Meaning: Gujarati English
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥ 
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ 
Daivī hyeṣhā guṇamayī mama māyā duratyayā |
Māmeva ye prapadyante māyāmetām taranti te ||
36
મારી ગુણમયી માયા ઓળંગવી મુશ્કેલ છે, પરંતુ મારે શરણે જે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે. (ગીતા: 3-14; વચ. લો. ૧૩; વચ. વર. ૫)
યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ ।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે ॥
यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥
Yadakṣharam vedavido vadanti vishanti yadyatayo vītarāgāhā |
Yadichchhanto brahmacharyam charanti tatte padam sangraheṇa pravakṣhye ||
37
વેદવેત્તાઓ જેને અક્ષર કહે છે, રાગદ્વેષરહિત મુનિઓ જેને પામે છે, અને જેને ઇચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે તે પદ હું તને ટૂંકમાં કહું છું. (ગીતા: 8-11)
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ ।
શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ સ મે પ્રિયઃ ॥
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति ।
शुभाशुभ परित्यागी भक्तिमान् स मे प्रियः ॥
Yo na ṛuṣhyati na dveṣhṭi na shochati na kānkṣhati |
Shubhāshubha parityāgī bhaktimān sa me priyah ||
38
જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, અને શુભ-અશુભ ત્યજનાર તથા ભક્તિવાળો છે તે મને પ્રિય છે. (ગીતા: 12-17)
સમદુઃખસુખસ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાંચનઃ ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરઃ તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥
समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकांचनः ।
तुल्यप्रियाप्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः ॥
Sama-dukha-sukha-swasthah sama-loṣhṭāshma-kānchanah |
Tulyapriyāpriyo dhīrah tulya-nindātma-sanstutihi ||
39
જે સુખદુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર તથા સોનું જેને સમાન છે તથા પ્રિય-અપ્રિયમાં, નિંદા-સ્તુતિમાં જે ધીર છે તે ગુણાતીત કહેવાય છે. (ગીતા: 14-24)
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥
Aham vaishvānaro bhūtvā prāṇinām dehamāshritah |
Prāṇāpāna-samāyuktah pachāmyannam chaturvidham ||
40
હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓનાં શરીરમાં રહીને પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન પચાવું છું. (ગીતા: 15-14)
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રૂવા નીતિર્મતિર્મમ ॥ 
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रूवा नीतिर्मतिर्मम ॥ 
Yatra yogeshvarah kṛuṣhṇo yatra pārtho dhanurdharah |
Tatra shrīrvijayo bhūtirdhrūvā nītirmatirmam || 
41
જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે અને અવિચળ નીતિ છે એમ મારો મત છે. (ગીતા: 18-78; વચ. ગ. પ્ર. ૭૦)
યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥
यज्ञ दान तपः कर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥
Yagna dān tapah karma na tyājyam kāryameva tat |
Yagno dānam tapashchaiva pāvanāni manīṣhiṇām ||
42
યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ન તજવાં. તે કરવા જોઈએ. યજ્ઞ, દાન અને તપ એ વિદ્વાનોને પવિત્ર કરનારા છે. (ગીતા: 18-5)
વિહાય કામાન્ યઃ સર્વાન્ પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ ।
નિર્મમો નિરંહકારઃ સ શાન્તિમધિગચ્છતિ ॥
विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निस्पृहः ।
निर्ममो निरंहकारः स शान्तिमधिगच्छति ॥
Vihāya kāmān yah sarvān pumānshcharati nispṛuhah |
Nirmamo niranhakārah sa shānti-madhi-gachchhati ||
43
નિઃસ્પૃહી, મમતા વગરનો, નિરભિમાની, જે પરુષ બધી ઇચ્છાઓને છોડીને વિચરે છે તે પરુષ શાંતિ પામે છે. (ગીતા: 2-71)
કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તં ।
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ॥
करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं ।
वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि ॥
Karāravindena padāravindam mukhāravinde viniveshayantam |
Vaṭasya patrasya puṭe shayānam bālam mukundam manasā smarāmi ||
44
હસ્તકમળ વડે પગના અંગુઠાને મો‚માં મુકતા એવા વડના પાંદડા પર સૂતેલા બાલમુકુંદ ભગવાનને હું મનમાં સ્મરું છું.
શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્ ।
અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્ ॥
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् ।
अर्चनं वंदनं दास्यं सख्यं आत्मनिवेदनम् ॥
Shravaṇam kīrtanam viṣhṇoho smaraṇam pādasevanam |
Archanam vandanam dāsyam sakhyam ātmanivedanam ||
45
ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણસેવન, પૂજન, વંદન, દાસપણું, મિત્રતા અને આત્મસમર્પણ આ નવ પ્રકારની ભક્તિ છે. (ભાગવત: 7-5-23; વચ. ગ. પ્ર. ૪૦)

Shlok Selection

Shloks Index