॥ સ્વામીની વાતો ॥
નિવેદન
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ
(સાધુ કેશવજીવનદાસજી)
અનાદિ અક્ષરબ્રહ્મ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતું એટલે શ્રીજીમહારાજના ‘વચનામૃત’ ઉપરનું ભાષ્ય. શ્રીજીમહારાજે કહેલા વચનામૃતની પરાવાણી યથાર્થ સમજવી હોય તો સ્વામીની વાતુંનું અધ્યયન કરવું જ રહ્યું. જેમ વચનામૃત એ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે, તેમ સ્વામીની વાતું એ પણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ જ છે. બંને ગ્રંથોના અધ્યયનથી શુદ્ધ ઉપાસના, સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન અને બ્રાહ્મીસ્થિતિ સિદ્ધ કરવા માટે આવશ્યક એવાં સાધનોની સૂઝ પડે.
‘સ્વામીની વાતો’નો મહિમા તો સ્વામીએ પોતે જ કહ્યો છે: “આ તો અક્ષરધામની વાતું છે. આ વાતું ફરી જન્મ ન થવા દે તેવી છે. આ વાતું તો અનંત સંશયને છેદી નાંખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે. આ વાતુંની ગતિ તો કાળના જેવી છે તે દેખાય નહિ પણ અજ્ઞાન ટાળી નાંખે એવી છે.”...
Welcome
Welcome to Anirdesh Swamini Vato. This site contains the text of all 7 prakarans of Swamini Vato (by Anadi Mul Aksharbrahma Shri Gunatitanand Swami) and the footnotes in Unicode Gujarati and English translation and transliteration. The English translation, with footnotes, is available for the Vato that have been translated and published by BAPS.
Updates
May 31, 2026: Complete overhaul of site for improved rendering on mobile and desktop, night mode, bookmarking, and improved search.
September 1, 2020: Updated to show the Gujarati, English, and Transliteration at once with the option to hide any of the text. This change will require clearing your browser cache if elements do not display correctly.
...