Meaning: Gujarati
English
કર્તવ્યં કારણીયં વા શ્રાવણે માસિ સર્વથા । બિલ્વપત્રાદિભિઃ પ્રીત્યા શ્રીમહાદેવપૂજનમ્ ॥
कर्तव्यं कारणीयं वा श्रावणे मासि सर्वथा । बिल्वपत्रादिभिः प्रीत्या श्रीमहादेवपूजनम् ॥
Kartavyam kāraṇīyam vā shrāvaṇe māsi sarvathā | Bilvapatrādibhihi prītyā shrīmahādev-pūjanam ||
287
અને શ્રાવણ માસને વિષે શ્રીમહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. (શિક્ષાપત્રી: 149)
સ્વાચાર્યાન્ન ૠણં ગ્રાહ્યં શ્રીકૃષ્ણસ્ય ચ મન્દિરાત્ । તાભ્યાં સ્વવ્યવહારાર્થં પાત્રભૂષાંશુકાદિ ચ ॥
स्वाचार्यान्न ॠणं ग्राह्यं श्रीकृष्णस्य च मन्दिरात् । ताभ्यां स्वव्यवहारार्थं पात्रभूषांशुकादि च ॥
Svāchāryānna ṛuṇam grāhyam shrīkṛuṣhṇasya cha mandirāt | Tābhyām swa-vyavahārārtham pātrabhūṣhāmshukādi cha ||
288
અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવાં નહિ. (શિક્ષાપત્રી: 150)
શ્રીકૃષ્ણગુરુસાધૂનાં દર્શનાર્થં ગતૌ પથિ । તત્સ્થાનેષુ ચ ન ગ્રાહ્યં પરાન્નં નિજપુણ્યહૃત્ ॥
श्रीकृष्णगुरुसाधूनां दर्शनार्थं गतौ पथि । तत्स्थानेषु च न ग्राह्यं परान्नं निजपुण्यहृत् ॥
Shrīkṛuṣhṇa-guru-sādhūnām darshanārtham gatau pathi | Tatsthāneṣhu cha na grāhyam parānnam nijapuṇyahṛut ||
289
અને શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહી તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહિ, કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. (શિક્ષાપત્રી: 151)
પ્રતિજ્ઞાતં ધનં દેયં યત્ સ્યાત્તત્ કર્મકારિણે । ન ગોપ્યમૃણશુદ્ધ્યાદિ વ્યવહાર્યં ન દુર્જનૈઃ ॥
प्रतिज्ञातं धनं देयं यत् स्यात्तत् कर्मकारिणे । न गोप्यमृणशुद्ध्यादि व्यवहार्यं न दुर्जनैः ॥
Pratignātam dhanam deyam yat syāttat karmakāriṇe | Na gopyamṛuṇashuddhyādi vyavahāryam na durjanaihai ||
290
અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે ફરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. (શિક્ષાપત્રી: 152)
દુષ્કાલસ્ય રિપૂણાં વા નૃપસ્યોપદ્રવેણ વા । લજ્જાધનપ્રાણનાશઃ પ્રાપ્તઃ સ્યાદ્યત્ર સર્વથા ॥
दुष्कालस्य रिपूणां वा नृपस्योपद्रवेण वा । लज्जाधनप्राणनाशः प्राप्तः स्याद्यत्र सर्वथा ॥
Duṣhkālasya ripūṇām vā nṛupasyopadraveṇ vā | Lajjā-dhan-prāṇ-nāshah prāptah syādyatra sarvathā ||
291
અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય, (શિક્ષાપત્રી: 153)
મૂલદેશોઽપિ સ સ્વેષાં સદ્ય એવ વિચક્ષણૈઃ । ત્યાજ્યો મદાશ્રિતૈઃ સ્થેયં ગત્વા દેશાન્તરં સુખમ્ ॥
मूलदेशोऽपि स स्वेषां सद्य एव विचक्षणैः । त्याज्यो मदाश्रितैः स्थेयं गत्वा देशान्तरं सुखम् ॥
Mūladesho'pi sa sveṣhām sadya ev vichakṣhaṇaihai | Tyājyo madāshritaihai stheyam gatvā deshāntaram sukham ||
292
અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. (શિક્ષાપત્રી: 154)
આઢ્યૈસ્તુ ગૃહિભિઃ કાર્યા અહિંસા વૈષ્ણવા મખાઃ । તીર્થેષુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવઃ ॥
आढ्यैस्तु गृहिभिः कार्या अहिंसा वैष्णवा मखाः । तीर्थेषु पर्वसु तथा भोज्या विप्राश्च साधवः ॥
Āḍhyaistu gṛuhibhihi kāryā ahinsā vaiṣhṇavā makhāhā | Tīrtheṣhu parvasu tathā bhojyā viprāshcha sādhavah ||
293
અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિ પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુને જમાડવા. (શિક્ષાપત્રી: 155)
મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મન્દિરેષુ તૈઃ । દેયાનિ પાત્રવિપ્રેભ્યો દાનાનિ વિવિધાનિ ચ ॥
महोत्सवा भगवतः कर्तव्या मन्दिरेषु तैः । देयानि पात्रविप्रेभ्यो दानानि विविधानि च ॥
Mahotsavā bhagavatah kartavyā mandireṣhu taihai | Deyāni pātraviprebhyo dānāni vividhāni cha ||
294
તે ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારનાં દાન દેવાં. (શિક્ષાપત્રી: 156)
મદાશ્રિતૈર્નૃપૈર્ધર્મશાસ્ત્રમાશ્રિત્ય ચાખિલાઃ । પ્રજાઃ સ્વાઃ પુત્રવત્પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે ॥
मदाश्रितैर्नृपैर्धर्मशास्त्रमाश्रित्य चाखिलाः । प्रजाः स्वाः पुत्रवत्पाल्या धर्म स्थाप्यो धरातले ॥
Madāshritair-nṛupair-dharma-shāstramāshritya chākhilāhā | Prajāhā svāhā putravatpālyā dharma sthāpyo dharātale ||
295
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને અનુસરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. (શિક્ષાપત્રી: 157)
રાજ્યાઙ્ગોપાયષડ્વર્ગા જ્ઞેયાસ્તીર્થાનિ ચાઞ્જસા । વ્યવહારવિદઃ સભ્યા દણ્ડ્યાદણ્ડ્યાશ્ચ લક્ષણૈઃ ॥
राज्याङ्गोपायषड्वर्गा ज्ञेयास्तीर्थानि चाञ्जसा । व्यवहारविदः सभ्या दण्ड्यादण्ड्याश्च लक्षणैः ॥
Rājyāngopāyaṣhaḍvargā gneyāstīrthāni chānyjasā | Vyavahāravidah sabhyā daṇḍyādaṇḍyāshcha lakṣhaṇaihai ||
296
અને તે રાજા તેમણે રાજ્યનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહિ એવા જે માણસ એ સર્વેને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. (શિક્ષાપત્રી: 158)