Meaning: Gujarati English
સંસ્કારેષુ ન ભોક્તવ્યં ગર્ભાધાનમુખેષુ તૈઃ ।
પ્રેતશ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહિકે ॥
संस्कारेषु न भोक्तव्यं गर्भाधानमुखेषु तैः ।
प्रेतश्राद्धेषु सर्वेषु श्राद्धे च द्वादशाहिके ॥
Sanskāreṣhu na bhoktavyam garbhādhān-mukheṣhu taihai |
Pret-shrāddheṣhu sarveṣhu shrāddhe cha dvādashāhike ||
336
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્‍કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. (શિક્ષાપત્રી: 198)
દિવાસ્વાપો ન કર્તવ્યો રોગાદ્યાપદમન્તરા ।
ગ્રામ્યવાર્તા ન કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ્ ॥
दिवास्वापो न कर्तव्यो रोगाद्यापदमन्तरा ।
ग्राम्यवार्ता न कार्या च न श्रव्या बुद्धिपूर्वकम् ॥
Divāsvāpo n kartavyo rogādyāpadamantarā |
Grāmyavārtā na kāryā cha na shravyā buddhipūrvakam ||
337
અને રોગાદિક આપત્‍કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્‍યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. (શિક્ષાપત્રી: 199)
સ્વપ્યં ન તૈશ્ચ ખટ્વાયાં વિના રોગાદિમાપદમ્ ।
નિશ્છદ્મ વર્તિતવ્યં ચ સાધૂનામગ્રતઃ સદા ॥
स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् ।
निश्छद्म वर्तितव्यं च साधूनामग्रतः सदा ॥
Svapyam na taishcha khaṭvāyām vinā rogādimāpadam |
Nishchhadma vartitavyam cha sādhūnāmagratah sadā ||
338
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્‍કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્‍કપટપણે વર્તવું. (શિક્ષાપત્રી: 200)
ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ ।
ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈઃ ॥
गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः ।
क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः ॥
Gālidānam tāḍanam cha kṛutam kumati-bhirjanaihai |
Kṣhantavyamev sarveṣhām chintanīyam hitam cha taihai ||
339
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્‍ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્‍પ પણ ન કરવો. (શિક્ષાપત્રી: 201)
દૂતકર્મ ન કર્તવ્યં પૈશુનં ચારકર્મ ચ ।
દેહેઽહન્તા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ ॥
दूतकर्म न कर्तव्यं पैशुनं चारकर्म च ।
देहेऽहन्ता च ममता न कार्या स्वजनादिषु ॥
Dūt-karma na kartavyam paishunam chār-karma cha |
Dehe'hantā cha mamatā na kāryā swajanādiṣhu ||
340
અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઈના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્‍વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા.) (શિક્ષાપત્રી: 202)
ઇતિ સંક્ષેપતો ધર્માઃ સર્વેષાં લિખિતા મયા ।
સામ્પ્રદાયિકગ્રન્થેભ્યો જ્ઞેય એષાં તુ વિસ્તરઃ ॥
इति संक्षेपतो धर्माः सर्वेषां लिखिता मया ।
साम्प्रदायिकग्रन्थेभ्यो ज्ञेय एषां तु विस्तरः ॥
Iti sankṣhepato dharmāhā sarveṣhām likhitā mayā |
Sāmpradāyik-granthebhyo gneya eṣhām tu vistarah ||
341
અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્‍ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્‍યા છે અને આ ધર્મનો જે વિસ્‍તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. (શિક્ષાપત્રી: 203)
સચ્છસ્ત્રાણાં સમુદ્ધૃત્ય સર્વેષાં સારમાત્મના ।
પત્રીયં લિખિતા નૄણામભીષ્ટફલદાયિની ॥
सच्छस्त्राणां समुद्धृत्य सर्वेषां सारमात्मना ।
पत्रीयं लिखिता नॄणामभीष्टफलदायिनी ॥
Sachchhastrāṇām samuddhṛutya sarveṣhām sāramātmanā |
Patrīyam likhitā nruṇāmabhīṣhṭ-faladāyinī ||
342
અને સર્વે જે સચ્‍છાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્ર જે તે લખી છે, તે કેવી છે તો સર્વે મનુષ્‍યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (શિક્ષાપત્રી: 204)
ઇમામેવ તતો નિત્યમનુસૃત્ય મમાશ્રિતૈઃ ।
યતાત્મભિર્વર્તિતવ્યં ન તુ સ્વૈરં કદાચન ॥
इमामेव ततो नित्यमनुसृत्य ममाश्रितैः ।
यतात्मभिर्वर्तितव्यं न तु स्वैरं कदाचन ॥
Imāmev tato nityamanusṛutya mamāshritaihai |
Yatātmabhirvartitavyam na tu swairam kadāchan ||
343
એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્‍સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. (શિક્ષાપત્રી: 205)
વર્તિષ્યન્તે ય ઇત્થં હિ પુરુષા યોષિતસ્તથા ।
તે ધર્માદિચતુર્વર્ગસિદ્ધિં પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ્ ॥
वर्तिष्यन्ते य इत्थं हि पुरुषा योषितस्तथा ।
ते धर्मादिचतुर्वर्गसिद्धिं प्राप्स्यन्ति निश्चितम् ॥
Vartiṣhyante ya ittham hi puruṣhā yoṣhitastathā |
Te dharmādichaturvargasiddhim prāpsyanti nishchitam ||
344
અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે. (શિક્ષાપત્રી: 206)
નેત્થં ય આચરિષ્યન્તિ તે ત્વસ્મત્સમ્પ્રદાયતઃ ।
બહિર્ભૂતા ઇતિ જ્ઞેયં સ્ત્રીપુંસૈઃ સામ્પ્રદાયિકૈઃ ॥
नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायतः ।
बहिर्भूता इति ज्ञेयं स्त्रीपुंसैः साम्प्रदायिकैः ॥
Nettham ya āchariṣhyanti te tvasmat-sampradāyatah |
Bahirbhūtā iti gneyam strīpunsaihai sāmpradāyikaihai ||
345
અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રીપુરુષ તેમણે જાણવું. (શિક્ષાપત્રી: 207)

Shlok Selection

Shloks Index