Meaning: Gujarati English
મૂલદેશોઽપિ સ સ્વેષાં સદ્ય એવ વિચક્ષણૈઃ ।
ત્યાજ્યો મદાશ્રિતૈઃ સ્થેયં ગત્વા દેશાન્તરં સુખમ્ ॥
मूलदेशोऽपि स स्वेषां सद्य एव विचक्षणैः ।
त्याज्यो मदाश्रितैः स्थेयं गत्वा देशान्तरं सुखम् ॥
Mūladesho'pi sa sveṣhām sadya ev vichakṣhaṇaihai |
Tyājyo madāshritaihai stheyam gatvā deshāntaram sukham ||
292
અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્‍સંગી ગૃહસ્‍થ તેમણે તત્‍કાળ ત્‍યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્‍યે જઈને સુખેથી રહેવું. (શિક્ષાપત્રી: 154)
આઢ્યૈસ્તુ ગૃહિભિઃ કાર્યા અહિંસા વૈષ્ણવા મખાઃ ।
તીર્થેષુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવઃ ॥
आढ्यैस्तु गृहिभिः कार्या अहिंसा वैष्णवा मखाः ।
तीर्थेषु पर्वसु तथा भोज्या विप्राश्च साधवः ॥
Āḍhyaistu gṛuhibhihi kāryā ahinsā vaiṣhṇavā makhāhā |
Tīrtheṣhu parvasu tathā bhojyā viprāshcha sādhavah ||
293
અને ધનાઢ્ય એવા જે ગૃહસ્‍થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્‍ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિ પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુને જમાડવા. (શિક્ષાપત્રી: 155)
મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મન્દિરેષુ તૈઃ ।
દેયાનિ પાત્રવિપ્રેભ્યો દાનાનિ વિવિધાનિ ચ ॥
महोत्सवा भगवतः कर्तव्या मन्दिरेषु तैः ।
देयानि पात्रविप्रेभ्यो दानानि विविधानि च ॥
Mahotsavā bhagavatah kartavyā mandireṣhu taihai |
Deyāni pātraviprebhyo dānāni vividhāni cha ||
294
તે ધનાઢ્ય એવા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્‍સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારનાં દાન દેવાં. (શિક્ષાપત્રી: 156)
મદાશ્રિતૈર્નૃપૈર્ધર્મશાસ્ત્રમાશ્રિત્ય ચાખિલાઃ ।
પ્રજાઃ સ્વાઃ પુત્રવત્પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે ॥
मदाश्रितैर्नृपैर्धर्मशास्त्रमाश्रित्य चाखिलाः ।
प्रजाः स्वाः पुत्रवत्पाल्या धर्म स्थाप्यो धरातले ॥
Madāshritair-nṛupair-dharma-shāstramāshritya chākhilāhā |
Prajāhā svāhā putravatpālyā dharma sthāpyo dharātale ||
295
અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને અનુસરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્‍વીને વિષે ધર્મનું સ્‍થાપન કરવું. (શિક્ષાપત્રી: 157)
રાજ્યાઙ્‍ગોપાયષડ્વર્ગા જ્ઞેયાસ્તીર્થાનિ ચાઞ્જસા ।
વ્યવહારવિદઃ સભ્યા દણ્ડ્યાદણ્ડ્યાશ્ચ લક્ષણૈઃ ॥
राज्याङ्‍गोपायषड्वर्गा ज्ञेयास्तीर्थानि चाञ्जसा ।
व्यवहारविदः सभ्या दण्ड्यादण्ड्याश्च लक्षणैः ॥
Rājyāngopāyaṣhaḍvargā gneyāstīrthāni chānyjasā |
Vyavahāravidah sabhyā daṇḍyādaṇḍyāshcha lakṣhaṇaihai ||
296
અને તે રાજા તેમણે રાજ્યનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્‍યાનાં સ્‍થાનક તથા વ્‍યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્‍ય જે માણસ તથા દંડવા યોગ્‍ય નહિ એવા જે માણસ એ સર્વેને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. (શિક્ષાપત્રી: 158)
સભર્તૃકાભિર્નારીભિઃ સેવ્યઃ સ્વપતિરીશવત્ ।
અન્ધો રોગી દરિદ્રો વા ષણ્ઠો વાચ્યં ન દુર્વચઃ ॥
सभर्तृकाभिर्नारीभिः सेव्यः स्वपतिरीशवत् ।
अन्धो रोगी दरिद्रो वा षण्ठो वाच्यं न दुर्वचः ॥
Sabhartṛukābhirnārībhihi sevyah swapatirīshavat |
Andho rogī daridro vā ṣhaṇṭho vāchyam na durvachah ||
297
હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીને છીએ - અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્‍યે કટુ વચન ન બોલવું. (શિક્ષાપત્રી: 159)
રૂપયૌવનયક્તસ્ય ગુણિનોઽન્યનરસ્ય તુ ।
પ્રસઙ્‍ગો નૈવ કર્તવ્યસ્તાભિઃ સાહજિકોઽપિ ચ ॥
रूपयौवनयक्तस्य गुणिनोऽन्यनरस्य तु ।
प्रसङ्गो नैव कर्तव्यस्ताभिः साहजिकोऽपि च ॥
Rūpayauvanayaktasya guṇino'nyanarasya tu |
Prasango naiv kartavyastābhihi sāhajiko'pi ch ||
298
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ ને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્‍ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્‍વભાવે પણ ન કરવો. (શિક્ષાપત્રી: 160)
નરેક્ષ્યનાભ્યૂરકુચાઽનુત્તરીયા ચ નો ભવેત્ ।
સાધ્વી સ્ત્રી ન ચ ભણ્ડેક્ષા ન નિર્લજ્જાદિસઙ્‍ગિની ॥
नरेक्ष्यनाभ्यूरकुचाऽनुत्तरीया च नो भवेत् ।
साध्वी स्त्री न च भण्डेक्षा न निर्लज्जादिसङ्गिनी ॥
Narekṣhyanābhyūrakuchānuttarīyā cha no bhavet |
Sādhvī strī na cha bhaṇḍekṣhā na nirlajjādisanginī ||
299
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઈ જોવા ન જેવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્‍વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. (શિક્ષાપત્રી: 161)
ભૂષાસદંશુકધૃતિઃ પરગેહોપવેશનમ્ ।
ત્યાજ્યં હાસ્યાદિ ચ સ્ત્રીભિઃ પત્યૌ દેશાન્તરં ગતે ॥
भूषासदंशुकधृतिः परगेहोपवेशनम् ।
त्याज्यं हास्यादि च स्त्रीभिः पत्यौ देशान्तरं गते ॥
Bhūṣhāsadanshukadhṛutihi paragehopaveshanam |
Tyājyam hāsyādi cha strībhihi patyau deshāntaram gate ||
300
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્‍ય વિનોદાદિકનો ત્‍યાગ કરવો. (શિક્ષાપત્રી: 162)
વિધવાભિસ્તુ યોષાભિઃ સેવ્યઃ પતિધિયા હરિઃ ।
આજ્ઞાયાં પિતૃપુત્રાદેર્વૃત્યં સ્વાતન્ત્ર્યતો ન તુ ॥
विधवाभिस्तु योषाभिः सेव्यः पतिधिया हरिः ।
आज्ञायां पितृपुत्रादेर्वृत्यं स्वातन्त्र्यतो न तु ॥
Vidhavābhistu yoṣhābhihi sevyah patidhiyā harihi |
Āgnāyām pitṛuputrādervṛutyam svātantryato na tu ||
301
હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ - અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવુ પણ સ્‍વતંત્રપણે ન વર્તવું. (શિક્ષાપત્રી: 163)

Shlok Selection

Shloks Index