॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગ્રંથ મહિમા

‘વચનામૃત’ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની આ પરાવાણીને તેઓના ચાર વિદ્વાન સંતો - ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રમાણિત કરાવીને વચનામૃત સ્વરૂપે આપીને મહાન ઉપકાર કર્યો છે. શ્રીહરિ દિવસે કે રાત્રે જ્યારે પણ વાતો કરતા તે આ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ, સમય, શ્રીહરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સંમિલિત વ્યક્તિઓ વગેરે ઐતિહાસિક પ્રામાણ્યનો પ્રત્યક્ષ નમૂનો આ ‘વચનામૃત’ ગ્રંથ છે.

‘વચનામૃત’નો મુખ્ય પ્રતિપાદિત વિષય અધ્યાત્મજ્ઞાન છે. તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ – એટલે કે એકાંતિક ધર્મનું સુપેરે નિરૂપણ છે. તેની સાથે કર્તા, સાકાર, સર્વોપરી ને પ્રગટ ભગવત્સ્વરૂપના માહાત્મ્યજ્ઞાન સાથે નિશ્ચયની મહત્તા, અક્ષરધામના પરમ સુખની છતી દેહે પ્રાપ્તિ, તેમાં આવતાં વિઘ્નોની ઓળખ, જીવોના આત્યંતિક કલ્યાણ માટે ભગવાન અથવા ભગવાનના અખંડ ધારક પરમ એકાંતિક સંતની આવશ્યકતા, અક્ષરધામ સિવાય અન્ય સર્વે લોક, તેના વૈભવ વગેરેનું નાશવંતપણું, પંચવિષયની તુચ્છતા, દોષરહિત થવા ને માયાપર થવા અક્ષરબ્રહ્મસ્વરૂપ સંતની અનિવાર્યતા વગેરે અગણિત વિષયો પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું શ્રીમુખનું અમૃત વરસ્યું છે.

ભગવાન સ્વામિનારાયણે વેદો, ઉપનિષદો, રામાયણ-મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથો, શ્રીમદ્‌ભાગવત આદિ અઢાર પુરાણો વગેરેનું દોહન કરીને આ વચનામૃતોમાં સારભૂત તત્ત્વ પીરસ્યુ છે.

અનંત જીવોના કલ્યાણ માટે એકાંતિક ધર્મનું સ્થાપન કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણે મુમુક્ષુઓને અધ્યાત્મપથનું આ અદ્‌ભુત અને અનન્ય જ્ઞાન પીરસ્યું અને એ જ્ઞાનના સાક્ષાત્કાર માટે એકાંતિક ધર્મના ધારક બ્રહ્મસ્વરૂપ સત્પુરુષની અનિવાર્યતા દર્શાવી. શ્રીહરિએ વચનામૃત ગઢડા પ્રથમ ૬૦માં કહ્યું: “આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.”

સનાતન શાસ્ત્રોના સારભૂત અધ્યાત્મને સિદ્ધ કરવાનું સાધન શ્રીહરિએ પોતાના પરમ એકાંતિક સત્પુરુષમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ એ જ બતાવ્યું છે (વચનામૃત વરતાલ ૧૧). એવા સત્પુરુષ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી હતા, ત્યાર પછી તેમની પરંપરામાં બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ છે.

તેજના પ્રવાહરૂપ ‘વચનામૃત’ની આ દિવ્યવાણીને તો તેમના સંબંધને પામેલા આવા શુદ્ધ ગુણાતીત સત્પુરુષ જ ઝીલી શકે! એટલે આ વાણીનું યથાર્થ રહસ્ય સમજવું હોય તો એવા સત્પુરુષનાં ચરણકમળનું સેવન કરવું જ પડે. શ્રીહરિએ સ્વમુખે વચનામૃતમાં ઉદ્‌બોધેલા પોતાના દિવ્ય સિદ્ધાંતોને યથાર્થરૂપે સમજવા ગુણાતીત સત્પુરુષનો પ્રસંગ કરીએ. તેમના હૃદ્‌ગત અભિપ્રાયનું યથાર્થ પાન કરી કૃતાર્થ થઈએ!

Bhagwan Swaminarayan’s Vachanamrut

The Vachanāmrut is a collection of 273 discourses delivered by Bhagwān Swāminārāyan during the last ten years of His life, between 1819 CE and 1829 CE. These discourses were compiled by four of His pious and scholarly renunciants: Gopālānand Swāmi, Muktānand Swāmi, Nityānand Swāmi and Shukānand Swāmi. The scripture encapsulates the very essence of the principles and philosophy of the Swāminārāyan Sampradāy and is thus most foundational.

The scripture is divided into 10 sections, based on the various villages in which discourses were delivered. The sections are chronological in order and are named as follows: Gadhadā I, Sārangpur, Kāriyāni, Loyā, Panchālā, Gadhadā II, Vartāl, Amdāvād, Gadhadā III and finally Additional Vachanāmruts. Within each section, individual Vachanāmruts are arranged in chronological order and are numbered sequentially.

The Vachanāmrut is an authoritative scripture as it was spoken by God Himself and written down at the same time. In fact, it was even reviewed and approved by Bhagwān Swāminārāyan during its compilation, a fact evident in Vachanāmrut Loyā-7.2. Moreover, the fact that the concepts expounded in the Vachanāmrut are based on Bhagwān Swāminārāyan’s own personal experience gives it an added note of authority. In fact, He states in Vachanāmrut Gadhadā III-39.16: “I deliver these discourses to you not from any imagination of My mind nor to display any sort of aptitude. I have experienced all that I have spoken about. In fact, I speak in accordance to what I practise.”

The Vachanāmrut can also be considered to contain the essence of all of the scriptures concerned with spirituality. Why? Besides the fact that the words were spoken by the supreme Reality Himself, Bhagwān Swāminārāyan had studied the scriptures thoroughly, had mastered Ashtāng-Yoga and had also scrutinized the beliefs and practices of people throughout India. Thus, when He spoke, it was from a base of profound scriptural wisdom, advanced spiritual insight and vast practical experience. In the Vachanāmrut, He has quoted verses from the Vedas, the Shrimad Bhāgwat and other Purāns, the Upanishads, the Bhagwad Gitā as well as other parts of the Mahābhārat.

On a more scholarly plane, the Vachanāmrut is also the first literary work of prose in the Gujarāti language, thus providing a good specimen of the culture and speaking style of the Gujarāti language two centuries ago. It is a generous gift of Bhagwān Swāminārāyan to Gujarāti literature. Having read the above, one can better grasp why the compilers named it the Vachanāmrut. After all, it is in essence nectar, ‘amrut’, in the form of words, ‘vachan’, from the mouth of the Supreme God Himself. Just as ‘amrut’ has the distinct property of liberating from death all those who partake of it, the words of God similarly grant liberation from the cycle of births and deaths to all those who strive to imbibe their wisdom.

UPDATES

August 31, 2019: Please clear your browsing cache if the navigation menu does not display correctly. The menu has been changed so that the selected Vachanamrut is highlighted in the menu.

May 6, 2019: Added Vachanamrut histories in English - the translation of Vachanamrut Itihas.

Apr 27, 2019: Added audio nirupan of selected Vachanamruts by Brahmaswarup Pramuk Swami Maharaj, Guruhari Mahant Swami Maharaj, and senior sadhus. Go to Nirupan and select Au from the ☰nirupan menu to see the list.

Mar 31, 2019: Added all of પરિશિષ્ટ found in the Gujarati Vachanamrut. Also added some prefaces to the English Vachanamrut.

Mar 23, 2019: English translation of the Prasangs of the Vachanamruts added.

Mar 6, 2019: English translation of the Mahima of the Vachanamruts added.

Feb 12, 2019: Vachanamrut Calendar added showing the dates of the discourses in a calendar format.

Jan 29, 2019: Gujarati Vachanamrut Nirupan, Mahima, and Prasangs added.

Jan 22, 2019: English popup glossary definitions and Gujarati, English and Transliteration footnotes are now functioning. The site contains 940 Gujarati footnotes, 940 Transliteration footnotes, and 216 English footnotes. More than 2000 footnotes have been converted to accommodate the new layout. Popups should now work on most mobile devices.

Jan 18, 2019: In celebration of Vachanamrut Dwishatabdi Mahotsav, I have now included the number of years, months, and days since the Vachanamrut was spoken at the end of the Vachanamrut.

Jan 16, 2019: Bookmarking ability added for each format type: Gujarati, English, and Transliteration. Once bookmarkable Vachanamrut is selected, click or touch the bookmark icon with the + sign in the ☰more menu to bookmark. If and when Vachanamruts are bookmarked, the bookmarks for the individual format will show in the ☰more menu.

Jan 15, 2019: Ability to read different formats side by side added. Now you can select all three ways to read: Gujarati with English, English with Transliteration, and Gujarati with Transliteration.

Jan 12, 2019: After 9 years of the same design, I have finally updated the Vachanamrut site to conform with the other Anirdesh sites.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase