સ્તોત્ર સિન્ધુ
૮. ભજનાષ્ટકમ્
કોકિલક વૃત્તમ્
વિહરતિ યોઽક્ષરેઽક્ષર – પદાક્ષર – મુક્તપતિઃ
પુરુષવિધો વિધિં વિધિહરીશ્વરમુખ્યબુધાઃ ।
શિરસિ વહન્તિ તે સમુદિતં કિલ યેન મુદા
હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૧॥
જે અક્ષરમાં વિહાર કરે છે, જે અક્ષરધામ ને અક્ષરમુક્તોના પતિ છે, પુરુષાકૃતિ સાકાર છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ મુખ્ય પ્રસિદ્ધ દેવતાઓ જેના વડે સમ્યક્ પ્રકારે કહેવાયેલી આજ્ઞાને નિશ્ચે હર્ષપૂર્વક માથે ચઢાવે છે તેવા, અજન્મા અને જન્મ-મરણરૂપ સંસૃતિને હરનારા શ્રીહરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (૧)
પ્રકૃતિમયા ગુણા ન ચ ભવન્તિ હિ યત્ર હરૌ-
ઇતિ નિગમાગમા અપિ વદન્તિ ચ નિર્ગુણકમ્ ।
ઇતિ સગુણં ગુણૈરપિ યુતં પરદિવ્યશુભૈ-
ર્હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૨॥
જે પ્રભુમાં પ્રકૃતિના ગુણો કદાપિ છે જ નહીં, એટલા જ માટે વેદો અને શાસ્ત્રો પણ તે ભગવાનને નિર્ગુણ પ્રતિપાદિત કરે છે; વળી શ્રેષ્ઠ દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત હોવાથી તેમને સગુણ પણ કહે છે એવા અજન્મા અને જન્મ-મરણરૂપ સંસૃતિને હરનારા શ્રીહરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (ર)
શમદમ – કૌશલસ્મૃતિ – તપોબલ - કાન્તિભગ –
શ્રુતશુચિસત્યતા-સ્વવશતાર્જવ-કીર્તિમુખાઃ ।
અપરિમિતા ગુણા ધ્રુવતયાત્ર વસન્તિ સદા
હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૩॥
શમ, દમ, કુશળતા, સ્મૃતિ, તપ, બળ, કાન્તિ, ઐશ્વર્ય, શાસ્ત્રજ્ઞાન, પવિત્રતા, સત્યતા, જિતેન્દ્રિયતા, કોમળતા અને કીર્તિ ઇત્યાદિ અસંખ્ય ગુણો જેમાં હંમેશાં નિશ્ચળ રૂપે રહે છે એવા અજન્મા અને જન્મ-મરણરૂપ સંસૃતિને હરનારા શ્રીહરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (૩)
પ્રકૃતિ-પરાક્ષરે બૃહતિ ધામનિ મૂર્તિધરૈર્
નિગમનિજાયુધૈશ્ચ નિજપાર્ષદ-મુખ્યગણૈઃ ।
ઉરુ ય ઉપાસ્યતેઽપિ રમયા રમણીયતનુર્
હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૪॥
પ્રકૃતિથી પર વ્યાપક અક્ષરધામમાં મૂર્તિમાન વેદો, પોતાનાં આયુધો અને પાર્ષદાદિ ગણોની સાથે રમણીય શરીરધારી લક્ષ્મીજી જે ભગવાનની ઉપાસના કરે છે એવા અજન્મા, જન્મ-મરણરૂપ સંસૃતિને હરનારા શ્રીહરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (૪)
નિખિલભગૈશ્ચ યોઽક્ષરપદે દિવિ દેવગણૈ-
રખિલવિભૂતિભિ ર્વિભવભૂમિરુપાસ્યત એ ।
રતિપતિદર્પહા – રમણરમ્યક – રૂપનિધિર્
હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૫॥
સંપૂર્ણ ઐશ્વર્યો, દેવગણો અને સંપૂર્ણ અણિમાદિ વિભૂતિઓ વડે, દિવ્ય એ અક્ષરધામમાં સર્વ અવતારના ઉત્પત્તિસ્થાન એવા, તેમ જ સર્વોત્તમ લાવણ્યના સમુદ્ર એટલા માટે જ રતિના પતિ કામદેવના ગર્વને નાશ કરનારા એવા જેમની નિશ્ચય જ ઉપાસના કરાય છે એવા અજન્મા, જન્મ-મરણરૂપી સંસૃતિને હરનારા શ્રી હરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (૫)
વિજિતમનોભવા ભુવિ ભજન્તિ ચ યં સતતં
શમદમસાધનૈઃ પ્રશમિતેન્દ્રિય-વાજિરયાઃ ।
પ્રકટિત – માનુષાકૃતિમિમે મુનિદેવગણા
હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૬॥
શમ-દમાદિ વડે ઇન્દ્રિયોરૂપી ઘોડાઓના વેગને જીતનારા, મનમાં ઉત્પન્ન થતા કામદેવને જીતનારા એવા મુનિઓ તથા દેવતાઓના સમૂહો, પૃથ્વી પર પ્રત્યક્ષ મનુષ્યાકારે પ્રગટ થયેલા જે શ્રીહરિને નિરંતર ભજે છે, તે અજન્મા અને જન્મ-મરણરૂપી સંસૃતિને હરનારા શ્રી હરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (૬)
દ્વિજ-વૃષ-સાધુગો-મુનિગણાનવિતું ભુવિ યો
વૃષભવને વૃષાદ્ ધૃતજનિર્જનકો જગતામ્ ।
પ્રકૃતિભુવામપિ પ્રશમિતું યદધર્મકુલં
હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૭॥
બ્રાહ્મણાદિ જનો, ધર્મ, સાધુ, ગાય અને ઋષિગણોનું રક્ષણ કરવા માટે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા દોષોના અધર્મકુળનો નાશ કરવા માટે ધર્મદેવને ઘેર ધર્મદેવ થકી જેમણે જન્મ ધારણ કર્યો છે અને જગતના પરમપિતા એવા અજન્મા અને જન્મ-મરણરૂપી સંસૃતિને હરનારા શ્રીહરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (૭)
ઋષિભિરભિષ્ટુતો નૃપગણૈ ર્નત-પાદતલઃ
શ્રુતિશિરસાં ગણૈરુદિતસૂજ્જવલ-કીર્તિરસૌ ।
અતિકૃતિભિઃ પ્રગીત ઇતિ યઃ કવિકોકિલકૈર્
હૃદિ તમજં ભજે ભવહરં હરિકૃષ્ણમહમ્ ॥૮॥
ઋષિઓ વડે સ્તુતિ કરાયેલા, નૃપગણોથી ચરણોમાં નમન કરાયેલાં અને વેદોના મસ્તકરૂપી ઉપનિષદો વડે ગવાયેલી છે ઉજ્જવળ કીર્તિ જેમની, અને કવિઓની કોકિલ છંદવાળી ઉત્તમ કૃતિઓ વડે ગવાયેલા, અજન્મા અને જન્મ-મરણરૂપી સંસૃતિને હરનાર શ્રીહરિકૃષ્ણ મહારાજને હું મારા હૃદયમાં ભજું છું. (૮)
Viharati yokṣharekṣhar padākṣhar muktapati (Bhajanāṣhṭakam)
2-19009: Sadguru Yoganand Swami
Category: Sanskrut Stotro
Viharati yo’kṣhare’kṣhar - padākṣhar - muktapatih
Puruṣhavidho vidhim vidhiharīshvaramukhyabudhāhā |
Shirasi vahanti te samuditam kil yen mudā
Hṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||1||
Prakṛutimayā guṇā na cha bhavanti hi yatra harau -
Iti nigamāgamā api vadanti cha nirguṇakam |
Iti saguṇam guṇairapi yutam paradivyashubhai-
Rhṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||2||
Shamadam - kaushalasmṛuti - tapobal - kāntibhaga-
Shrutashuchisatyatā-swavashatārjava-kīrtimukhāhā |
Aparimitā guṇā dhruvatayātra vasanti sadā
Hṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||3||
Prakṛuti-parākṣhare bṛuhati dhāmani mūrtidharair
Nigamanijāyudhaishcha nijapārṣhad-mukhyagaṇaihai |
Uru ya upāsyate’pi ramayā ramaṇīyatanur
Hṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||4||
Nikhilabhagaishcha yo’kṣharapade divi devagaṇai-
Rakhilavibhūtibhi rvibhavabhūmirupāsyat e |
Ratipatidarpahā - ramaṇaramyak - rūpanidhir
Hṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||5||
Vijitamanobhavā bhuvi bhajanti cha yam satatan
Shamadamasādhanaihai prashamitendriya-vājirayāhā |
Prakaṭit - mānuṣhākṛutimime munidevagaṇā
Hṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||6||
Dvij-vṛuṣh-sādhugo-munigaṇānavitum bhuvi yo
Vṛuṣhabhavane vṛuṣhād dhṛutajanirjanako jagatām |
Prakṛutibhuvāmapi prashamitum yadadharmakulam
Hṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||7||
Hruṣhibhira-bhiṣhṭuto nṛupagaṇai rnata-pādatalah
Shrutishirasām gaṇairuditasūjjvala-kīrtirasau |
Atikṛutibhihi pragīt iti yah kavikokilakair
Hṛudi tamajam bhaje bhavaharam Harikṛuṣhṇamaham ||8||