Meaning: Gujarati English
સચ્છૂદ્રાઃ કૃષ્ણભક્તા યે તૈસ્તુ માલોર્ધ્વપુણ્ડ્રકે ।
દ્વિજાતિવદ્ધારણીયે નિજધર્મેષુ સંસ્થિતૈઃ ॥
सच्छूद्राः कृष्णभक्ता ये तैस्तु मालोर्ध्वपुण्ड्रके ।
द्विजातिवद्धारणीये निजधर्मेषु संस्थितैः ॥
Sachchhūdrāhā kṛuṣhṇabhaktā ye taistu mālordhvapuṇḍrake |
Dvijātivaddhāraṇīye nijadharmeṣhu sansthitaihai ||
182
અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્‍ણના ભક્ત એવા સત્‌શૂદ્ર (સચ્છૂદ્ર) તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્‍યની પેઠે ધારવાં. (શિક્ષાપત્રી: 44)
ભક્તૈસ્તદિતરૈર્માલે ચન્દનાદીન્ધનોદ્ભવે ।
ધાર્યે કણ્ઠે લલાટેઽથ કાર્યઃ કેવલચન્દ્રકઃ ॥
भक्तैस्तदितरैर्माले चन्दनादीन्धनोद्भवे ।
धार्ये कण्ठे ललाटेऽथ कार्यः केवलचन्द्रकः ॥
Bhaktais-taditarairmāle chandanā-dīndhanodbhave |
Dhārye kaṇṭhe lalāṭe'tha kāryah keval-chandrakah ||
183
અને તે સત્‌શૂદ્ર (સચ્છૂદ્ર) થકી બીજા જે જાતિએ કરીને ઊતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્‍ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (શિક્ષાપત્રી: 45)
ત્રિપુણ્ડ્રરુદ્રાક્ષધૃતિર્યેષાં સ્યાત્ સ્વકુલાગતા ।
તૈસ્તુ વિપ્રાદિભિઃ ક્વાપિ ન ત્યાજ્યા સા મદાશ્રિતૈઃ ॥
त्रिपुण्ड्ररुद्राक्षधृतिर्येषां स्यात् स्वकुलागता ।
तैस्तु विप्रादिभिः क्वापि न त्याज्या सा मदाश्रितैः ॥
Tripuṇḍra-rudrākṣha-dhṛutiryeṣhām syāt swakulāgatā |
Taistu viprādibhihi kvāpi na tyājyā sā madāshritaihai ||
184
અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળ-પરંપરાએ કરીને ચાલ્‍યાં આવ્‍યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્‍યાગ ન કરવો. (શિક્ષાપત્રી: 46)
એકાત્મ્યમેવ વિજ્ઞેયં નારાયણમહેશયોઃ ।
ઉભયોર્બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદનાત્ ॥
एकात्म्यमेव विज्ञेयं नारायणमहेशयोः ।
उभयोर्ब्रह्मरूपेण वेदेषु प्रतिपादनात् ॥
Ekātmyamev vigneyam nārāyaṇ-maheshayoho |
Ubhayorbrahmarūpeṇ vedeṣhu pratipādanāt ||
185
અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્‍મપણું જ જાણવું, કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. (શિક્ષાપત્રી: 47)
શાસ્ત્રોક્ત આપદ્ધર્મો યઃ સ ત્વલ્પાપદિ કર્હિચિત્ ।
મદાશ્રિતૈર્મુખ્યતયા ગ્રહીતવ્યો ન માનવૈઃ ॥
शास्त्रोक्त आपद्धर्मो यः स त्वल्पापदि कर्हिचित् ।
मदाश्रितैर्मुख्यतया ग्रहीतव्यो न मानवैः ॥
Shāstrokta āpaddharmo yah sa tvalpāpadi karhichit |
Madāshrītair-mukhyatayā grahītavyo na mānavaihai ||
186
અને અમારા આશ્રિત જે મનુષ્‍ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્‍પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. (શિક્ષાપત્રી: 48)
પ્રત્યહં તુ પ્રબોદ્ધવ્યં પૂર્વમેવોદયાદ્રવેઃ ।
વિધાય કૃષ્ણસ્મરણં કાર્યઃ શૌચવિધિસ્તતઃ ॥
प्रत्यहं तु प्रबोद्धव्यं पूर्वमेवोदयाद्रवेः ।
विधाय कृष्णस्मरणं कार्यः शौचविधिस्ततः ॥
Pratyaham tu praboddhavyam pūrvamevodayādravehe |
Vidhāya kṛuṣhṇasmaraṇam kāryah shauchavidhistatah ||
187
અને અમારા સત્‍સંગી તેમણે નિત્‍યે સૂર્ય ઊગ્‍યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્‍ણ ભગવાનનું સ્‍મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. (શિક્ષાપત્રી: 49)
ઉપવિશ્યૈવ ચૈકત્ર કર્તવ્યં દન્તધાવનમ્ ।
સ્નાત્વા શુચ્યમ્બુના ધૌતે પરિધાર્યે ચ વાસસી ॥
उपविश्यैव चैकत्र कर्तव्यं दन्तधावनम् ।
स्नात्वा शुच्यम्बुना धौते परिधार्ये च वाससी ॥
Upavishyaiv chaikatra kartavyam dantadhāvanam |
Snātvā shuchyambunā dhaute paridhārye cha vāsasī ||
188
અને પછી એક સ્‍થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્‍નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. (શિક્ષાપત્રી: 50)
ઉપવિશ્ય તતઃ શુદ્ધ આસને શુચિભૂતલે ।
અસઙ્‍કીર્ણ ઉપસ્પૃશ્યં પ્રાઙ્‍મુખં વોત્તરામુખમ્ ॥
उपविश्य ततः शुद्ध आसने शुचिभूतले ।
असङ्कीर्ण उपस्पृश्यं प्राङ्मुखं वोत्तरामुखम् ॥
Upavishya tatah shuddha āsane shuchibhūtale |
Asankīrṇa upaspṛushyam prānmukham vottarāmukham ||
189
અને તે વાર પછી પવિત્ર પૃથ્‍વીને વિષે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું આસન તેને વિષે પૂર્વમૂખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. (શિક્ષાપત્રી: 51)
કર્તવ્યમૂર્ધ્વપુણ્ડ્રં ચ પુમ્ભિરેવ સચન્દ્રકમ્ ।
કાર્યઃ સધવનારીભિર્ભાલે કુઙ્‍કુમચન્દ્રકઃ ॥
कर्तव्यमूर्ध्वपुण्ड्रं च पुम्भिरेव सचन्द्रकम् ।
कार्यः सधवनारीभिर्भाले कुङ्कुमचन्द्रकः ॥
Kartavya-mūrdhvapuṇḍran cha pumbhirev sachandrakam |
Kāryah sadhava-nārībhir-bhāle kumkum-chandrakah ||
190
અને પછી સત્‍સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો. (શિક્ષાપત્રી: 52)
પુણ્ડ્રં વા ચન્દ્રકો ભાલે ન કાર્યો મૃતનાથયા ।
મનસા પૂજનં કાર્યં તતઃ કૃષ્ણસ્ય ચાખિલૈઃ ॥
पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया ।
मनसा पूजनं कार्यं ततः कृष्णस्य चाखिलैः ॥
Puṇḍram vā chandrako bhāle na kāryo mṛutanāthayā |
Manasā pūjanam kāryam tatah kṛuṣhṇasya chākhilaihai ||
191
અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્‍સંગી તેમણે મને કરીને કલ્‍પ્‍યાં જે ચંદન પુષ્‍પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની માનસી પૂજા કરવી. (શિક્ષાપત્રી: 53)

Shlok Selection

Shloks Index