Meaning: Gujarati
English
કર્તવ્યમૂર્ધ્વપુણ્ડ્રં ચ પુમ્ભિરેવ સચન્દ્રકમ્ । કાર્યઃ સધવનારીભિર્ભાલે કુઙ્કુમચન્દ્રકઃ ॥
कर्तव्यमूर्ध्वपुण्ड्रं च पुम्भिरेव सचन्द्रकम् । कार्यः सधवनारीभिर्भाले कुङ्कुमचन्द्रकः ॥
Kartavya-mūrdhvapuṇḍran cha pumbhirev sachandrakam | Kāryah sadhava-nārībhir-bhāle kumkum-chandrakah ||
190
અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો. (શિક્ષાપત્રી: 52)
પુણ્ડ્રં વા ચન્દ્રકો ભાલે ન કાર્યો મૃતનાથયા । મનસા પૂજનં કાર્યં તતઃ કૃષ્ણસ્ય ચાખિલૈઃ ॥
पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया । मनसा पूजनं कार्यं ततः कृष्णस्य चाखिलैः ॥
Puṇḍram vā chandrako bhāle na kāryo mṛutanāthayā | Manasā pūjanam kāryam tatah kṛuṣhṇasya chākhilaihai ||
191
અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. (શિક્ષાપત્રી: 53)
પ્રણમ્ય રાધાકૃષ્ણસ્ય લેખ્યાર્ચાં તત આદરાત્ । શક્ત્યા જપિત્વા તન્મન્ત્રં કર્તવ્યં વ્યાવહારિકમ્ ॥
प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात् । शक्त्या जपित्वा तन्मन्त्रं कर्तव्यं व्यावहारिकम् ॥
Praṇamya rādhā-kṛuṣhṇasya lekhyārchām tat ādarāt | Shaktyā japitvā tanmantram kartavyam vyāvahārikam ||
192
અને તે પછી શ્રીરાધાકૃષ્ણની જે ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. (શિક્ષાપત્રી: 54)
યે ત્વમ્બરિષવદ્ભક્તાઃ સ્યુરિહાત્મનિવેદિનઃ । તૈશ્ચ માનસપૂજાન્તં કાર્યમુક્તક્રમેણ વૈ ॥
ये त्वम्बरिषवद्भक्ताः स्युरिहात्मनिवेदिनः । तैश्च मानसपूजान्तं कार्यमुक्तक्रमेण वै ॥
Ye tvambariṣhavadbhaktāhā syurihātmanivedinah | Taishcha mānasa-pūjāntam kāryamuktakrameṇ vai ||
193
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. (શિક્ષાપત્રી: 55)
શૈલી વા ધાતુજા મૂર્તિઃ શાલગ્રામોઽર્ચ્ય એવ તૈઃ । દ્રવ્યૈર્યથાપ્તૈઃ કૃષ્ણસ્ય જપ્યોઽથાષ્ટાક્ષરો મનુઃ ॥
शैली वा धातुजा मूर्तिः शालग्रामोऽर्च्य एव तैः । द्रव्यैर्यथाप्तैः कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनुः ॥
Shailī vā dhātujā mūrtihi shālagrāmorchya ev taihai | Dravyairyathāptaihai kṛuṣhṇasya japyothāṣhṭākṣharo manuhu ||
194
અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (શિક્ષાપત્રી: 56)
સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠઃ કાર્યઃ સ્વશક્તિતઃ । તથાઽનધીતગીર્વાણૈઃ કાર્યં તન્નામકીર્તનમ્ ॥
स्तोत्रादेरथ कृष्णस्य पाठः कार्यः स्वशक्तितः । तथाऽनधीतगीर्वाणैः कार्यं तन्नामकीर्तनम् ॥
Stotrāderath kṛuṣhṇasya pāṭhah kāryah swashaktitah | Tathā'nadhītagīrvāṇaihai kāryam tannāmakīrtanam ||
195
અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું. (શિક્ષાપત્રી: 57)
હરેર્વિધાય નૈવેદ્યં ભોજ્યં પ્રાસાદિકં તતઃ । કૃષ્ણસેવાપરૈઃ પ્રીત્યા ભવિતવ્યં ચ તૈઃ સદા ॥
हरेर्विधाय नैवेद्यं भोज्यं प्रासादिकं ततः । कृष्णसेवापरैः प्रीत्या भवितव्यं च तैः सदा ॥
Harervidhāya naivedyam bhojyam prāsādikam tatah | Kṛuṣhṇa-sevāparaihai prītyā bhavitavyam cha taihai sadā ||
196
અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. (શિક્ષાપત્રી: 58)
પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ । સમ્બન્ધાત્તત્ક્રિયાઃ સર્વા ભવન્ત્યેવ હિ નિર્ગુણાઃ ॥
प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यतः । सम्बन्धात्तत्क्रियाः सर्वा भवन्त्येव हि निर्गुणाः ॥
Proktāste nirguṇā bhaktā nirguṇasya hareryatah | Sambandhāt-tatkriyāhā sarvā bhavantyev hi nirguṇāhā ||
197
અને નિર્ગુણ કહેતા માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. (શિક્ષાપત્રી: 59)
ભક્તૈરેતૈસ્તુ કૃષ્ણાયાનર્પિતં વાર્યપિ ક્વચિત્ । ન પેયં નૈવ ભક્ષ્યં ચ પત્રકન્દફલાદ્યપિ ॥
भक्तैरेतैस्तु कृष्णायानर्पितं वार्यपि क्वचित् । न पेयं नैव भक्ष्यं च पत्रकन्दफलाद्यपि ॥
Bhaktairetaistu kṛuṣhṇāyānarpitan vāryapi kvachit | Na peyam naiv bhakṣhyam cha patra-kanda-falādyapi ||
198
અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર, કંદ, ફાળાદીક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. (શિક્ષાપત્રી: 60)
સર્વૈરશક્તૌ વાર્ધક્યાદ્ ગરીયસ્યાપદાઽથવા । ભક્તાય કૃષ્ણમન્યસ્મૈ દત્ત્વા વૃત્ત્યં યથાબલમ્ ॥
सर्वैरशक्तौ वार्धक्याद् गरीयस्यापदाऽथवा । भक्ताय कृष्णमन्यस्मै दत्त्वा वृत्त्यं यथाबलम् ॥
Sarvairashaktau vārdhakyād garīyasyāpadā'thavā | Bhaktāya kṛuṣhṇamanyasmai dattvā vṛuttyam yathābalam ||
199
અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપત્કાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. (શિક્ષાપત્રી: 61)