Meaning: Gujarati English
સ્તનંધયસ્ય નુઃ સ્પર્શે ન દોષોઽસ્તિ પશોરિવ ।
આવશ્યકે ચ વૃદ્ધસ્ય સ્પર્શે તેન ચ ભાષણે ॥
स्तनंधयस्य नुः स्पर्शे न दोषोऽस्ति पशोरिव ।
आवश्यके च वृद्धस्य स्पर्शे तेन च भाषणे ॥
Stanandhayasya nuhu sparshe na doṣhosti pashoriv |
Āvashyake cha vṛuddhasya sparshe ten cha bhāṣhaṇe ||
303
અને ધાવણો જે બાળક તેના સ્‍પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઈ અવશ્‍યનું કામકાજ પડે તેને વિષે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોશ નથી. (શિક્ષાપત્રી: 165)
વિદ્યાનાસન્નસમ્બન્ધાત્તાભિઃ પાઠ્યા ન કાપિ નુઃ ।
વ્રતોપવાસૈઃ કર્તવ્યો મુહુર્દેહદમસ્તથા ॥
विद्यानासन्नसम्बन्धात्ताभिः पाठ्या न कापि नुः ।
व्रतोपवासैः कर्तव्यो मुहुर्देहदमस्तथा ॥
Vidyānā-sanna-sambandhāttābhihi pāṭhyā na kāpi nuhu |
Vratopavāsaihai kartavyo muhurdehadamastathā ||
304
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. (શિક્ષાપત્રી: 166)
ધનં ચ ધર્મકાર્યેઽપિ સ્વનિર્વાહોપયોગિ યત્ ।
દેયં તાભિર્ન તત્ ક્વાપિ દેયં ચેદધિકં તદા ॥
धनं च धर्मकार्येऽपि स्वनिर्वाहोपयोगि यत् ।
देयं ताभिर्न तत् क्वापि देयं चेदधिकं तदा ॥
Dhanam cha dharmakāryepi swanirvāhopayogi yat |
Deyam tābhirna tat kvāpi deyam chedadhikam tadā ||
305
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. (શિક્ષાપત્રી: 167)
કાર્યશ્ચ સકૃદાહારસ્તાભિઃ સ્વાપસ્તુ ભુતલે ।
મૈથુનાસક્તયોર્વીક્ષા ક્વાપિ કાર્યા ન દેહિનોઃ ॥
कार्यश्च सकृदाहारस्ताभिः स्वापस्तु भुतले ।
मैथुनासक्तयोर्वीक्षा क्वापि कार्या न देहिनोः ॥
Kāryashcha sakṛudāhārastābhihi svāpastu bhutale |
Maithunāsaktayorvīkṣhā kvāpi kāryā na dehinoho ||
306
અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્‍વીને વિષે સૂવું અને મૈથુનાસક્ત એવા પશુ પક્ષી આદિક જીવ પ્રણીમાત્ર તેમને જોવાં નહિ. (શિક્ષાપત્રી: 168)
વેષો ન ધાર્યસ્તાભિશ્ચ સુવાસિન્યાઃ સ્ત્રિયાસ્તથા ।
ન્યાસિન્યા વીતરાગાયા વિકૃતશ્ચ ન કર્હિચિત્ ॥
वेषो न धार्यस्ताभिश्च सुवासिन्याः स्त्रियास्तथा ।
न्यासिन्या वीतरागाया विकृतश्च न कर्हिचित् ॥
Veṣho na dhāryastābhishcha suvāsinyāhā striyāstathā |
Nyāsinyā vītarāgāyā vikṛutashcha na karhichit ||
307
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો તથા સંન્‍યાસિની તથા વેરાગણી તેના જેવો વેષ ન ધારવો અને પોતાના દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ ક્યારેય ન ધારવો. (શિક્ષાપત્રી: 169)
સઙ્‍ગો ન ગર્ભપાતિન્યાઃ સ્પર્શઃ કાર્યશ્ચ યોષિતઃ ।
શૃઙ્‍ગારવાર્તા ન નૃણાં કાર્યાઃ શ્રવ્યા ન વૈ ક્વચિત્ ॥
सङ्‍गो न गर्भपातिन्याः स्पर्शः कार्यश्च योषितः ।
शृङ्‍गारवार्ता न नृणां कार्याः श्रव्या न वै क्वचित् ॥
Sango na garbhapātinyāhā sparshah kāryashcha yoṣhitah |
Shṛungāravārtā na nṛuṇām kāryāhā shravyā na vai kvachit ||
308
અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્‍પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. (શિક્ષાપત્રી: 170)
નિજસમ્બન્ધિભિરપિ તારુણ્યે તરુણૈર્નરૈઃ ।
સાકં રહસિ ન સ્થેયં તાભિરાપદમન્તરા ॥
निजसम्बन्धिभिरपि तारुण्ये तरुणैर्नरैः ।
साकं रहसि न स्थेयं ताभिरापदमन्तरा ॥
Nij-sambandhi-bhirapi tāruṇye taruṇairnaraihai |
Sākam rahasi n stheyam tābhirāpadamantarā ||
309
અને યુવા અવસ્‍થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્‍થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્‍થળને વિષે આપત્‍કાળ પડ્યા વિના ન રહેવું. (શિક્ષાપત્રી: 171)
ન હોલાખેલનં કાર્યં ન ભૂષાદેશ્ચ ધારણમ્ ।
ન ધાતુસૂત્રયુક્સૂક્ષ્મવસ્ત્રાદેરપિ કર્હિચિત્ ॥
न होलाखेलनं कार्यं न भूषादेश्च धारणम् ।
न धातुसूत्रयुक्सूक्ष्मवस्त्रादेरपि कर्हिचित् ॥
Na holākhelanam kāryam na bhūṣhādeshcha dhāraṇam |
Na dhātu-sūtra-yuk-sūkṣhma-vastrāderapi karhichit ||
310
અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવાં જે ઝીણાં વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. (શિક્ષાપત્રી: 172)
સધવાવિધવાભિશ્ચ ન સ્નાતવ્યં નિરમ્બરમ્ ।
સ્વરજોદર્શનં સ્ત્રીભિર્ગોપનીયં ન સર્વથા ॥
सधवाविधवाभिश्च न स्नातव्यं निरम्बरम् ।
स्वरजोदर्शनं स्त्रीभिर्गोपनीयं न सर्वथा ॥
Sadhavāvidhavābhishcha na snātavyam nirambaram |
Swarajodarshanam strībhirgopanīyam na sarvathā ||
311
અને સુવાસિની અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહિ અને પોતાનું જે રજસ્‍વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. (શિક્ષાપત્રી: 173)
મનુષ્યં ચાંશુકાદીનિ નારી ક્વાપિ રજઃસ્વલા ।
દિનત્રયં સ્પૃશેન્નૈવ સ્નાત્વા તુર્યેઽહ્નિ સા સ્પૃશેત્ ॥
मनुष्यं चांशुकादीनि नारी क्वापि रजःस्वला ।
दिनत्रयं स्पृशेन्नैव स्नात्वा तुर्येऽह्नि सा स्पृशेत् ॥
Manuṣhyam chānshukādīni nārī kvāpi rajahswalā |
Dinatrayam spṛushennaiv snātvā turyehni sā spṛushet ||
312
અને વળી રજસ્‍વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્‍યને તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું. (એવી રીતે ગૃહસ્‍થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમણે પણ પાળવા કેમ કે એ ગૃહસ્‍થ છે.) (શિક્ષાપત્રી: 174)

Shlok Selection

Shloks Index