Meaning: Gujarati
English
ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તાઃ તપો ન તપ્તં વયમેવ તપ્તાઃ । કાલો ન યાતો વયમેવ યાતાઃ તૃષ્ણા ન જીર્ણાઃ વયમેવ જીર્ણાઃ ॥
भोगा न भुक्ता वयमेव भुक्ताः तपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातो वयमेव याताः तृष्णा न जीर्णाः वयमेव जीर्णाः ॥
Bhogā na bhuktā vayameva bhuktāh Tapo na taptam vayameva taptāhā | Kālo na yāto vayameva yātāh Tṛuṣhṇā na jīrṇāhā vayameva jīrṇāhā ||
80
આપણા વડે ભોગો નથી ભોગવાયા પરંતુ આપણે જ ભોગાવઈ ગયા. આપણા વડે તપ ન તપાયું, પણ આપણે જ તપાઈ ગયા. કાળ નથી ચાલ્યો ગયો, પણ આપણે જ ચાલ્યા ગયા. તૃષ્ણા ઘરડી નથી થઈ, પરંતુ આપણે જ ઘરડા થઈ ગયા. (નીતિશતક)
ગચ્છન્ પિપીલિકો યાતિ યોજનાનાં શતાન્યપિ । અગચ્છન્ વૈનતેયોપિ પદમેકં ન ગચ્છતિ ॥
गच्छन् पिपीलिको याति योजनानां शतान्यपि । अगच्छन् वैनतेयोपि पदमेकं न गच्छति ॥
Gachchhan pipīliko yāti yojanānām shatānyapi | Agachchhan vainateyopi padamekam na gachchhati ||
81
જતી કીડી સેંકડોની સંખ્યામાં યોજનો દૂર જાય છે અને નહીં ચાલતો ગરૂડ એક પગલું પણ આગળ વધતો નથી.
વજ્રાદપિ કઠોરાણિ મૃદૂનિ કુસુમાદપિ । લોકોત્તરાણાં ચેતાંસિ કો હિ વિજ્ઞાતુમર્હતિ ॥
वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥
Vajrādapi kaṭhorāṇi mṛudūni kusumādapi | Lokottarāṇām chetānsi ko hi vignātumarhati ||
82
ખરેખર વજ્રથી યે કઠોર અને ફૂલ કરતાં યે કોમળ એવા મહાપુરુષના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે ?
સજ્જનાં એવં સાધૂનાં પ્રથયન્તિ ગુણોત્કરમ્ । પુષ્પાણાં સૌરભં પ્રાયસ્તનુતે દિક્ષુ મારુતઃ ॥
सज्जनां एवं साधूनां प्रथयन्ति गुणोत्करम् । पुष्पाणां सौरभं प्रायस्तनुते दिक्षु मारुतः ॥
Sajjanām evam sādhūnām prathayanti guṇotkaram | Puṣhpāṇām saurabham prāyastanute dikṣhu mārutah ||
83
સજ્જનો જ મહાપુરુષના ગુણસમૂહને પ્રસિદ્ધ કરે છે. જેમ પવન પુષ્પોની સુગંધ દિશાઓમાં ફેલાવે છે તેમ.
સ્વભાવં નૈવ મુંચન્તિ સન્તઃ સંસર્ગતોસતામ્ । ન ત્યજન્તિ રુતં મંજુ કાકસમ્પર્કતઃ પિકાઃ ॥
स्वभावं नैव मुंचन्ति सन्तः संसर्गतोसताम् । न त्यजन्ति रुतं मंजु काकसम्पर्कतः पिकाः ॥
Svabhāvam naiv munchanti santah sansargatosatām | Na tyajanti rutam manju kākasamparkatah pikāhā ||
84
સજ્જનો દુર્જનોના સંસર્ગથી સ્વભાવ છોડતા નથી. કોયલો કાગડાના સહવાસથી મધુર ટહૂકો છોડતી નથી.
અનન્ત કોટીન્દુ રવિપ્રકાશે, ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ । સાર્ધંસ્થિતં મુક્તગણાવૃતં ચ, શ્રી સ્વામિનારાણમાનમામિ ॥
अनन्त कोटीन्दु रविप्रकाशे, धाम्न्यक्षरे मूर्तिमताक्षरेण । सार्धंस्थितं मुक्तगणावृतंच, श्री स्वामिनाराणमानमामि ॥
Ananta koṭīndu raviprakāshe, dhāmnyakṣhare mūrtimatākṣhareṇa | Sārdham-sthitam mukta-gaṇāvṛutan cha, shrī svāminārāṇamānamāmi ||
85
અનંત કોટિ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશમાં તેજોમય અક્ષરધામમાં અનાદિ મૂર્તિમાન અક્ષર અને અનંત મુક્તોથી વીંટાયેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું.
બ્રહ્માદિ સંપ્રાર્થનયા પૃથિવ્યાં, જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ । સર્વાવતારેષ્વવતારિણં ત્વાં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥
ब्रह्मादि संप्रार्थनया पृथिव्यां, जातं समुक्तं च सहाक्षरं च । सर्वावतारेष्ववतारिणं त्वां, श्री स्वामिनारायणमानमामि ॥
Brahmādi samprārthanayā pṛuthivyām, jātam samuktam cha sahākṣharam cha | Sarvāvatāre-ṣhvavatāriṇam tvām, shrī svāminārāyaṇamānamāmi ||
86
બ્રહ્મા વગેરે દેવોની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર અક્ષર અને મુક્તોની સાથે પ્રકટ થયેલા સર્વ અવતારોના પણ અવતારી પૂર્ણાવતાર એવા આ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું.
દુષ્પ્રાપ્યમન્યૈઃ કઠિનૈરુપાયૈઃ, સમાધિસૌખ્યં હઠયોગમુખ્યૈઃ । નિજાશ્રિતેભ્યો દદતં દયાલું, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥
दुष्प्राप्यमन्यैः कठिनैरुपायैः, समाधिसौख्यं हठयोगमुख्यैः । निजाश्रितेभ्यो ददतं दयालुं, श्री स्वामिनारायणमानमामि ॥
Duṣhprāpyamanyaih kaṭhinairupāyaih, samādhisaukhyam haṭhayogamukhyaih | Nijāshritebhyo dadatam dayālum, shrī svāminārāyaṇamānamāmi ||
87
હઠયોગ ગવેરે કઠિન સાધનોથી પણ સમાધિ દુર્લભ છે એવી સમાધિનું સુખ પોતાના આશ્રિતજનોને કેવળ કૃપા વડે જ સહેજમાં આપી દેનાર દયાળુ પ્રભુ શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.
લોકોત્તરૈર્ભક્તજનાંશ્ચરિત્રૈ, રાહ્લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્ । યજ્ઞાંશ્ચ તન્વાનમપારસત્ત્વં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥
लोकोत्तरैर्भक्तजनांश्चरित्रै, राह्लादयन्तं च भुवि भ्रमन्तम् । यज्ञांश्च तन्वानमपारसत्त्वं, श्री स्वामिनारायणमानमामि ॥
Lokottarair-bhaktajanān-shcharitrai, rāhlādayantam cha bhuvi bhramantam | Yagnānshcha tanvānamapārasattvam, shrī svāminārāyaṇamānamāmi ||
88
પોતાનાં લોકોત્તર દિવ્ય ચરિત્રો વડે ભક્તજનોને આનંદ આપતા, પૃથ્વી ઉપર વિચરણ કરતા, અનેક યજ્ઞ કરતા અને અપાર પરાક્રમવાળા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમન કરું છું.
એકાંતિકં સ્થાપયિતું ધરાયાં, ધર્મં પ્રકુર્વન્તમમૂલ્ય વાર્તાઃ । વચઃસુધાશ્ચપ્રકિરન્તમૂર્વ્યામ્, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥
एकांतिकं स्थापयितुं धरायां, धर्मं प्रकुर्वन्तममूल्य वार्ताः । वचःसुधाश्चप्रकिरन्तमूर्व्याम्, श्री स्वामिनारायणमानमामि ॥
Ekāntikam sthāpayitum dharāyām, dharmam prakurvantamamūlya vārtāhā | Vachah-sudhāshcha-prakiranta-mūrvyām, shrī svāminārāyaṇamānamāmi ||
89
પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના માટે અમૂલ્ય કથાવાર્તાનો ઉપદેશ કરનારા વચનામૃત રૂપી અમૃતવૃષ્ટિ વર્ષાવનાર શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.