॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
દાદા ખાચર
સત્સંગી ભક્તો
ગઢડાના એભલ ખાચરના પુત્રનું નામ ઉત્તમ ખાચર હતું, જેને સૌ ‘દાદા ખાચર' કહી બોલાવતા. દાદાખાચરનો જન્મ ૧૮૫૭ના પોષ વદી છઠના દિવસે બોટાદમાં થયો હતો. દાદામાં બાળપણથી જ ભક્તિના ગુણો હતા. તેમની ભક્તિને વશ થઈ મહારાજ તેમના દરબારમાં ૨૫ વર્ષ સુધી રહ્યા. પોતે પ્રેમાળ અને દિલના ઉદાર હતા. જાણે પૂર્વની ઓળખાણ હોય તેમ મહારાજમાં અધિક પ્રીતિ હતી અને મહારાજના સ્વરૂપનો નિશ્ચય હતો. તેઓ મહારાજનો પડ્યો બોલ ઝીલતા. તેમાં પોતાના દેહની, ધનની કે કુટુંબની ફિકર રાખતા નહીં. તેમણે પોતાનો આખો દરબાર મંદિર માટે મહારાજને અર્પણ કરી દીધો હતો.
મહારાજે તેમનો અતિશય ભાવ જોઈ ગઢડામાં મંદિર કરેલું. તેઓ પોતાના દેશકાળ સાધારણ હોવા છતાં પણ મહારાજ ગઢપુરમાં અખંડ રહે તેમ ઇચ્છતા. પોતાને ત્યાં મોટા મોટા ઉત્સવ થાય ને સંતો-ભક્તો આવે તેમાં ઘણી આર્થિક ભીંસ પડતી છતાં તેમણે મહારાજને છોડ્યા નહોતા. તેઓ નિઃસંતાન હોવાથી તેમનાં પત્ની કુંવરબાઈની વિનંતીથી મહારાજે તેમને આગ્રહ કરીને ફરી વાર ભટવદર જસુબા જોડે પરણાવ્યા હતા. તેમની જાનમાં મહારાજ સ્વયં તેમના સારથિ બન્યા હતા. આમ, તેમનો મહારાજ સાથેનો નાતો અલૌકિક હતો. છેલ્લે જ્યારે મહારાજ ધામમાં ગયા ત્યારે આ વિરહ સહન ન થતાં અગ્નિમાં પડવા જતા હતા. સૌએ તેમને રોક્યા. મહારાજ ઘણીવાર કહેતા, “દાદો ઈ દાદો.” ૧૯૦૯ના પોષ સુદ ૬ના દિને તેઓ ધામમાં ગયા.
Dādā Khāchar
Satsangi Bhaktas
Uttam Khāchar was the son of Abhel Khāchar of Gadhadā. Everyone called him Dādā Khāchar. He was born on Posh vad 6 of S. Y. 1857 in Botād. He carried the virtue of bhakti from childhood. Maharaj was won over by his devotion and lived in his darbār for 25 years. He was kind and generous. He had greater love for Maharaj, as if he had known Maharaj in the past. He also had nishchay in Maharaj’s swarup. He always followed every command of Maharaj. He never worried about his own body, his wealth, or family when pleasing Maharaj. He had offered his whole darbār to Maharaj to build a mandir.
Maharaj built a mandir in Gadhada because of his willingness to offer his darbār. Although his financial state was ordinary, he always wished Maharaj stay in Gadhpur forever. When large festivals were celebrated and sadhus and devotees came from far and wide in great numbers, he was financially burdened; yet he never let Maharaj go.
He had no children from his first wife Kuvarbāi. Maharaj insisted he marry again and arranged his marriage with Jashubā of Bhatvadar. During the wedding procession, Maharaj became his charioteer. The love between Maharaj and Dādā Khāchar was extraordinary. When Maharaj reverted back to Akshardham, he was ready to burn himself in the cremation pyre; however, everyone stopped him. Maharaj often said, “Dādo i dādo.” (meaning, there is no one like Dādā.) He died on Posh sud 6 of S. Y. 1909.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.