શ્રીમદ્‌ભાગવતપુરાણ

ભગવાન વેદ વ્યાસ રચિત શ્રીમદ્‌ભાગવતપુરાણ હિંદુ ધર્મનું એક આગવું શાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગઢડા અંત્ય ૧૦માં એ શાસ્ત્રનું પ્રમાણ આપ્યું છે, અને તેના રચયિયા વેદ વ્યાસનું પણ પ્રમાણ આપ્યું છે. એટલું જ નહિ, વચનામૃત ગઢડા પ્રથમ ૫૪માં તો ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ્‌ભાવતનો સારભૂત શ્લોક બતાવતાં ‘ભગવાનના પરમ એકાંતિક સંત એ જ મોક્ષનું દ્વાર છે’ તે સનાતન સિદ્ધાંત ઉઘાડો કર્યો છે.

શ્રીમદ્‌ભાવગતની રચના વેદ વ્યાસની ઉદાસીનતાથી થઈ છે. વેદ વ્યાસે ૧૭ પુરાણો રચ્યાં, મહાભારત રચ્યું, વેદના વિભાજન કરી અને ચાર વેદો આપ્યા, છતાંય અંતરમાં શાંતિ થઈ નહિ અને કાંઈક લખવાનું રહિ જાય છે તેવું અપૂર્ણપણું અનુભવ્યું. આ ઉદાસીનતા નીરખીને નારદમુનિએ વ્યાસને કહ્યું કે અત્યારે શ્રીકૃષ્ણ ભગવાનનો અવતાર પ્રગટ છે, માટે એમના ચરિત્રનું ગાન કરતું એક શાસ્ત્ર રચો. વેદ વ્યાસે નાદરજીના કહેવાથી અઢારમું પુરાણ - શ્રીમદ્‌ભાવગતપુરાણ - લખવાનું શરું કર્યું.

અનિર્દેશમાં શ્રીમદ્‌ભાગવતપુરાણ ઉમેરતાં આનંદ થાય છે. જેમ આગળ કહ્યા પ્રમાણે સંત જ મોક્ષનું દ્વાર છે. માટે આ શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું (વચનામૃત લોયા ૧૧). અહી કેવળ શંશોધન માટે સંપૂર્ણ શાસ્ત્ર આપવામાં આવ્યું છે, પણ તેણા સિદ્ધાંતો, રહસ્ય જાણવા માટે સંતની જરૂર પડે છે, નહીં તો આ ગ્રંથની ગહનતામાં ડૂબી જવાય એવું વિશાળ છે.

ટૂંક સમયમાં ભગવાન સ્વામિનારાયણે જે જે ભાગવતના શ્લોકો વચનામૃતમાં સમજાવ્યા છે, અર્થ કર્યા છે તે અહીં મળશે.

સ્કંધ/અધ્યાય

વચનામૃત સંદર્ભો

प्रथमः स्कन्धः

द्वितीयः स्कन्धः

तृतीयः स्कन्धः

चतुर्थस्कन्धः

पञ्चमः स्कन्धः

षष्टः स्कन्धः

सप्तमः स्कन्धः

अष्टमः स्कन्धः

नवमः स्कन्धः

दशमः स्कन्धः

एकादशः स्कन्धः

द्वादशस्कन्धः