

રેખાઓથી શોભતા શ્રેષ્ઠ શંખના આકારવાળા કંઠ ઉપર પરાગથી પૂર્ણ એવાં અનેકવિધ પુષ્પહાર અને સુવર્ણના અને મણિઓના હારને ધારણ કરનારા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૫)

વિષધર – વિગ્રહ – કલ્પ – કરદ્વયે ।
પુષ્પ – રચિત – વલયાંગદધારમ્ ॥ માનસ. ૬

વિષધારી સર્પના શરીર સમાન લાંબા બે હાથ ઉપર પુષ્પના બનાવેલા બાજુબંધ અને પહોંચી ઉપર ગજરાને ધારણ કરનારા શ્રી હરિનું હે મન! તું ચિંતવન કર. (૬)

હરિમદહરતનુ – મંજુલ – કટ્યામ્ ।
નંગખચિત ચામીકર – રશનાઢ્યમ્ ॥ માનસ. ૭

સિંહના ગર્વને હરનારી પાતળી સુંદર કમર ઉપર નંગોથી જડેલા સોનાના કંદોરાએ સહિત શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૭)

કરિકર – કદલી – કરભસમ – સક્થિમ્ ।
સુષમ – સુવૃત્ત – મુકુરરૂપ – જાનુમ્ ॥ માનસ. ૮

હાથીની સૂંઢ, કેળ, કરભ સમાન સાથળોવાળા, અતિસુંદર, ગોળ, અરીસા જેવા ઘૂંટણવાળા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૮)

નૂપુર – નાદિત – ચરણમુદારમ્ ।
નિષ્કામાનન્દ – નિખિલતાપહારમ્ ॥ માનસ. ૯

ઝાંઝરથી ઝંકારિત ચરણકમળવાળા, ઉદાર અને નિષ્કામાનંદના સર્વ તાપને હરનારા એવા શ્રીહરિનું હે મન! તું ચિંતવન કર. (૯)

Mānas chintaya chārucharitram (Mānas Chintaya)

2-19006: Sadguru Nishkamanand Brahmachari

Category: Sanskrut Stotro

Mānas chintaya chārucharitram |

Premvatī - vṛuṣhaputram pavitram ||

Nūtan-mudir - dayit - manjukāye |

Chandravishad-vasanāni dharantam || Mānas. 1

Kesar-tilak-lalit-nij-bhāle |

Kumkum - chandrak - dharamabhirāmam || Mānas. 2

Bindupariṣhkṛut-shubhashruti-yugme |

Ratna - sushobhit - kunḍal-dhāram || Mānas. 3

Ambak-madhup-lasit-lapanābje |

Kund - mukulasam - hāsam dadhānam || Mānas. 4

Rekhā - virājit - var-kambukanṭhe |

Puruvidha-puṣhpa-kanak-maṇihāram || Mānas. 5

Viṣhadhar-vigrah-kalpa-karadvaye |

Puṣhpa - rachit - valayāngadadhāram || Mānas. 6

Hari-madahar-tanu - manjul - kaṭyām |

Nang-khachit chāmīkar-rashanāḍhyam || Mānas. 7

Karikar-kadalī-karabhasam-sakthim |

Suṣham - suvṛutta - mukurarūp - jānum || Mānas. 8

Nūpur - nādit - charaṇ-mudāram |

Niṣhkāmānand - nikhil-tāpahāram || Mānas. 9

close

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ