Meaning: Gujarati English
ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે ।
સમ્પ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુકૃઞ્કરણે ॥
भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढमते ।
सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुकृञ्करणे ॥
Bhaj govindam bhaj govindam govindam bhaj mūḍhamate |
Samprāpte sannihite kāle nahi nahi rakṣhati dukrunkaraṇe ||
65
હે મૂઢમતિ ! જ્યારે મરણ નજીક આવશે ત્યારે વ્યાકરણ આદિ કોઈ શાસ્ત્ર કામ આવવાનું નથી માટે ભગવાન ભજી લો. (ચર્પટ પંજરી)
પુનરપિ જનનં પુનરપિ મરણં
 પુનરપિ જનની જઠરે શયનમ્ ।
ઇહ સંસારે ખલુ દુસ્તારે
 કૃપયા પારે પાહિ મુરારે ॥
पुनरपि जननं पुनरपि मरणं
 पुनरपि जननी जठरे शयनम् ।
इह संसारे खलु दुस्तारे
 कृपया पारे पाहि मुरारे ॥
Punarapi jananam punarapi maraṇam
 Punarapi jananī jaṭhare shayanam |
Ih sansāre khalu dustāre
 kṛupayā pāre pāhi murāre ||
66
જ્યાં આગળ ફરી ફરી જન્મવું તથા મરવું પડે છે, વારે વારે ગર્ભમાં સૂવું પડે છે, એવા અપાર અને તરવામાં અતિ કઠણ એવા આ સંસારથી હે પ્રભુ રક્ષા કરો. (ચર્પટ પંજરી)
કસ્ત્વં કોહં કુત આયાતઃ કા મે જનની કો મે તાતઃ ।
ઇતિ પરિભાવય સર્વમસારં વિશ્વં ત્યક્ત્વા સ્વપ્નવિચારમ્ ॥
कस्त्वं कोहं कुत आयातः का मे जननी को मे तातः ।
इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥
Kastvam koham kut āyātah kā me jananī ko me tātah |
Iti paribhāvaya sarvamasāram vishvam tyaktvā swapnavichāram ||
67
આ સંસાર સ્વપ્ના જેવો છે. તેને અસાર જાણી તેનો ત્યાગ કરી "તું કોણ ? હું કોણ ? ક્યાંથી આવ્યો છું ? મારા માતા પિતા કોણ છે ?" આવો વિચાર કર.
ગંગા પાપં શશી તાપં દૈન્યં કલ્પતરુસ્તથા ।
પાપં તાપં ચ દૈન્યં ચ ઘ્નન્તિ સન્તો મહાશયાઃ ॥
गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा ।
पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः ॥
Gangā pāpam shashī tāpam dainyam kalpatarustathā |
Pāpam tāpam cha dainyam cha ghnanti santo mahāshayāhā ||
68
ગંગા પાપને, ચંદ્ર તાપને, કલ્પવૃક્ષ દરિદ્રતાને હરે છે પરંતુ મહાન સત્પુરુષો પાપ, તાપ અને દરિદ્રતા ત્રણેને હરે છે.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્‍ભક્તિં લભતે પરામ્ ॥
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समः सर्वेषु भूतेषु मद्‍भक्तिं लभते पराम् ॥
Brahmabhūtah prasannātmā na shochati na kānkṣhati |
Samah sarveṣhu bhūteṣhu madbhaktim labhate parām ||
69
બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો જે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી. અને સર્વભૂતોમાં સમભાવથી રહેતો મારી પરમ શક્તિને પામે છે. (ગીતા: 18-54; વચ. લો. ૭; વચ. પં. ૨; વચ. અં. ૩)
અયં નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ્ ।
ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્ ॥
अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥
Ayam nijah paro veti gaṇanā laghuchetasām |
Udāracharitānām tu vasudhaiv kuṭumbakam ||
70
આ મારું છે અથવા બીજાનું છે, એવા વિચારો નાના મનવાળાના હોય છે. પરંતુ જે ઉદાર ચરિત્રવાળા છે તેમના માટે તો બધી પૃથ્વી જ પરિવાર છે.
સુન્દરોપિ સુશીલોપિ કુલીનોપિ મહાધનઃ ।
શોભતે ન વિના વિદ્યાં વિદ્યા સર્વસ્ય ભૂષણમ્ ॥
सुन्दरोपि सुशीलोपि कुलीनोपि महाधनः ।
शोभते न विना विद्यां विद्या सर्वस्य भूषणम् ॥
Sundaropi sushīlopi kulīnopi mahādhanah |
Shobhate na vinā vidyām vidyā sarvasya bhūṣhaṇam ||
71
સુંદર, સુશીલ, કુલીન અને બહુ ધનવાન હોવા છતાં પણ કોઈ વિદ્યા વિના શોભતો નથી, કેમ કે વિદ્યા જ બધાનું આભૂષણ છે.
વિદ્વત્ત્વં ચ નૃપત્વં ચ નૈવ તુલ્યં કદાચન ।
સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન્ સર્વત્ર પૂજ્યતે ॥
विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन ।
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥
Vidvattvam cha nṛupatvam cha naiv tulyam kadāchana |
Swadeshe pūjyate rājā vidvān sarvatra pūjyate ||
72
વિદ્વત્તા અને રાજાપણું ક્યારેય સમાન નથી, કેમ કે રાજા તો પોતાના દેશમાં સન્માન પામે છે પરંતુ વિદ્વાન તો બધે જ પૂજાય છે.
ઉદારસ્ય તૃણં વિત્તં શૂરસ્ય મરણં તૃણમ્ ।
વિરક્તસ્ય તૃણં ભાર્યા નિઃસ્પૃહસ્ય તૃણં જગત્ ॥
उदारस्य तृणं वित्तं शूरस्य मरणं तृणम् ।
विरक्तस्य तृणं भार्या निःस्पृहस्य तृणं जगत् ॥
Udārasya tṛuṇam vittam shūrasya maraṇam tṛuṇam |
Viraktasya tṛuṇam bhāryā nihspṛuhasya tṛuṇam jagat ||
73
ઉદારને માટે ધન, વીરને માટે મૃત્યુ, વૈરાગીને માટે સ્ત્રી અને નિઃસ્પૃહીને માટે સકળ વિશ્વ તૃણ સમાન છે.
જનની જન્મભૂમિશ્ચ જાહ્‍નવી ચ જનાર્દનઃ ।
જનકઃ પંચમશ્ચૈવ જકારાઃ પંચ દુર્લભાઃ ॥
जननी जन्मभूमिश्च जाह्‍नवी च जनार्दनः ।
जनकः पंचमश्चैव जकाराः पंच दुर्लभाः ॥
Jananī janmabhūmishcha jāhnavī cha janārdanah |
Janakah panchamashchaiva jakārāhā pancha durlabhāhā ||
74
માતા, માતૃભૂમિ, ગંગા, શ્રીકૃષ્ણ અને પિતા આ પાંચ વસ્તુઓ સંસારમાં મુશ્કેલીથી મળે છે.

Shlok Selection

Shloks Index