Meaning: Gujarati English
ધ્યાનમૂલં ગુરોર્મૂર્તિઃ પૂજામૂલં ગુરોઃ પદમ્ ।
મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરોઃ કૃપા ॥
ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् ।
मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा ॥
Dhyānamūlam gurormūrtihi pūjāmūlam guroho padam |
mantramūlam gurorvākyam mokṣhamūlam guroho kṛupā ||
7
ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે, ગુરુના ચરણ પૂજાનું મૂળ છે, ગુરુવાક્ય મંત્રનું મૂળ છે, ગુરુકૃપા મોક્ષનું મૂળ છે.
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં ભક્ત્યુપહ્યતમ્ અશ્નામિ પ્રયતાત્મનઃ ॥
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपह्यतम् अश्नामि प्रयतात्मनः ॥
Patram puṣhpam falam toyam yo me bhaktyā prayachchhati |
Tadaham bhaktyupahyatam ashnāmi prayatātmanah ||
8
શુદ્ધ ચિત્તવાળો જે ભક્ત પાંદડુ, ફૂલ, ફળ કે પાણી જે કાંઈ પણ મને ભક્તિથી અર્પે છે તે હું પ્રેમથી સ્વીકારું છું. (ગીતા: 18-66)
સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ 
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥ 
Sarvadharmān parityajya māmekam sharaṇam vraja |
Aham tvām sarvapāpebhyo mokṣhayiṣhyāmi mā shuchah ||
9
તારા મનના માનેલા બધા ધર્મોને છોડીને તું મારે એકને શરણે આવ. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ અને તને મોક્ષ આપીશ. તું શોક ન કર. (ગીતા: 9-26; વચ. ગ. મ. ૯; વચ. ગ. મ. ૧૭)
પ્રસંગમજરં પાશમ્ આત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥ 
प्रसंगमजरं पाशम् आत्मनः कवयो विदुः ।
स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम् ॥ 
Prasanga-majaram pāsham ātmanah kavayo viduhu |
Sa ev sādhuṣhu kṛuto mokṣha-dvārama-pāvṛutam || 
10
જેવો આ જીવને પોતાના આત્મીય સગા-સંબંધીઓ સાથે દ્રઢ પ્રસંગ છે, તેવો જ દ્રઢ પ્રસંગ જો સાધુ સાથે થાય તો તેને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. (ભાગવત: 3-25-203; વચ. ગ. પ્ર. ૫૪)
કાર્યં ન સહસા કિંચિત્ કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ ।
પાઠનીયાધીતવિદ્યા કાર્યઃ સંગોન્વહં સતામ્ ॥
कार्यं न सहसा किंचित् कार्यो धर्मस्तु सत्वरम् ।
पाठनीयाधीतविद्या कार्यः संगोन्वहं सताम् ॥
Kāryam na sahasā kinchit kāryo dharmastu satvaram |
Pāṭhanīyādhītavidyā kāryah sangonvaham satām ||
11
વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. (શિક્ષાપત્રી: 36)
ધર્મેણ રહિતા કૃષ્ણ-ભક્તિઃ કાર્યા ન સર્વથા ।
અજ્ઞનિન્દા-ભયાન્નૈવ ત્યાજ્યં શ્રીકૃષ્ણસેવનમ્ ॥
धर्मेण रहिता कृष्ण-भक्तिः कार्या न सर्वथा ।
अज्ञनिन्दा-भयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ॥
Dharmeṇ rahitā kṛuṣhṇa-bhaktihi kāryā na sarvathā |
Agnanindā-bhayānnaiv tyājyam shrī-kṛuṣhṇa-sevanam ||
12
શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવા કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે પુરુષ તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો. (શિક્ષાપત્રી: 39)
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
निजात्मानं ब्रह्मरूपं देहत्रय विलक्षणम् ।
विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा ॥
Nijātmānam brahmarūpam dehatraya vilakṣhaṇam |
Vibhāvya tena kartavyā bhaktihi kṛuṣhṇasya sarvadā ||
13
સ્થૂળ, સૂક્ષ્મ, અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે સર્વકાળને વિષે કરવી. (શિક્ષાપત્રી: 116)
ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ ।
માહાત્મ્યજ્ઞાન-યુગ્ભૂરિ સ્નેહો ભક્તિશ્ચ માધવે ॥
धर्मो ज्ञेयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः ।
माहात्म्यज्ञान-युग्भूरि स्नेहो भक्तिश्च माधवे ॥
Dharmo gneyah sadāchārah shruti-smṛutyupa-pāditah |
Māhātmya-gnāna-yugbhūri sneho bhaktishcha mādhave ||
14
શ્રુતિસ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. (શિક્ષાપત્રી: 103)
ગુણિનાં ગુણવત્તાયાં જ્ઞેયં હ્યેતત્ પરં ફલમ્ ।
કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગોન્યથા યાન્તિ વિદોપ્યધ: ॥
गुणिनां गुणवत्तायां ज्ञेयं ह्येतत् परं फलम् ।
कृष्णे भक्तिश्च सत्संगोन्यथा यान्ति विदोप्यध: ॥
Guṇinām guṇavattāyām gneyam hyetat param falam |
Kṛuṣhṇe bhaktishcha satsangonyathā yānti vidopyadhah ||
15
વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, ક્યું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. તે ભક્તિ ને સત્સંગ વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (શિક્ષાપત્રી: 114)
ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ ।
ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈઃ ॥
गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः ।
क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः ॥
Gālidānam tāḍanam cha kṛutam kumatibhirjanaihai |
Kṣhantavyameva sarveṣhām chintanīyam hitam cha taihai ||
16
સાધુ ને બ્રહ્મચારી તેમને કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન કરવું પણ તેને સામે ગાળ ન દેવી કે મારવો નહિ. પરંતુ તેનું હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું. (શિક્ષાપત્રી: 201)

Shlok Selection

Shloks Index