Meaning: Gujarati English
ચોરપાપિવ્યસનિનાં સઙગઃ પાખણ્ડિનાં તથા ।
કામિનાં ચ ન કર્તવ્યો જનવઞ્ચનકર્મણામ્ ॥
चोरपापिव्यसनिनां सङगः पाखण्डिनां तथा ।
कामिनां च न कर्तव्यो जनवञ्चनकर्मणाम् ॥
Chor-pāpi-vyasaninām sangah pākhaṇḍinām tathā |
Kāminām cha na kartavyo jan-vanchanakarmaṇām ||
165
અને ચોર, પાપી, વ્‍યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્‍ય તેમનો સંગ ન કરવો. (શિક્ષાપત્રી: 27)
ભક્તિં વા જ્ઞાનમાલમ્બ્ય સ્ત્રીદ્રવ્યરસલોલુભાઃ ।
પાપે પ્રવર્તમાનાઃ સ્યુઃ કાર્યસ્તેષાં ન સઙ્ગમઃ ॥
भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभाः ।
पापे प्रवर्तमानाः स्युः कार्यस्तेषां न सङ्गमः ॥
Bhaktim vā gnān-mālambya strī-dravya-ras-lolubhāhā |
Pāpe pravarta-mānāhā syuhu kāryasteṣhām na sangamah ||
166
અને જે મનુષ્‍ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્‍ય અને રસાસ્‍વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્‍યનો સમાગમ ન કરવો. (શિક્ષાપત્રી: 28)
કૃષ્ણકૃષ્ણાવતારાણાં ખણ્ડનં યત્ર યુક્તિભિઃ ।
કૃતં સ્યાત્તાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચન ॥
कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभिः ।
कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन ॥
Kṛuṣhṇa-kṛuṣhṇāvatārāṇām khaṇḍanam yatra yuktibhihi |
Kṛutam syāttāni shāstrāṇi na mānyāni kadāchan ||
167
અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્‍ણ ભગવાન તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવાં જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવા. (શિક્ષાપત્રી: 29)
અગાલિતં ન પાતવ્યં પાનીયં ચ પયસ્તથા ।
સ્નાનાદિ નૈવ કર્તવ્યં સૂક્ષ્મજન્તુમયામ્ભસા ॥
अगालितं न पातव्यं पानीयं च पयस्तथा ।
स्नानादि नैव कर्तव्यं सूक्ष्मजन्तुमयाम्भसा ॥
Agālitam na pātavyam pānīyam cha payastathā |
Snānādi naiv kartavyam sūkṣhma-jantu-mayāmbhasā ||
168
અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્‍નાનાદિક ક્રિયા ન કરવી. (શિક્ષાપત્રી: 30)
યદૌષધં ચ સુરયા સમ્પૃક્તં પલલેન વા ।
અજ્ઞાતવૃત્તવૈદ્યેન દત્તં ચાદ્યં ન તત્ ક્વચિત્ ॥
यदौषधं च सुरया सम्पृक्तं पललेन वा ।
अज्ञातवृत्तवैद्येन दत्तं चाद्यं न तत् क्वचित् ॥
Yadauṣhadham cha surayā sampṛuktam palalen vā |
Agnāt-vṛuttavaidyen dattam chādyam na tat kvachit ||
169
અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્યે આપ્‍યુ જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. (શિક્ષાપત્રી: 31)
સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યાં નિષિદ્ધેષુ કદાચન ।
મલમૂત્રોત્સર્જનં ચ ન કાર્ય ષ્ઠીવનં તથા ॥
स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन ।
मलमूत्रोत्सर्जनं च न कार्य ष्ठीवनं तथा ॥
Sthāneṣhu lokashāstrābhyām niṣhiddheṣhu kadāchan |
Mal-mūtrotsarjanam cha na kārya ṣhṭhīvanam tathā ||
170
અને લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યાં એવાં સ્‍થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્‍થાનક તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં. (શિક્ષાપત્રી: 32)
અદ્વારેણ ન નિર્ગમ્યં પ્રવેષ્ટવ્યં ન તેન ચ ।
સ્થાને સસ્વામિકે વાસઃ કાર્યોઽપૃષ્ટ્વા ન તત્પતિમ્ ॥
अद्वारेण न निर्गम्यं प्रवेष्टव्यं न तेन च ।
स्थाने सस्वामिके वासः कार्योऽपृष्ट्वा न तत्पतिम् ॥
Advāreṇ na nirgamyan praveṣhṭavyam na ten cha |
Sthāne sasvāmike vāsah kāryopṛuṣhṭvā na tatpatim ||
171
અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ અને જે સ્‍થાનક ધણિયાતું હોય તે સ્‍થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. (શિક્ષાપત્રી: 33)
જ્ઞાનવાર્તાશ્રુતિર્નાર્યા મુખાત્ કાર્યા ન પૂરુષૈઃ ।
ન વિવાદઃ સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તજ્જનૈઃ ॥
ज्ञानवार्ताश्रुतिर्नार्या मुखात् कार्या न पूरुषैः ।
न विवादः स्त्रिया कार्यो न राज्ञा न च तज्जनैः ॥
Gnān-vārtā-shrutirnāryā mukhāt kāryā na pūruṣhaihai |
Na vivādah striyā kāryo na rāgnā na cha tajjanaihai ||
172
અને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઈમાણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (શિક્ષાપત્રી: 34)
અપમાનો ન કર્તવ્યો ગુરુણાં ચ વરીયસામ્ ।
લોકે પ્રતિષ્ઠિતાનાં ચ વિદુષાં શસ્ત્રધારિણામ્ ॥
अपमानो न कर्तव्यो गुरुणां च वरीयसाम् ।
लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारिणाम् ॥
Apamāno na kartavyo guruṇām cha varīyasām |
Loke pratiṣhṭhitānām cha viduṣhām shastradhāriṇām ||
173
અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્‍ઠ મનુષ્‍ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્‍ય હોય તથા જે વિદ્વાન મનુષ્‍ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્‍ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. (શિક્ષાપત્રી: 35)
કાર્યં ન સહસા કિઞ્‍ચિત્કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ ।
પાઠનીયાઽધીતવિદ્યા કાર્યઃ સઙ્‍ગોન્વહં સતામ્ ॥
कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् ।
पाठनियाऽधीतविद्या कार्यः सङ्गोन्वहं सताम् ॥
Kāryam na sahasā kinchitkāryo dharmastu satvaram |
Pāṭhaniyā'dhītavidyā kāryah sangonvaham satām ||
174
અને વિચાર્યા વિના તત્‍કાળ કાંઈ કાર્ય ન કરવું અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો. (શિક્ષાપત્રી: 36)

Shlok Selection

Shloks Index