Meaning: Gujarati English
બ્રહ્માનન્દં પરં સુખદં કેવલં જ્ઞાનમૂર્તિં
દ્વન્દ્વાતીતં ગગન-સદૃશં તત્ત્વમસ્યાદિ-લક્ષ્યમ્ ।
એકં નિત્યં વિમલમચલં સર્વધી-સાક્ષિ-ભૂતમ્
ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્‍ગુરું તં નમામિ ॥
ब्रह्मानन्दं परं सुखदं केवलं ज्ञानमूर्तिं
द्वन्द्वातीतं गगन-सदृशं तत्त्वमस्यादि-लक्ष्यम् ।
एकं नित्यं विमलमचलं सर्वधी-साक्षि-भूतम्
भावातीतं त्रिगुणरहितं सद्‍गुरुं तं नमामि ॥
Brahmānandam param sukhadam kevalam gnānamūrtim
Dvandvātītam gagana-sadṛusham tattvamasyādi-lakṣhyam |
Ekam nityam vimalamachalam sarvadhī-sākṣhi-bhūtam
Bhāvātītam triguṇarahitam sadgurum tam namāmi ||
113
જેમને અખંડ બ્રહ્મનો આનંદ છે, જેઓ પરબ્રહ્મનું સુખ આપે છે, જેઓ કૈવલ્યસ્વરૂપ, જ્ઞાનવાન છે, જેઓ સુખ-દુઃખાદિ દ્વન્દ્વોથી પર છે, જેઓ માયામાં આવવા છતાં આકાશ જેવા નિર્લેપ છે, જેઓ જીવો માટે 'તત્ત્વમસિ' જેવા માટે મહાવાક્યોના એકમાત્ર લક્ષ્ય છે, જેઓ અદ્વિતીય, નિર્મળ, નિત્ય અને નિજધ્યેયમાં નિશ્ચલ છે, જેઓ સર્વ જીવપ્રાણીમાત્રની બુદ્ધિના સાક્ષી છે, જેઓ રાગ-દ્વેષાદિ મનોભાવોથી પર છે. સત્ત્વ રજ ને તમ ત્રણે ગુણોથી રહિત છે એવા સદ્‍ગુરુને હું નમન કરું છું.

Shlok Selection

Shloks Index