Meaning: Gujarati English
અલસસ્ય કુતો વિદ્યા અવિદ્યસ્ય કુતો ધનમ્ ।
અધનસ્ય કુતો મિત્રમ્ અમિત્રસ્ય કુતઃ સુખમ્ ॥
अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम् ।
अधनस्य कुतो मित्रम् अमित्रस्य कुतः सुखम् ॥
Alasasya kuto vidyā avidyasya kuto dhanam |
Adhanasya kuto mitram amitrasya kutah sukham ||
77
આળસુને વિદ્યા ક્યાંથી ? વિદ્યા વગરનાને ધન ક્યાંથી ? ધન વગરનાને મિત્ર ક્યાંથી ? મિત્ર વગરનાને સુખ ક્યાંથી ?
સર્વે યત્ર વિનેતારઃ સર્વે પણ્ડિતમાનિનઃ ।
સર્વે મહત્ત્વમિચ્છન્તિ કુલં તદવસીદતિ ॥
सर्वे यत्र विनेतारः सर्वे पण्डितमानिनः ।
सर्वे महत्त्वमिच्छन्ति कुलं तदवसीदति ॥
Sarve yatra vinetārah sarve paṇḍitamāninah |
Sarve mahattvamichchhanti kulam tadavasīdati ||
78
જ્યાં બધા આગેવાન છે, બધા પોતાને ડાહ્યા માનનારા છે, બધા મોટાઈ ઇચ્છે છે, તે કુળ દુઃખી થાય છે.
સ્થાનભ્રષ્ટા ન શોભન્તે દન્તાઃ કેશા નખા નરાઃ ।
ઇતિ સંચિત્ય મતિમાન્ સ્વસ્થાનં ન પરિત્યજેત્ ॥
स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः ।
इति संचित्य मतिमान् स्वस्थानं न परित्यजेत् ॥
Sthānabhraṣhṭā na shobhante dantāhā keshā nakhā narāhā |
Iti sanchitya matimān swasthānam na parityajet ||
79
મૂળ સ્થાનમાંથી ભ્રષ્ટ થયેલાં દાંત, વાળ નખ અને પુરુષો શોભતાં નથી એવું વિચારીને બુદ્ધિમાન પુરુષો પોતાનું સ્થાન ન છોડવું જોઈએ.
ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ
 તપો ન તપ્તં વયમેવ તપ્તાઃ ।
કાલો ન યાતો વયમેવ યાતાઃ
 તૃષ્ણા ન જીર્ણાઃ વયમેવ જીર્ણાઃ ॥
भोगा न भुक्ता वयमेव भुक्ताः
 तपो न तप्तं वयमेव तप्ताः ।
कालो न यातो वयमेव याताः
 तृष्णा न जीर्णाः वयमेव जीर्णाः ॥
Bhogā na bhuktā vayameva bhuktāh
 Tapo na taptam vayameva taptāhā |
Kālo na yāto vayameva yātāh
 Tṛuṣhṇā na jīrṇāhā vayameva jīrṇāhā ||
80
આપણા વડે ભોગો નથી ભોગવાયા પરંતુ આપણે જ ભોગાવઈ ગયા. આપણા વડે તપ ન તપાયું, પણ આપણે જ તપાઈ ગયા. કાળ નથી ચાલ્યો ગયો, પણ આપણે જ ચાલ્યા ગયા. તૃષ્ણા ઘરડી નથી થઈ, પરંતુ આપણે જ ઘરડા થઈ ગયા. (નીતિશતક)
ગચ્છન્ પિપીલિકો યાતિ યોજનાનાં શતાન્યપિ ।
અગચ્છન્ વૈનતેયોપિ પદમેકં ન ગચ્છતિ ॥
गच्छन् पिपीलिको याति योजनानां शतान्यपि ।
अगच्छन् वैनतेयोपि पदमेकं न गच्छति ॥
Gachchhan pipīliko yāti yojanānām shatānyapi |
Agachchhan vainateyopi padamekam na gachchhati ||
81
જતી કીડી સેંકડોની સંખ્યામાં યોજનો દૂર જાય છે અને નહીં ચાલતો ગરૂડ એક પગલું પણ આગળ વધતો નથી.
વજ્રાદપિ કઠોરાણિ મૃદૂનિ કુસુમાદપિ ।
લોકોત્તરાણાં ચેતાંસિ કો હિ વિજ્ઞાતુમર્હતિ ॥
वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।
लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥
Vajrādapi kaṭhorāṇi mṛudūni kusumādapi |
Lokottarāṇām chetānsi ko hi vignātumarhati ||
82
ખરેખર વજ્રથી યે કઠોર અને ફૂલ કરતાં યે કોમળ એવા મહાપુરુષના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે ?
સજ્જનાં એવં સાધૂનાં પ્રથયન્તિ ગુણોત્કરમ્ ।
પુષ્પાણાં સૌરભં પ્રાયસ્તનુતે દિક્ષુ મારુતઃ ॥
सज्जनां एवं साधूनां प्रथयन्ति गुणोत्करम् ।
पुष्पाणां सौरभं प्रायस्तनुते दिक्षु मारुतः ॥
Sajjanām evam sādhūnām prathayanti guṇotkaram |
Puṣhpāṇām saurabham prāyastanute dikṣhu mārutah ||
83
સજ્જનો જ મહાપુરુષના ગુણસમૂહને પ્રસિદ્ધ કરે છે. જેમ પવન પુષ્પોની સુગંધ દિશાઓમાં ફેલાવે છે તેમ.
સ્વભાવં નૈવ મુંચન્તિ સન્તઃ સંસર્ગતોસતામ્ ।
ન ત્યજન્તિ રુતં મંજુ કાકસમ્પર્કતઃ પિકાઃ ॥
स्वभावं नैव मुंचन्ति सन्तः संसर्गतोसताम् ।
न त्यजन्ति रुतं मंजु काकसम्पर्कतः पिकाः ॥
Svabhāvam naiv munchanti santah sansargatosatām |
Na tyajanti rutam manju kākasamparkatah pikāhā ||
84
સજ્જનો દુર્જનોના સંસર્ગથી સ્વભાવ છોડતા નથી. કોયલો કાગડાના સહવાસથી મધુર ટહૂકો છોડતી નથી.
અનન્ત કોટીન્દુ રવિપ્રકાશે, ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ ।
સાર્ધંસ્થિતં મુક્તગણાવૃતં ચ, શ્રી સ્વામિનારાણમાનમામિ ॥
अनन्त कोटीन्दु रविप्रकाशे, धाम्न्यक्षरे मूर्तिमताक्षरेण ।
सार्धंस्थितं मुक्तगणावृतंच, श्री स्वामिनाराणमानमामि ॥
Ananta koṭīndu raviprakāshe, dhāmnyakṣhare mūrtimatākṣhareṇa |
Sārdham-sthitam mukta-gaṇāvṛutan cha, shrī svāminārāṇamānamāmi ||
85
અનંત કોટિ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશમાં તેજોમય અક્ષરધામમાં અનાદિ મૂર્તિમાન અક્ષર અને અનંત મુક્તોથી વીંટાયેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું.
બ્રહ્માદિ સંપ્રાર્થનયા પૃથિવ્યાં, જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ ।
સર્વાવતારેષ્વવતારિણં ત્વાં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥
ब्रह्मादि संप्रार्थनया पृथिव्यां, जातं समुक्तं च सहाक्षरं च ।
सर्वावतारेष्ववतारिणं त्वां, श्री स्वामिनारायणमानमामि ॥
Brahmādi samprārthanayā pṛuthivyām, jātam samuktam cha sahākṣharam cha |
Sarvāvatāre-ṣhvavatāriṇam tvām, shrī svāminārāyaṇamānamāmi ||
86
બ્રહ્મા વગેરે દેવોની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર અક્ષર અને મુક્તોની સાથે પ્રકટ થયેલા સર્વ અવતારોના પણ અવતારી પૂર્ણાવતાર એવા આ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું.

Shlok Selection

Shloks Index