Meaning: Gujarati English
યદા સંહરતે ચાયં કુર્મોગાનીવ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥
यदा संहरते चायं कुर्मोगानीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
Yadā sanharate chāyam kurmogānīva sarvashah |
Indriyāṇ-īndriyārthebhyah tasya prajnyā pratiṣhṭhitā ||
116
જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે, તેમ આ (મનુષ્ય), જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખે‚ચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (ગીતા: 2-58)
યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ।
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ॥
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥
Yatato hyapi kaunteya puruṣhasya vipashchitah |
Indriyāṇi pramāthīni haranti prasabham manah ||
117
હે કૌંતેય ! ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારે (વિષયો તરફ) ખેંચે છે. (ગીતા: 2-60)
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥
Prasāde sarvaduhkhānām hānirasyopajāyate |
Prasannachetaso hyāshu buddhihi paryavatiṣhṭhate ||
118
(એ) પ્રસન્નતા થતાં આ (મનુષ્ય) ના સર્વ દુઃખનો નાશ થાય છે, કેમકે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલદી સ્થિર થાય છે. (ગીતા: 2-65)
આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠં
 સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ ।
તદ્વતકામા યં પ્રવિશન્તિ સર્વે
 સ શાન્તિ માપ્નોંતિ ન કામકામી ॥
आपूर्यमाण मचल प्रतिष्ठं
 समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वतकामा यं प्रविशन्ति सर्वे
 स शान्ति माप्नोंति न कामकामी ॥
Āpūryamāṇa machala pratiṣhṭham
 Samudramāpah pravishanti yadvat |
Tadvatakāmā yam pravishanti sarve
 Sa shānti māpnonti na kāmakāmī ||
119
નદીઓના પ્રવેશથી ચોતરફ ભરાવા છતાં સમુદ્ર જેમ અચળ રહે છે, તમે સર્વ વિષયો જેમાં (વિકાર કર્યા વિના) પ્રવેશે તે મનુષ્ય શાંતિ પામે છે, વિષયોને ઇચ્છનારો શાંતિ પામતો નથી. (ગીતા: 2-70)
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા
 સધર્મભક્તરેવનં વિધાતા ।
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં
 તનોતુ કૃષ્ણો ખિલ મંગલં નઃ ॥
निजाश्रितानां सकलार्तिहन्ता
 सधर्मभक्तरेवनं विधाता ।
दाता सुखानां मनसेप्सितानां
 तनोतु कृष्णो खिल मंगलं नः ॥
Nijāshritānām sakalārtihantā
 Sadharma-bhaktarevanam vidhātā |
Dātā sukhānām manasepsitānām
 Tanotu kṛuṣhṇo khila mangalam nah ||
120
પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. (શિક્ષાપત્રી: 212)
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥
Yuktāhāra-vihārasya yukta-cheṣhṭasya karmasu |
Yuktaswapnā-vabodhasya yogo bhavati dukhahā ||
121
(પણ) યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર-જાગનારને યોગ દુઃખ નાશક થાય છે. (ગીતા: 6-17)
મનુષ્યાનાં સહસ્રેષુ કશ્ચિત્ યતતિ સિદ્ધયે ।
યતતામ્ અપિ સિદ્ધાનાં કશ્ચિત્ માં વેત્તિ તત્ત્વતઃ ॥
मनुष्यानां सहस्रेषु कश्चित् यतति सिद्धये ।
यतताम् अपि सिद्धानां कश्चित् मां वेत्ति तत्त्वतः ॥
Manuṣhyānām sahasreṣhu kashchit yatati siddhaye |
Yatatām api siddhānām kashchit mām vetti tattvatah ||
122
હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે; અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. (ગીતા: 7-3)
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થં અહં સ ચ મમ પ્રિયઃ ॥
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोत्यर्थं अहं स च मम प्रियः ॥
Teṣhām gnānī nityayukta eka-bhaktir-vishiṣhyate |
Priyo hi gnānino-tyartham aham sa cha mam priyah ||
123
તેઓમાં સદા (ધ્યાનમાં) જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે, કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. (ગીતા: 7-17)
મન્મના ભવ મદભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥
मन्मना भव मदभक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥
Manmanā bhava madabhakto madyājī mām namaskuru |
Māmevaiṣhyasi yuktvaiva-mātmānam matparāyaṇah ||
124
તું મારામાં મનવાળો, મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર, એમ મારામાં અંતઃકરણને જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ. (ગીતા: 9-34)
વિષ્ણુઃ શિવો ગણપતિઃ પાર્વતી ચ દિવાકરઃ ।
એતાઃ પૂજ્યતયા માન્યા દેવતાઃ પંચ મામકૈઃ ॥
विष्णुः शिवो गणपतिः पार्वती च दिवाकरः ।
एताः पूज्यतया मान्या देवताः पंच मामकैः ॥
Viṣhṇuhu shivo gaṇapatihi pārvatī cha divākarah |
Etāhā pūjyatayā mānyā devatāhā pancha māmakaihai ||
125
અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતી, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ પૂજ્યપણે કરીને માનવા. (શિક્ષાપત્રી: 84)

Shlok Selection

Shloks Index