Meaning: Gujarati
English
સદૈવ સારંગપુરસ્ય રમ્યે, સુમન્દિરે હ્યક્ષરધામતુલ્યે । સહાક્ષરં મુક્તયુતં વસન્તં, શ્રી સ્વામિનારાયણમાનમામિ ॥
सदैव सारंगपुरस्य रम्ये, सुमन्दिरे ह्यक्षरधामतुल्ये । सहाक्षरं मुक्तयुतं वसन्तं, श्री स्वामिनारायणमानमामि ॥
Sadaiv sārangapurasya ramye, sumandire hyakṣharadhāmatulye | Sahākṣharam muktayutam vasantam, shrī svāminārāyaṇamānamāmi ||
92
સાક્ષાત્ અક્ષરધામ સમાન સારંગપુરના રમણીય મંદિરમાં અનાદિ મૂળઅક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા મહામુક્ત શ્રી ગોપાળાનંદસ્વામી સહિત વિરાજતા સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું.
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય । નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
धर्मस्त्याज्यो न कैश्चित् स्वनिगमविहितो वासुदेवे च भक्ति र्दिव्याकारे विधेया सितघनमहसि ब्रह्मण्यैक्यं निजस्य । निश्चित्यैवान्यवस्तून्यणुमपि च रतिं संपरित्यज्य संत स्तन्माहात्म्याय सेव्या इति वदति निजान् धार्मिको नीलकंठः ॥
Dharmastyājyo na kaishchit-swanigamavihito vāsudeve cha bhaktir- Divyākāre vidheyā sitaghanamahasi brahmaṇyaikyam nijasya | Nishchityaivānya-vastūnya-ṇumapi cha ratim samparityajya santa Stan-māhātmyāya sevyā iti vadati nijān dhārmiko nīlakanṭhah ||
93
વેદે પ્રતિપાદન કરેલો પોતપોતાનો ધર્મ સૌ કોઈએ બ્રહ્માદિ દેવો, પરમહંસો, સાધુ, વર્ણી, પાર્ષદો કે ગૃહસ્થ હરિભક્તો સર્વેએ ક્યારેય ન તજવો. બીજી સર્વે માયિક વસ્તુમાં અણુ સરખી યે પ્રીતિ ત્યજીને પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા કરીને તેજોમય અક્ષરધામમાં રહેલા દિવ્યમૂર્તિ વાસુદેવની ભક્તિ કરવી અને શ્રીહરિનો મહિમા સમજવા માટે સંતોનો સમાગમ કરવો. એમ ધર્મપુત્ર નીલકંઠ પોતાના આશ્રિતોને કરે છે.
દૃષ્ટાઃ સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણા ભોજિતાઃ પૂજિતા વા સદ્યઃ પુંસામઘૌઘં બહુજનિજનિતં ઘ્નન્તિ યે વૈ સમૂલમ્ । પ્રોક્તાઃ કૃષ્ણેન યે વા નિજહૃદયસમા યત્પદે તીર્થજાતમ્ તેષાં માતઃ પ્રસંગાત્ કિમિહ નનુ સતાં દુર્લભં સ્યાન્મુમુક્ષોઃ ॥
दृष्टाः स्पृष्टा नता वा कृतपरिचरणा भोजिताः पूजिता वा सद्यः पुंसामघौघं बहुजनिजनितं घ्नन्ति ये वै समूलम् । प्रोक्ताः कृष्णेन ये वा निजहृदयसमा यत्पदे तीर्थजातम् तेषां मातः प्रसंगात् किमिह ननु सतां दुर्लभं स्यान्मुमुक्षोः ॥
Dṛuṣhṭāh spṛuṣhṭā natā vā kṛutaparicharaṇā bhojitāhā pūjitā vā Sadyah punsāma-ghaugham bahujani-janitam ghnanti ye vai samūlam | Proktāhā kṛuṣhṇen ye vā nij-hṛudayasamā yatpade tīrthajātam Teṣhām mātah prasangāt kimih nanu satām durlabham syān-mumukṣhoh ||
94
હે માતા ! જે સંતોના દર્શનમાત્રથી, જેમનો સ્પર્શ કરવાથી, જેમને નમવાથી, જેમને જમાડવાથી, જેમની સેવા કરવાથી કે જેમનું પૂજન કરવાથી, તે કરાનારા પુરુષના અનેક જન્મોના પાપપુંજનો મૂળ સહિત તે જ ક્ષણે નિશ્ચયે નાશ થઈ જાય છે. વળી, જે સંતોને શ્રીકૃષ્ણ ભગવાન પોતાના હૃદય સમાન કહે છે, અને જેમના ચરણકમળમાં સર્વ તીર્થો નિવાસ કરીને રહ્યાં છે એવા સાધુઓના પ્રસંગથી આ લોકમાં મુમુક્ષુને દુર્લભ શું હોય ? કાંઈ પણ નથી.
શ્રી વાસુદેવવિમલામૃતધામવાસં નારાયણં નરક તારણનામધેયમ્ । શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભૂજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
श्री वासुदेवविमलामृतधामवासं नारायणं नरक तारणनामधेयम् । श्यामं सितं द्विभुजमेव चतुर्भूजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Shrī vāsudeva-vimalāmṛuta-dhāmavāsam Nārāyaṇam narak tāraṇa-nāma-dheyam | Shyāmam sitam dvibhujameva chaturbhūjam cha Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
95
દિવ્ય વિશુદ્ધ વાસુદેવરૂપી અક્ષરધામમાં નિવાસ કરનારા, નરકથી તારનારા, નારાયણ જેનું નામ છે, તેમ જ શ્યામ તથા શ્વેતવર્ણવાળા, હંમેશાં બે ભુજાઓથી શોભનાર, કોઈવાર ચારભુજાથી શોભતા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાં નરાણામ્ એકાન્તધર્મમખિલં પરિશીલયન્તમ્ । અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम् एकान्तधर्ममखिलं परिशीलयन्तम् । अष्टांगयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Shikṣhārthamatra nijabhaktimatām narāṇām Ekānta-dharma-makhilam parishīlayantam | Aṣhṭānga-yoga-kalanāshcha mahāvratāni Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
96
આ લોકમાં પોતામાં ભક્તિવાળા ભક્તજનોની શિક્ષાને અર્થે સંપૂર્ણ એકાંતિક ધર્મ તથા અષ્ટાંગ યોગની સકળ કલાઓને તેમજ અહિંસા બ્રહ્મચર્યાદિ મહાવ્રતોને પોતાના આચરણથી પોતાના ભક્તોને શીખવતા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
શ્વાસેન સાકમનુલોમવિલોમવૃત્યા સ્વાન્તર્બહિશ્ચ ભગવત્યુરુધા નિજસ્ય । પૂરે ગતાગત જલામ્બુધિનો પમેયં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
श्वासेन साकमनुलोमविलोमवृत्या स्वान्तर्बहिश्च भगवत्युरुधा निजस्य । पूरे गतागत जलाम्बुधिनो पमेयं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Shvāsen sākamanuloma-viloma-vṛutyā Svāntar-bahishcha bhagavatyurudhā nijasya | Pūre gatāgata jalāmbudhino pameyam Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
97
પ્રાણાયામમાં શ્વાસેચ્છવાસે સહિત પોતાના અંત:કરણમાં અને બહાર નેત્ર આગળ, ભગવાનમાં પોતાની વારે વારે અનુલોમ-પ્રતિલોમ વૃત્તિ વર્તે છે, તેણે કરીને ભરતીમાં જતું આવતું જળ જેનું છે એવા સમુદ્રની સાથે ઉપમા આપવા યોગ્ય એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
બાહ્યાન્તરિન્દ્રિયગણશ્વસનાધિદૈવ વૃત્યુદ્ ભવસ્થિતિલયાનપિ જાયમાનાન્ । સ્થિત્વા તતઃ સ્વમહસા પૃથગીક્ષમાણં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
बाह्यान्तरिन्द्रियगणश्वसनाधिदैव वृत्युद् भवस्थितिलयानपि जायमानान् । स्थित्वा ततः स्वमहसा पृथगीक्षमाणं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Bāhyāntar-indriya-gaṇa-shvasanādhi-daiva Vṛutyud bhava-sthitilayānapi jāyamānān | Sthitvā tatah swamahasā pṛuthagīkṣhamāṇam Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
98
ઉત્પન્ન થતાં બાહ્ય અને આંતર ઇન્દ્રિયોના સમૂહો, પ્રાણઅપાનાદિ વાયુ, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા-તે સર્વેની વિવિધ વૃત્તિઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને, જે સર્વેથી પૃથક્-નિર્લેપ સ્વસ્વરૂપમાં સર્વદા વર્તતા તમો સ્વયં સ્વપ્રતાપથી સાક્ષાત્ જુઓ છો એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
માયામયાકૃતિતમોશુભવાસનાનાં કર્તું નિષેધમુરુધા ભગવત્સ્વરૂપે । નિર્બીજસાંખ્યમતયોગગયુક્તિભાજં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
मायामयाकृतितमोशुभवासनानां कर्तुं निषेधमुरुधा भगवत्स्वरूपे । निर्बीजसांख्यमतयोगगयुक्तिभाजं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Māyāmayā-kṛutita-moshu-bhavāsanānām Kartum niṣhedha-murudhā bhagavatswarūpe | Nirbīja-sānkhya-mata-yogaga-yuktibhājam Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
99
ભગવાનના સ્વરૂપમાં માયિક આકૃતિ, અજ્ઞાન અને અશુભ વાસના આદિ દુર્ગૂણોનો સારી રીતે નિષેધ કરવા માટે જ નિર્બીજ એવા સાંખ્ય અને યોગના મતનું યુક્તિએ કરી પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
દિવ્યાકૃતિત્વસુમહસ્ત્વસુવાસનાનામ્ સમ્યગ્વિધિ પ્રથતિયું ચ પતૌ રમાયાઃ । સાલમ્બસાંખ્ય પથયોગસુયુક્તિભાજં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
दिव्याकृतित्वसुमहस्त्वसुवासनानाम् सम्यग्विधि प्रथतियुं च पतौ रमायाः । सालम्बसांख्य पथयोगसुयुक्तिभाजं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Divyākṛutitva-sumahastva-suvāsanānām Samyag-vidhi prathatiyum cha patau ramāyāhā | Sālamba-sānkhya pathayoga-suyuktibhājam Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
100
રમાપતિ ભગવાનનું દિવ્ય આકૃતિપણું, પ્રૌઢ પ્રતાપ અને સત્ય સંકલ્પત્વાદિ ગુણોની સારી રીતે પુષ્ટિ કરવા માટે જેમ છે તેમ સબીજ સાંખ્ય અને યોગનું યુક્તિપૂર્વક પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.
કામાર્ત તસ્કરનટ વ્યસનિદ્વિષન્ત: સ્વસ્વાર્થસિદ્ધિમિવ ચેતસિ નિત્યમેવ । નારાયણં પરમયૈવ મુદા સ્મરન્તં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
कामार्त तस्करनट व्यसनिद्विषन्त: स्वस्वार्थसिद्धिमिव चेतसि नित्यमेव । नारायणं परमयैव मुदा स्मरन्तं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॥
Kāmārta taskaranaṭa vyasanidviṣhanta: Swasvārthasiddhimiva chetasi nityameva | Nārāyaṇam paramayaiva mudā smarantam Tvām bhakti-dharma-tanayam sharaṇam prapadye ||
101
કામી, ચોર, નટ, વ્યસની અને દ્વેષીજનો પોતાનું ધાર્યું કામ સિદ્ધ કરવા જેમ પોતાનું ચિત્ત હંમેશાં તેમાં પરોવે છે અર્થાત્ તેનું અખંડ ચિંતવન કર્યા જ કરે છે તેમ નારાયણનું જે પ્રેમપૂર્વક અખંડ સ્મરણ કરે છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉ‚ છું.