Meaning: Gujarati English
એતેષુ યાનિ વાક્યાનિ શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ ।
અત્યુત્કર્ષપરાણિ સ્યુસ્તથા ભક્તિવિરાગયોઃ ॥
एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च ।
अत्युत्कर्षपराणि स्युस्तथा भक्तिविरागयोः ॥
Eteṣhu yāni vākyāni shrīkṛuṣhṇasya vṛuṣhasya cha |
Atyutkarṣhaparāṇi syus-tathā bhakti-virāgayoho ||
239
અને એ સર્વે સચ્‍છાસ્ત્રને વિષે જે વચન તે જે તે શ્રીકૃષ્‍ણ ભગવાનનું સ્‍વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્‍કર્ષપણાને કહેતાં હોય. (શિક્ષાપત્રી: 101)
મન્તવ્યાનિ પ્રધાનાનિ તાન્યેવેતરવાક્યતઃ ।
ધર્મેણ સહિતા કૃષ્ણભક્તિઃ કાર્યેતિ તદ્રહઃ ॥
मन्तव्यानि प्रधानानि तान्येवेतरवाक्यतः ।
धर्मेण सहिता कृष्णभक्तिः कार्येति तद्रहः ॥
Mantavyāni pradhānāni tānyevetaravākyatah |
Dharmeṇ sahitā kṛuṣhṇa-bhaktihi kāryeti tadrahah ||
240
તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્‍છાસ્ત્રનું રહસ્‍ય છે. (શિક્ષાપત્રી: 102)
ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ ।
માહાત્મ્યજ્ઞાનયુગ્ભૂરિસ્નેહો ભક્તિશ્ચ માધવે ॥
धर्मो ज्ञेयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः ।
माहात्म्यज्ञानयुग्भूरिस्नेहो भक्तिश्च माधवे ॥
Dharmo gneyah sadāchārah shruti-smṛutyup-pāditah |
Māhātmya-gnān-yugbhūri-sneho bhaktishcha mādhave ||
241
અને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્‍ણ ભગવાનને વિષે માહાત્‍મ્‍ય જ્ઞાને સહિત જે ઘણો સ્‍નેહ તે ભક્તિ જાણવી. (શિક્ષાપત્રી: 103)
વૈરાગ્યં જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ ।
જ્ઞાનં ચ જીવમાયેશરૂપાણાં સુષ્ઠુ વેદનમ્ ॥
वैराग्यं ज्ञेयमप्रीतिः श्रीकृष्णेतरवस्तुषु ।
ज्ञानं च जीवमायेशरूपाणां सुष्ठु वेदनम् ॥
Vairāgyam gneyamaprītihi shrīkṛuṣhṇe-taravastuṣhu |
Gnānam cha jīva-māyesha-rūpāṇām suṣhṭhu vedanam ||
242
અને શ્રીકૃષ્‍ણ ભગવાન વિના અન્‍ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્‍ય જાણવો અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્‍વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. (શિક્ષાપત્રી: 104)
હૃત્સ્થોઽણુસૂક્ષ્મશ્ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનુમ્ ।
જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોઽચ્છેદ્યાદિલક્ષણઃ ॥
हृत्स्थोऽणुसूक्ष्मश्चिद्रूपो ज्ञाता व्याप्याखिलां तनुम् ।
ज्ञानशक्त्या स्थितो जीवो ज्ञेयोऽच्छेद्यादिलक्षणः ॥
Hṛutstho'ṇusūkṣhma-shchidrūpo gnātā vyāpyākhilām tanum |
Gnānashaktyā sthito jīvo gneyo'chchhedyādi-lakṣhaṇah ||
243
અને જે જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્‍મ છે ને ચૈતન્‍યરૂપ છે ને જાણનારો છે. અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખાપર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્‍યે વ્‍યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્‍યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો. (શિક્ષાપત્રી: 105)
ત્રીગુણાત્મા તમઃ કૃષ્ણશક્તિર્દેહતદીયયોઃ ।
જીવસ્ય ચાહંમમતાહેતુર્માયાવગમ્યતામ્ ॥
त्रीगुणात्मा तमः कृष्णशक्तिर्देहतदीययोः ।
जीवस्य चाहंममताहेतुर्मायावगम्यताम् ॥
Trīguṇātmā tamah kṛuṣhṇa-shaktir-dehatadīyayoho |
Jīvasya chāham-mamatā-heturmāyāva-gamyatām ||
244
અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે ને શ્રીકૃષ્‍ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહંમમત્‍વની કરાવનારી છે એમ માયાને જાણવી. (શિક્ષાપત્રી: 106)
હૃદયે જીવવજ્જીવે યોઽન્તર્યામિતયા સ્થિતઃ ।
જ્ઞેયઃ સ્વતન્ત્ર ઈશોઽસૌ સર્વકર્મફલપ્રદઃ ॥
हृदये जीववज्जीवे योऽन्तर्यामितया स्थितः ।
ज्ञेयः स्वतन्त्र ईशोऽसौ सर्वकर्मफलप्रदः ॥
Hṛudaye jīva-vajjīve yontaryāmitayā sthitah |
Gneyah swatantra īshosau sarva-karma-falapradah ||
245
અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્‍વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. (શિક્ષાપત્રી: 107)
સ શ્રીકૃષ્ણઃ પરંબ્રહ્મ ભગવાન્ પુરુષોત્તમઃ ।
ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવકારણમ્ ॥
स श्रीकृष्णः परंब्रह्म भगवान् पुरुषोत्तमः ।
उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् ॥
Sa shrīkṛuṣhṇah parambrahma bhagavān puruṣhottamah |
Upāsya iṣhṭadevo nah sarvāvirbhāvakāraṇam ||
246
અને તે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જે તે આપણા ઈષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે. (શિક્ષાપત્રી: 108)
સ રાધયા યુતો જ્ઞેયો રાધાકૃષ્ણ ઇતિ પ્રભુઃ ।
રુક્મિણ્યા રમયોપેતો લક્ષ્મીનારાયણઃ સ હિ ॥
स राधया युतो ज्ञेयो राधाकृष्ण इति प्रभुः ।
रुक्मिण्या रमयोपेतो लक्ष्मीनारायणः स हि ॥
Sa rādhayā yuto gneyo rādhā-kṛuṣhṇa iti prabhuhu |
Rukmiṇyā ramayopeto lakṣhmī-nārāyaṇah sa hi ||
247
અને સમર્થ એવા જે શ્રીકૃષ્‍ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્‍યારે રાધાકૃષ્‍ણ એવે નામે જાણવા અને રુક્મિણીરૂપ જે લક્ષ્‍મી તેમણે યુક્ત હોય ત્‍યારે લક્ષ્‍મીનારાયણ એવે નામે જાણવા. (શિક્ષાપત્રી: 109)
જ્ઞેયોઽર્જુનેન યુક્તોઽસૌ નરનારયણાભિધઃ ।
બલભદ્રાદિયોગેન તત્તન્નામોચ્યતે સ ચ ॥
ज्ञेयोऽर्जुनेन युक्तोऽसौ नरनारयणाभिधः ।
बलभद्रादियोगेन तत्तन्नामोच्यते स च ॥
Gneyorjunen yuktosau nar-nārayaṇābhidhah |
Balabhadrādiyogen tattannāmochyate sa cha ||
248
અને એ શ્રીકૃષ્‍ણ જે તે અર્જુને યુક્ત હોય ત્‍યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્‍ણ જે તે બળભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું. (શિક્ષાપત્રી: 110)

Shlok Selection

Shloks Index