Meaning: Gujarati English
સાધ્વીચકોરશલભાસ્તિમિકાલકંઠ
 કોકા નિજેષ્ટવિષયેષુ યથૈવ લગ્નાઃ ।
મૂર્તૌ તથા ભગવતોત્ર મુદાતિલગ્નં
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
साध्वीचकोरशलभास्तिमिकालकंठ
 कोका निजेष्टविषयेषु यथैव लग्नाः ।
मूर्तौ तथा भगवतोत्र मुदातिलग्नं
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Sādhvī-chakora-shalabhāsti-mikāla-kanṭha
 Kokā nijeṣhṭa-viṣhayeṣhu yathaiva lagnāhā |
Mūrtau tathā bhagavatotra mudātilagnam
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
102
સાધ્વી સ્ત્રી, ચકોર પક્ષી, પતંગીયું, માછલું, મોર અને ચક્રવાક પક્ષી પોતપોતાના ઇષ્ટ વિષયમાં જેમ સંલગ્ન રહે છે તેમ ભગવાનના સ્વરૂપમાં જે પ્રસન્નતાપૂર્વક સંલગ્ન (તલ્લીન) રહે છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
સ્નેહાતુરસ્ત્વથ ભયાતુર આમયાવી
 યદ્વત્ક્ષુધાતુર જનશ્ચ વિહાય માનં ।
દૈન્યં ભજેયુરિહ સત્સુ તથા ચરન્તં
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
स्नेहातुरस्त्वथ भयातुर आमयावी
 यद्वत्क्षुधातुर जनश्च विहाय मानं ।
दैन्यं भजेयुरिह सत्सु तथा चरन्तं
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Snehāturastvatha bhayātura āmayāvī
 Yadvat-kṣhudhātur janashcha vihāya mānam |
Dainyam bhajeyuriha satsu tathā charantam
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
103
સ્નેહાતુર, ભયાતુર અને ભૂખ્યાજનો સ્વમાનનો ત્યાગ કરી જેમ આ લોકમાં દીનતા રાખે છે, બરાબર તે રીતે એકાંતિક સંતો આગળ (ભક્તજનોની શિક્ષાને અર્થે) સ્વમાનનો પરિત્યાગ કરી વર્તનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
ધર્મસ્થિતૈરુપગતૈ ર્બૃહતા નિજૈક્યં
 સેવ્યો હરિઃ સિતમહઃ સ્થિતદિવ્યમૂર્તિઃ ।
શબ્દાદ્યરાગિભિરિતિ સ્વમતં વદન્તં
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
धर्मस्थितैरुपगतै र्बृहता निजैक्यं
 सेव्यो हरिः सितमहः स्थितदिव्यमूर्तिः ।
शब्दाद्यरागिभिरिति स्वमतं वदन्तं
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Dharma-sthitairu-pagatair-bṛuhatā nijaikyam
 Sevyo harihi sitamahah sthitadivyamūrtihi |
Shabdādya-rāgi-bhiriti swamatam vadantam
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
104
ધર્મમાં રહેનારાઓએ, બૃહદ્‍ અક્ષરના સાધર્મ્યપણાને પામેલા પુરુષોએ તથા શબ્દાદિ પંચવિષયમાં અનાસક્ત એવા જનોએ પણ અક્ષરધામના શ્વેત તેજમાં બિરાજમાન દિવ્ય મૂર્તિ શ્રીહરિ, સદા ઉપાસના કરવા યોગ્ય છે એમ પોતાના મતને કહેનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
સદ્‍ગ્રંથનિત્યપઠનશ્રવણાદિસક્તં
 બ્રાહ્મીં ચ સત્સદસિ શાસતમત્ર વિદ્યાં ।
સંસારજાલપતિતા ખિલજીવબન્ધો
 ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
सद्‍ग्रंथनित्यपठनश्रवणादिसक्तं
 ब्राह्मीं च सत्सदसि शासतमत्र विद्यां ।
संसारजालपतिता खिलजीवबन्धो
 त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Sadgrantha-nitya-paṭhana-shravaṇādi-saktam
 Brāhmīn cha satsadasi shāsatamatra vidyām |
Sansāra-jāla-patitā khilajīvabandho
 Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
105
સદ્‍ગ્રંથોના નિત્ય વાંચન અને શ્રવણ કરવામાં જે આસક્ત છે, સંતની સભામાં જે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપે છે એવા, હે સંસારની જાળમાં ફસાયેલા જીવોના બંધુ-તારણહાર ! ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
આદૌ પ્રેમવતી-વૃષાંગજનનં સન્નૈકતીર્થાટનં
દુષ્કર્મોપશમં ચ સાધુ-શરણં સદ્ધર્મ-સંસ્થાપનમ્ ।
હિંસાવર્જિત-ભૂરિયજ્ઞ-કરણં મૂર્તિ-પ્રતિષ્ઠાપનમ્
આર્યસ્થાપનમક્ષરાખ્યગમનં સત્સંગિસજ્જીવનમ્ ॥
आदौ प्रेमवती-वृषांगजननं सन्नैकतीर्थाटनं
दुष्कर्मोपशमं च साधु-शरणं सद्धर्म-संस्थापनम् ।
हिंसावर्जित-भूरियज्ञ-करणं मूर्ति-प्रतिष्ठापनम्
आर्यस्थापनमक्षराख्यगमनं सत्संगिसज्जीवनम् ॥
Ādau premavatī-vṛuṣhānga-jananam sannaikatīrthāṭanam
Duṣhkarmopashamam cha sādhu-sharaṇam saddharma-sansthāpanam |
Hinsāvarjita-bhūriyagna-karaṇam mūrti-pratiṣhṭhāpanam
Āryasthāpana-makṣharākhya-gamanam satsangi-sajjīvanam ||
106
ભક્તિ અને ધર્મ થકી જે પ્રગટ થયા, બધાય પવિત્ર તીર્થોમાં ફરી જેણે અસુરોનો સંહાર કરી સંતોને શરણમાં લીધા, જેણે સદ્ધર્મ સ્થાપ્યો, અહિંસામય ઘણા યજ્ઞો કર્યા, (મંદિરો કરી) મૂર્તિ-પ્રતિષ્ઠા કરી, (બે) આચાર્યો સ્થાપી અક્ષરધામમાં પધાર્યા એવા શ્રીહરિ સત્સંગીઓનું જીવન છે.
સ્નાતં ચંદનચર્ચિતં નિજ્જનૈઃ પુષ્પસ્રજાલંકૃતં
પ્રાતઃ સૂર્યમયૂખસેવિતમુખં શ્રી ચંદ્રશાલોપરિ ।
ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંકત્વાન્યહસ્તેન તં
ભુંજાનં પ્રવિલોક્ય સેવકગણાન્ વન્દે સદા સ્વામિનમ્ ॥
स्नातं चंदनचर्चितं निज्जनैः पुष्पस्रजालंकृतं
प्रातः सूर्यमयूखसेवितमुखं श्री चंद्रशालोपरि ।
धृत्वा रोटकमेकपाणितलके भंकत्वान्यहस्तेन तं
भुंजानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम् ॥
Snātam chandanacharchitam nijjanaih puṣhpasrajālankṛutam
Prātah sūrya-mayūkha-sevitamukham shrī chandrashālopari |
Dhṛutvā roṭakamekapāṇitalake bhankatvānyahastena tam
Bhunjānam pravilokya sevakagaṇān vande sadā svāminam ||
107
સ્નાન કર્યા બાદ પોતાના ભક્તોએ ચંદનથી પૂજા કરેલા તથા અનેક પ્રકારના પુષ્પની માળા પહેરાવેલા, મહોલ ઉપર પ્રાતઃકાળમાં સૂર્યનાં કિરણો દ્વારા જેમનું મુખ સેવાઈ રહ્યું છે એવા, એક હાથમાં રોટલો ધરીને બીજા હાથથી તેના ટુકડા કરીને, ભક્તો ઉપર અમૃતમય દ્રષ્ટિ કરતાં કરતાં આરોગતા એવા શ્રી સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું.
ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગસ્તેષૂપજાયતે ।
સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥
ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते ।
संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥
Dhyāyato viṣhayān punsah sangaste-ṣhūpajāyate |
Sangātsanjāyate kāmah kāmātkrodho'bhijāyate ||
108
વિષયોનું ધ્યાન કરનારા પુરુષને ફરીથી વિષયોમાં સંગ અતિશય વૃદ્ધિ પામે છે. સંગમાંથી કામ ઉત્પન્ન થાય છે. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. (ગીતા: 2-26; વ. ગ. મ. ૧)
ક્રોધાદ્ ભવતિ સંમોહઃ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥
क्रोधाद् भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥
Krodhād bhavati sanmohah sanmohāt-smṛuti-vibhramah |
શmṛuti-bhranshād buddhināsho buddhināshāt-praṇashyati ||
109
ક્રોધથી સંમોહ ઉત્પન્ન થાય છે. સંમોહથી સ્મૃતિભ્રંશ અને સ્મૃતિભ્રંશથી બુદ્ધિ નાશ થાય છે. બુદ્ધિનાશ થવાથી સર્વનાશ થાય છે. (ગીતા: 2-63; વ. ગ. મ. ૧)
શરીરં સુરૂપં સદા રોગમુક્તં યશઃશ્વારુ ચિત્રં ધનં મેરુતુલ્યમ્ ।
ગુરોરઙ્‌ધ્રિપદ્મે મનશ્ચેન્ન લગ્નં તતઃ કિં તતઃ કિં તતઃ કિં તતઃ કિં ॥
शरीरं सुरूपं सदा रोगमुक्तं यशःश्वारु चित्रं धनं मेरुतुल्यम् ।
गुरोरङ्‌ध्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं ॥
Sharīram surūpam sadā rogamuktam yashahshvāru chitram dhanam merutulyam |
Gurorandhripadme manashchenna lagnam tatah kim tatah kim tatah kim tatah kim ||
110
સદા રોગથી મુક્ત નીરોગી એવું સુંદર રૂપાળું શરીર મળ્યું હોય, જેની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ હોય, જેને મેરુ પર્વત જેટલું ધન હોય છતાં પણ તેણે જો ગુરુના ચરણકમળમાં મન સંલગ્ન કર્યું નથી તો રૂપાળા શરીરથી શું ? ફેલાયેલી કીર્તિથી શું ? તે મેરુ જેટલા ધનથી શું ?
વર્ણીવેશરમણીયદર્શનં મન્દ-હાસ-રુચિરાનનામ્બુજમ્ ।
પૂજિતં સુરનરોત્તમૈર્મુદા, ધર્મનન્દનમહં વિચિન્તયે ॥
वर्णीवेशरमणीयदर्शनं मन्द-हास-रुचिराननाम्बुजम् ।
पूजितं सुरनरोत्तमैर्मुदा, धर्मनन्दनमहं विचिन्तये ॥
Varṇīvesha-ramaṇīya-darshanam manda-hāsa-ruchirāna-nāmbujam |
Pūjitam suranarottamairmudā, dharma-nandanamaham vichintaye ||
111
હું ધર્મના પુત્ર કિશોરવયયુક્ત વર્ણીવેશધારી નીલકંઠનું ધ્યાન ધરું છું. તેઓ કેવા છે તો જેમનું દર્શન રમણીય છે, મંદ મંદ હાસ્યયુક્ત રુચિર મુખકમળ છે, દેવતાઓ અને મહાપુરુષોએ જેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું છે.

Shlok Selection

Shloks Index